Home /News /south-gujarat /સુરત : રત્નકલાકારે Instagram ફૉલૉવર્સ વધારવા કર્યુ ન કરવાનું કામ, સાયબર ક્રાઇમમાં ઝડપાયો

સુરત : રત્નકલાકારે Instagram ફૉલૉવર્સ વધારવા કર્યુ ન કરવાનું કામ, સાયબર ક્રાઇમમાં ઝડપાયો

યુવતીની ફરિયાદના આધારે સુરત સાયબર ક્રાઇમે કારસ્તાન કરનાર યુવકને ઝડપી પાડ્યો, આરોપી યુવક મૂળ અમરેલી જિલ્લાના હનુમાનપુરાનો વતની

યુવતીની ફરિયાદના આધારે સુરત સાયબર ક્રાઇમે કારસ્તાન કરનાર યુવકને ઝડપી પાડ્યો, આરોપી યુવક મૂળ અમરેલી જિલ્લાના હનુમાનપુરાનો વતની

    સુરતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર ફેક એકાઉન્ટ બનાવી પોતાના ફોલોવર વધારવા માટે એક વર્ષ પહેલાં ફેસબુક (Facebook) પરથી ફોટા (Photos) ડાઉન લોડ કરી બિભત્સ લખાણ કરી જેના ફોટા હતા તે મુક્યા હતા. જોકે જેના ફોટા મૂકવામાં આવ્યા હતા તે વ્યક્તિની બદનામી થવા લાગતા આ મામલે તેણે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ કૃત્ય કરનાર યુવાનની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાર્યવાહી કરી છે. સોશિયલ મીડિયામાં (Social Media) એક યુવકતી ના નામે બોગસ એકાઉન્ટ બનાવી તેના ફોટા સાથે બિભત્સ લખાણ કરી તેને ફરતા કરતા જેના ફોટા હતા તે વ્યક્તિ બદનામી થતી હોવાને લઇને આ યુવકતી દ્વારા આ મામલે સુરત સાઇબર ક્રાઇમ માં ફરિયાદ નોંધવામાં આવી હતી.

    જેમાં તેના ફેસબુકના ફોટો કોઈ ઇસમે ડાઉન લોડ કરી તેના નામનું બોગસ એકાઉડ બનાવી તેના ફોટા અપકોડ કરિયા હતા જોકે આ ફરિયાદ ના આધારે આ યુવકતી દ્વારા આ મામલે સાઇબર ક્રાઇમ ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે તપાસ કરતા પોલીસે અમરેલી જિલ્લા ખાંભા તાલુકાના હનુમાનપુર ગામના વતની અને હાલમાં સુરત ના ધરમનગર સોસાયટી  નજીક આવેલ, સુર્યનગર સોસાયટીની સામે , ધરમયોક , એ.કે.રોડ , વરાછા , ખાતે રહેતા અને હીરા મજૂરી કામ કરતા ધુવેશ ઉર્ફે કાનો વિનુભાઇ સભાયા પોલીસે અટકાયત કરી હતી.

    આ પણ વાંચો :  સુરત : વધુ 281 વ્યક્તિ Coronaની ઝપટમાં, 296 દર્દી સાજા થયા, સૌથી વધુ કેસ અઠવા-વરાછામાં

    આ યુવાનની પૂછપરછ કરતા આ યુવાને પોતે એક વર્ષ પહેલાં તેના ફેસબુક એકાઉન્ટમાં રેન્ડમલી એક વ્યક્તિના  ફેસબુક એકાઉન્ટનું સર્ચ કરી તેમાથી વ્યક્તિ દ્વારા અપલોડ કરેલ ફોટોગ્રાફ ડાઉનલોડ કર્યા હતા.

    આ ફોટાને  પોતે ઇન્સ્ટાગ્રામ પર ફોલોવર્સ વધારવા સારૂ ઇન્સ્ટાગ્રામમાં બોગસ  નામના ફેક એકાઉન્ટ બનાવી તેમા આ યુવક્તિના  ફેસબુકમાંથી ડાઉનલોડ કરેલ ફોટોગ્રાફ પોસ્ટ કરી તેમાં બિભત્સ લખાણ લખેલ હોવાની કબુલાત કરેલ હતી જેના આધારે પોલીસે આ મામલે આ યુવક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

    આ પણ વાંચો :  દમણથી દારૂ ભરી રાજકોટ જઈ રહેલ દંપતી ઝડપાયું, પતિ બોલ્યો, 'સમયની મજબૂરી છે સાહેબ'
    First published:

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો