સુરત : હીરાના વેપારી પર બંદૂક અને ચાકુની અણીએ જીવલેણે હુમલો, લૂંટના ઇરાદે આવ્યા હતા 4 શખ્સો


Updated: October 25, 2020, 4:32 PM IST
સુરત : હીરાના વેપારી પર બંદૂક અને ચાકુની અણીએ જીવલેણે હુમલો, લૂંટના ઇરાદે આવ્યા હતા 4 શખ્સો
સુરત પોલીસની ફાઇલ તસવીર

મહિરધરપુરામાં હીરા વેપારીના લમણે બંદૂક અને ગળે છરો મૂકી અને લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો, એક શખ્સ બંદૂક કાનપટ્ટી પર રાખી બોલ્યો 'માલ કહા હે'

  • Share this:
મહિધરપુરા હરીપુરા વિશાલ વાડી પાસે આવેલ હીરાની ઓફિસમાં શુક્રવારે ભરબપોરે ધાતક હથિયારો સાથે ત્રાટકેલા ચાર અજાણ્યાઓએ હીરા વેપારી અને એકાઉન્ટની લમણે રિવોલ્વર અને ગળાના ભાગે રેંબો છરો મુકી બંધક બનાવી હીરા વેપારી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજા પામેલા હીરા વેપારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હીરા વેપારી ઉપર લૂંટના ઈરાદે હુમલો કારાયો હોવાની આશંકા વચ્ચે ઓફિસમાંથી કશું લુટાયું ન હોવાને કારણે પોલીસે જુની અદાવતમાં પણ હુમલો કરાયો હોવાની શક્યતા સાથે તે દિશા પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ધોડદોડ રોડ કાકડીયા કોમ્પ્લેક્ષની પાછળ નંદીગ્રામ એપાર્ટમેન્ટમાં રહેતા અક્ષય નિમિશ કુમાર શાહ છેલ્લા ૫ વર્ષથી ચાર્ટડ એકાઉટન્ટનું કામ કરે છે. અને વરાછા કે.પી સંઘવી બિલ્ડીંગમાં એક વર્ષથી એકાઉન્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. આ ઉપરાંત અક્ષય શાહ મહિધરપુરા હરીપુરા વિશાલા વાડી કોન્ટ્રાકટર ખાંચો ખાતે રતી ઈમેક્ષના નામે હીરાનો ધંધો કરતા તેમના સંબંધી સવાણીનું પણ એકાઉન્ટન્ટનું કામ સંભાળે છે અને અઠવાડિયામાં એકાદ વખતે તેમના હીસાબની એન્ટ્રી માટે ઓફિસ જાય છે.

આ પણ વાંચો :  સુરત : ખાનગી હૉસ્પિટલના ટ્રસ્ટી પર જીવલેણ હુમલો, CCTVમાં કેદ થયો 'આતંકનો ખેલ'

અક્ષયને ગઈકાલે બપોરે આતિષે ફોન કરી તેમની ઓફિસમાં હિસાબનું કામ કરવાનું હોવાનું કહી બોલાવ્યો હતો. જેથી અક્ષય તેમની ઓફિસમાં ગયો હતો. તે વખતે આતિષભાઈ તેમની ખુરશી ઉપર બેઠા હતા અને અક્ષય સામે બેસી લેપટોપ ઉપર હીરા વેપારના ખરીદ વેચાણના બીલો આપતા બીલોના એકાઉન્ટનું કામ કરતો હોય દરમિયાન મોઢા ઉપર માસ્ક પહેરીને ત્રણેક અજાણ્યાઓ રિવોલ્વર અને છરા સાથે અંદર ઘુસ્યા હતા. આતિષભાઈ તેમને કોણ છો હોવાનું કહેતા રસીકભાઈ હોવાનું કહ્યું હતું.

જોકે આતિષભાઈ કોઈ રસીક ભાઈને ઓળખતા ન હોવાથી તેમને કોણ રસીક ભાઈ કહેતા તેમને લમણે રિવોલ્વર મૂકી હતી. બાકીના બે જણાએ અક્ષયના લમણે રિવોલ્વર અને ગળા ઉપર છરો મુક્યો હતો. લુટારુઓએ આતિષ ભાઈને માલ કહા હે તેમ પૂછતા આતિષભાઈએ જણાવેલ કે કુછ નહી હે ઉભેલા અજાણ્યાએ હાથ ઉપર કર લે હોવાનું કહી અને પછી નીચે લેટ જા,ૉ જેથી ટેબલ પાસ સુઈ ગયા હતા અને ઊંધા સુવાનું કહી હાથ પગ અને મોઢું બાંધી દીધા હતા અને ડ્રોવરની ચાવી માંગી હતી લૂંટારૂઓએ આતિષભાઈને પણ રિવોલ્વર બતાવી ખુરશી તરફ ફેંકી જઈ ઢોર મારમાર્યો બાદમાં નાસી ગયા હતા.આ પણ વાંચો : સુરત : યુવતીએ પ્રપોઝનો ઇન્કાર કરતા યુવકે કરી આત્મહત્યા, 'I Love You,' લખી જિંદગી ટૂંકાવી

અક્ષયે લૂંટારૂ ગયા બાદ હાથ પગ ખોલી આતિષને જોવા જતા તેઓ લોહીલુહાણ હાલતમાં પડેલા હતા. જેથી તેમના સંબંધીઓને બોલાવી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને અક્ષય શાહની ફરિયાદ લઈ પોલીસ પહેરીના ત્રણેક ગુનો દાખલ કર્યો હતો. પોલીસની તપાસમાં હુમલાખોરો ઓફિસમાંથી નાં કશું લુંટી ગયા ન હતા. જેથી ક્યાં આતિષભાઈ ઉપર લૂંટના ઈરાદે કે પછી કોઈ જુની અદાવતમાં કરવામાં આવ્યો હોવાની આશંકા સાથે તે દિશામાં પણ તપાસ શરુ કરી છે.
Published by: Jay Mishra
First published: October 25, 2020, 4:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading