સુરત : 'તું મારા તાબે નહી થાય તો તારા પતિને જાનથી મારી નાખીશ,' હીરાના વેપારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ

સુરત : 'તું મારા તાબે નહી થાય તો તારા પતિને જાનથી મારી નાખીશ,' હીરાના વેપારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

સુરતમાં એક ડાયમંડ કંપનીના માલિક વિરુદ્ધ પરિણીતાએ દુષ્કર્મના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ કરી, પોલીસ ફરિયાદમાં અતિ ગંભીર આક્ષેપો

  • Share this:
સુરતના (Surat) જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી પરિણીતા (Married Woman) બેંકમાં ફરજ બજાવતી હતી. ત્યારે એક ડાયમંડ કંપનીના માલિકના સંપર્કમાં આવી હતી. ડાયમંડ કંપનીના માલિકે તેણીને સારી નોકરી અપાવવાની લાલચ આપી તેના સંપર્કમાં આવી તેમનો નંબર મેળવી લીધો હતો. બાદમાં ડાયમંડ કંપનીના માલિકે (Diamond Trader) તેણીને ડરાવી ધમકાવી ઘરનું સરનામું મેળવી લઇ ઘરે પહોંચી ગયો હતો. જ્યાં પરિણીતાને તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જેથી આખરે ભોગ બનનાર પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરત માં સતત મહિલા અતિયાચ અને તેમાં પણ મહિલા સાથે દુસ્કર્મ ની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક મહિલાએ દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાવી છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી પરિણીતા કતારગામ વિસ્તારમાં આવેલ ઍસબીઆઇ (SBI) બેંકમાં ફરજ બજાવતી હતી. આ દરમિયાન કતારગામ વિસ્તારમાં રહેતા અને કતારગામમાં જ કુમાર જવેલર્સના નામથી ડાયમંડની ફેક્ટરી ધરાવતા હર્ષદભાઇ તેજાણી પરિણીતાના સંપર્કમાં આવ્યા હતા.



આ પણ વાંચો : સુરત : કતારગામમાં કરૂણ ઘટના! આધેડ મહિલા ત્રીજા માળેથી પટકાતા મોત, રહસ્ય ઘેરાયું

જ્યાં પરિણીતાને હર્ષદભાઇએ સારી નોકરી અપાવવાવની લાલચ આપી તેમનો નંબર મેળવી લીધો હતો. આ નંબર મેળવી લીધા બાદ તેણીને  તારીખ 21 જાન્યુઆરીથી 9 માર્ચના સમયગાળા દરમિયાન ફોન કરી તારો મારી સાથે ­ પ્રેમ સંબંધ છે તું મારી વાત માનશે નહી તો હુ તારા પતિને વાત કરી દઇશ તેવી રીતે ડરાવી ધમકાવી તેમના ઘરનું સરનામું પણ મેળવી લીધુ હતું.

આ પણ વાંચો : સુરત : કતારગામમાં બનેવીએ તલવારના ઘા ઝીંકી સાળાની હત્યા કરી, ખૂની ખેલનો Live Video વાયરલ

બાદમાં તારીખ 09/03/2021 નારોજ ક સવારે 11.30 વાગ્યના અરસામાં આરોપી હર્ષદભાઇ તેના ઘરે પહોંચી ગયો હતો અને તુ મારા તાબે નહી થાય તો તારા પતીને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી તેણીની સાથે જબરજસ્તી શરીર સબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જેથી આખરે બાદમાં પરિણીતાએ તમ વિગત પોતાના પતિને જવાની હતી જેને લઈને પતિએ પત્નીને હિંમત આપી આ નરાધમ વિરુદ્ધ  ગતરોજ પરિણીતા ઍ આ મામલે જહાંગીરપુરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આરોપી હર્ષદ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:March 10, 2021, 21:17 pm

ટૉપ ન્યૂઝ