Home /News /south-gujarat /સુરત : 'મારી પાસે એવા માણસો છે કે તમને જીવતા રહેવા નહી દે,' હીરા દલાલ સાથે 86 લાખની ઠગાઈ

સુરત : 'મારી પાસે એવા માણસો છે કે તમને જીવતા રહેવા નહી દે,' હીરા દલાલ સાથે 86 લાખની ઠગાઈ

સુરત પોલીસની ફાઇલ તસવીર

હીરા દલાલ હિરપરા પિતા-પુત્રની કતારગામ પોલીસે ધરપકડ કરી, બાહેંધરી પર ચાલતા સુરતના કરોડો રૂપિયાના વેપારમાં ઘટતી છેતકપિંડીની ઘટના

કતારગામ વેડરોડ ખાતે રહેતા ટ્રાવેલ્સના માલીક અને અગાઉ હીરાનો ધંધો કરતા વેપારી સાથે કુલ રૂપિયા 86 લાખની હિરાની ઠગાઈ થઈ છે. હીરાના ધંધામાં તેની સાથે કામ કરતા હીરા દલાલ હિરપરા પિતા-પુત્રએ તેની પાસેથી તૈયાર હીરાનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ ચુકવ્યું ન હતુ, અને વેપારીએ પેમેન્ટ માટે ઉઘરાણી કરતા સમાધાનને બહાને ઘરે બોલાવી પેમેન્ટની ઉઘરાણી કરી તો મારી પાસે એવા માણસો છે કે હું કહીશ તો તમને જીવતા રહેવા દેશે નહી એટલે પેમેન્ટ ભુલી જાજો તેવી ધમકી આપી હતી. જેમાં પોલીસે બે માસ બાદ પિતા-પુત્રની ધરપકડ કરી છે.

બનાવની વિગતો એવી છે કે કતારગામ વેડરોડ આંગન બિલિ઼્ડંગ ખાતે રહેતા મૂળ ભાવનગરના મીઠાપરના દિપેન ઉર્ફે ટીના કરમશીભાઈ ધામેલીયા (ઉ.વ.૩૪) કતારગામ વાસ્તુકલા કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં રાંદલ ટ્રાવેલ્સના નામથી ટ્રાવેલીંગનું કામકાજ કરે છે. આ અગાઉ દિપેન મુંબઈ  માં હીરા દલાલીનું કામ કરતો હતો. ત્યારબાદ સુરત આવી પાંચેક વર્ષ સુધી મહિધરપુરા ભોજાભાઈની શેરીમાં કૈલાસ ચેમ્બરમાં ભાડેથી ઓફિસ રાખી હીરા લે-વેચનો ધંધો કર્યો હતો.

આ પણ વાંચો : સુરત : તાપીમાં ફરી યુવકે મોતની છલાંગ લગાવી આપઘાત કર્યો, મોટરસાયકલમાંથી ઝેરી દવા મળી!

જે ધંધો ઍક વર્ષથી બંધ કરી દીધો હતો. દિપેનની દસ વર્ષ પહેલા રાકેશ વલ્લભ હિરપરા સાથે ઓળખાણ થઈ હતી. અને બે વર્ષથી તેની સાથે હિરા લે વેચનો ધંધો વરાછા મીનીબજાર નવરત્ન ચેમ્બર્સની ઓફિસમાં અને હીરા બજારમાં કર્યો હતો. ગત તા ૨૯ એપ્રિલ2019માં હિપેનના ભાગમાં 239.84 કેરેટના તૈયાર હિરા જેમાં એક કેરેટના રૂયિયા 14,250 હતા અને માર્કેટના રૂલ્સ પ્રમાણે 4 ટકા ડીસ્કાઉન્ટ કરી રૂપિયા 38,28,211 તથા 286.16 કેરેટના રૂપિયા  39,14,668 મળી કુલ રૂપિયા 77,42,789ના તૈયાર હિરા આપ્યા હતા જે અંગે ચિઠ્ઠી પણ લખીઆપી હતી. અને માલનું પેમેન્ટ 90 દિવસમાં કરી દેવાની રાકેશે બાંયેધરી આપી હતી.
" isDesktop="true" id="1065237" >

જાકે નક્કી કરેલ સમય મર્યાદામાં પેમેન્ટ નહી આપતા દિપેનભાઈએ ઉઘરાણી કરતા રાકેશ ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતું અને તેના પિતા વલ્લભ હિરપરાને મળતા તેઓએ બાંયેધરી આપી હતી કે તેનો દિકરો રાકેશ પેમેન્ટની ચિંતા કરતા નહી હીરાની લેવડ દેવડ કરશો તો હું બેઠો છું જેથી દિપેનભાઈએ તેના મિત્ર વિપુલ દિયોરાઓને પણ વલ્લભ હિરપરાના કહેવાથી રાકેશ હિરપરાને ગત તા 28મી માર્ચ 2019ના રોજ કુલ રૂપીયા 9,68,469 તૈયાર હિરાનો માલ આુપ્યો હતો તેમાંથી રાકેશે રૂપિયા 1,04018નું પેમેન્ટ ચુકવ્યુ હતુ જયારે બાકીના રૂપિયા 8,64,451 ચુકવ્યા ન હતા.

ત્યારબાદ દિપેશે તેના અને વિપુલના મળી લેવાના નિકળતા કુલ રૂપિયા 86,07,330ની અવાર નવાર માંગણી કરવા છતાંય પેમેન્ટ નહી આપી સમાધાનના બહાને તેમના ઘરે બોલાવી ફરીથી પેમેન્ટ લેવા આવતા નહી કે ઉઘરાણી માટે ફોન કરતા નહી મારી પાસે એવા માણસો છે કે હું કહું તો તમને જીવતા રહેવા દેશે નહી એટલે પેમેન્ટ ભુલી જાજા તેવી ધમકી આપી હતી.

આ પણ વાંચો :  સુરત : મસાજ પાર્લરમાં યુવતીનું રહસ્યમય મોત, નશીલા પદાર્થનું સેવન કર્યુ હોવાની શંકા, ટીકડીઓ મળી

રાકેશ અન્ય હિરાના વેપારીઓ પણ માલના પેમેન્ટ ચુકવી છેતરપિંડી કરી છે. ફરિયાદ નોંધાવી હતી. વરાછા પોલીસે બે મહિના બાદ આ ગુનામાં રાકેશભાઇ વલ્લ્ભભાઇ હીરપરા અને તેના પિતા વલ્લ્ભભાઇ લાલજીભાઇ હીરપરા ( ઉ.વ.61, રહે. ઘરનં.એ/16, મધુવન સોસાયટી, વ્રજ વાટીકાની સામે ડભોલી રોડ, સીંગણપુર કતારગામ, સુરત. મૂળ રહે.મોટીધરાઇ, તા.વલ્ભીપુર, જી.ભાવનગર ) ની ધરપકડ કરી હતી.
Published by:Jay Mishra
First published:

Tags: Crime news, Diamond Trader, Surat Crime, Surat police, ગુજરાતી ન્યૂઝ

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन