સુરત : 'મને માફ કરજો,' હીરામાં મંદીને કારણે રત્ન કલાકારનો આપઘાત

News18 Gujarati
Updated: October 16, 2019, 11:32 AM IST
સુરત : 'મને માફ કરજો,' હીરામાં મંદીને કારણે રત્ન કલાકારનો આપઘાત
આપઘાત કરી લેનાર યુવક

રત્ન કલાકારે ઝેરી દવા ગટગટાવી લઈને પોતાના ભાઈના મોબાઇલ પર આ અંગેનો વીડિયો મોકલ્યો હતો.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : હીરા ઉદ્યોગમાં પ્રવર્તી રહેલી મંદીએ વધુ એક રત્ન કલાકારનો ભોગ લીધો છે. છેલ્લા ત્રણ માસથી આર્થિક સંકળામણ અનુભવી રહેલા રત્નકલાકારે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લેતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મૃતકને સંતાનોમાં એક દીકરો અને એક દીકરી હોવાનું માલુમ પડ્યું છે.

સરથાણા વિસ્તારમાં રહેતા જયેશ શિંગાળા નામના રત્ન કલાકારે આર્થિક સંકળામળને પગલે આપઘાત કરી લીધો છે. એવી માહિતી મળી છે કે સુરતની કિરણ જેમ્સ નામની ડાયમંડ પેઢીમાં કામ કરતા રત્ન કલાકારને ત્રણ મહિના પહેલા છૂટો કરવામાં આવ્યો હતો. જે બાદમાં કામની શોધ માટે તે ઠેર ઠેર ભટક્યો હતો. જોકે, હીરા ઉદ્યોગમાં હાલ મંદી ચાલી રહી હોવાથી તેને કામ મળ્યું ન હતું. જે બાદમાં તેણે ઝેરી દવા ગટગટાવીને પોતાનાં જીવનનો અંત આણ્યો હતો.ભાઈનો વીડિયો મોકલ્યો

રત્ન કલાકારે ઝેરી દવા ગટગટાવી લઈને પોતાના ભાઈના મોબાઇલ પર આ અંગેનો વીડિયો મોકલ્યો હતો. પરિવારને જાણ થતાં યુવકને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમં ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર પહેલા જ તેનું મોત થયું હતું. આપઘાત પહેલા યુવકે સોસાયટી બહાર જતો એક વીડિયો બનાવ્યો હતો. આ બનાવ સરથાણામાં યોગીચોક પાસે આવેલી તિરુપતિ સોસાયટીમાં બન્યો હતો. મૃતક યુવક ગઢડાના પીપળીયા ગામનો હોવાનું મામલુ પડ્યું છે.

આ પણ વાંચો : મંદીથી કોઈ રત્નકલાકાર આપઘાત ન કરે તે માટે મહિલાઓએ બીડું ઝડપ્યું'મારીથી ભૂલ થઈ ગઈ છે'

41 વર્ષીય જયેશ શિંગાળાએ ભાઈને મોકલેલા વીડિયોમાં કહ્યું છે કે, "મારાથી ભૂલ થઈ ગઈ છે. મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. હું કંટાળીને આ પગલું કરું છું."
First published: October 16, 2019
વધુ વાંચો
अगली ख़बर