સુરત : મુંબઈના હીરાના વેપારીએ રૂપિયા 35 કરોડનું ઉઠમણું કર્યાની ચર્ચા, સુરતના વેપારીઓ ભેરવાયા!


Updated: June 11, 2020, 10:23 PM IST
સુરત : મુંબઈના હીરાના વેપારીએ રૂપિયા 35 કરોડનું ઉઠમણું કર્યાની ચર્ચા, સુરતના વેપારીઓ ભેરવાયા!
પ્રતિકાત્મક તસવીર

બજારમાં ચર્ચા છે કે, લૉકડાઉન પહેલાંથી જ આ વેપારીની સ્થિતિ કફોડી હતી, છતાં તે મોટા પાયે બજારમાંથી હીરા ખરીદી રહ્યો હતો.

  • Share this:
સુરત : કોરોના વાયરસ અને લૉકડાઉનના લીધે સતત બે મહિના સુધી બંધ રહેલા હીરા ઉદ્યોગમાં સ્થિતિ થાળે પડે તે પહેલાં જ ઉઠમણાના કિસ્સા બહાર આવવા માંડ્યા છે. મુંબઈમાં ઓફિસ ધરાવતા મૂળ ધાણાધારના જૈન વેપારી રૂપિયા 35 કરોડમાં નબળો પડ્યો હોવાની ચર્ચા આજે સુરત-મુંબઈના હીરા બજારમાં ઉઠવા પામી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ મહેસાણાના ધાણાધારનો જૈન વેપારી મુંબઈમાં ઓફિસ ધરાવે છે. આ વેપારીએ લૉકડાઉન પહેલાં અને ત્યારબાદ પણ તૈયાર હીરાનો માલ સુરત અને મુંબઈના હીરા ઉદ્યોગકારો પાસેથી ખરીદતો હતો. બજારમાં ચર્ચા છે કે, લૉકડાઉન પહેલાંથી જ આ વેપારીની સ્થિતિ કફોડી હતી, છતાં તે મોટા પાયે બજારમાંથી હીરા ખરીદી રહ્યો હતો.

દરમિયાન આજે એવી વાત વહેતી થઈ હતી કે, આ જૈન વેપારી રૂપિયા 35 કરોડમાં કાચો પડ્યો છે. આ સાથે જ બજારમાં વેપારીઓએ કેટલાં નાણાં ફસાયા તેની ગણતરી કરવા માંડ્યા હતા. પ્રાથમિક તબક્કે સુરત-મુંબઈના 25 જેટલાં નાના-મોટા હીરા વેપારીઓના રૂપિયા ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. આવનારા દિવસમાં આ આંકડો વધે તેવી પણ શક્યતાં છે.

બજારના સૂત્રોએ કહ્યું કે, સ્ટોક ક્લીયરન્સના હેતુથી 2થી 5 ટકા નીચા ભાવે હીરા વેચી રોકડી કરી લેવાની ગણતરી રાખનારા ભેરવાયા છે. આ ઉઠમણાના લીધે બજારના સેન્ટીમેન્ટ બગડ્યા છે. જોકે હજુ સંપૂર્ણ માહિતી સામે આવશે ત્યાર બાદજ ઉઠમણાં અંગે વધુ વિગત સામે આવી શકશે, હાલમાં હીરા વેપારીઓ સતત ફોન મારફતે તપાસ કરી રહ્યા છે.
First published: June 11, 2020, 10:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading