સુરત હીરા ઉધોગ માટે ખુશીનાં સમાચાર: એન્ટવર્પની 600 ડાયમંડ ટ્રેડિંગ ઓફિસો ખોલવાની મંજૂરી મળી

સુરત હીરા ઉધોગ માટે ખુશીનાં સમાચાર: એન્ટવર્પની 600 ડાયમંડ ટ્રેડિંગ ઓફિસો ખોલવાની મંજૂરી મળી
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
સુરત : કોરોના બાદ સુરતના ડાયમંડ ઉધોગ જાણે પડી ભાંગ્યો હતો તેવામાં ડાયમંડ ઉધોગ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સુરતનાં એસઇઝેડ (સ્પેશીયલ ઇકોનોમિક ઝોન) માં આવેલી 8 મોટી કંપનીઓની પહેલા હોંગકોંગ બાદ આજથી બેલ્જિયમના એન્ટવર્પમાં આવેલી હીરાની 600 ઓફિસો પણ ખૂલી રહી છે. ત્યારે ડાયમંડ ઉધોગને નવું જીવનદાન મળ્યું છે, કારણકે સુરતથી ડાયમંડ એક્ષ્પોર્ટ શરૂ કરતા અન્ય ડાયમંડ કંપનીઓ પણ ડાયમંડ અને જ્વેલરીનું વેચાણ શરૂ કરવા જઇ રહી છે.

કોરાના વાયરસની શરૂઆત ચીનથી થતા ડાયમંડનું સૌથી મોટું હબ ગણાતું હોગકોંગના ડાયમંડ ઉધોગને સૌથી મોટો ફટકો પડ્યો હતો. ત્યારે ગતરોજ ડાયમંડ સૌથી મોટું એક્સપોર્ટ હબ ગણાતું ર્હોગકોંગ બજાર ખુલી જતા  સુરત હીરા બુર્સ ખાતેથી 3000 કરોડના શીપમેન્ટ એક્ષ્પોર્ટ હોગકોંગ ખાતે તાજેતરમાં મોકલવામાં આવ્યા છે. કરોડો રૂપિયાના ડાયમંડ આવતા બેલ્જિયમ સરકારની આંખ ખુલી ગઇ છે. બીજી તરફ એન્ટવર્પ વર્લ્ડ ડાયમંડ સેન્ટરે આજથી  એન્ટવર્પની 600 જેટલી ડાયમંડ ટ્રેડિંગ ઓફિસો ખોલવા માટે મંજૂરી આપી છે.જોકે, એન્ટવર્પમાં ડાયમંડ અને જેમ્સ એન્ડ જવેલરી મેન્યુફેકચરીંગ યુનિટોમાં કામદારો 15 મીટરનું સોશ્યિલ ડિસ્ટન્સ જાળવે તેવો આદેશ આપવામાં આવ્યો છે. બેલ્જીયમમાં કુલ 50781 કોરોના પોઝીટીવના કેસ નોંધાયા હતા અને 8339 લોકોના મોત થયા હતા. એન્ટવર્પમાં તેની કોઇ ખાસ મોટી અસર થઇ ન હતી. જેથી એન્ટવર્પ ફરી ઓપન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એન્ટવર્પમાં આજથી  બ્રોકર, કુરીયર સર્વિસ પણ શરૂ કરવામાં આવશે. એન્ટવર્પ વર્લ્ડ ડાયમંડ સેન્ટરના આંકડાઓ મુજબ માર્ચમાં પોલિશ્ડ ડાયમંડનો ઇમ્પોર્ટ 73 ટકા ઘટ્યો હતો. જે 1.5 બિલિયન યુએસ ડોલર ઓછો રહ્યો જયારે રફનો એક્સપોર્ટ 51.3 ટકા ઓછો રહ્યો છે.

જયારે હોંગકોંગ અને સ્વીત્ઝલેન્ડમાં પણ જેમ્સ એન્ડ જવેલરી ઉદ્યોગ શરૂ થતા એન્ટવર્પમાં પણ ગતિવિધિ તેજ થઇ છે. જયારે સિંગાપોરની સરકારે પણ 1 જૂનથી જેમ્સ એન્ડ જવેલરીનો વેપાર શરૂ કરવાનું નક્કી કર્યું છેચીનમાં પણ જેમ્સ એન્ડ જવેલરીનો વેપાર શરૂ થતા સુરત-મુંબઇથી એક્સપોર્ટ શરૂ થયો ચીનના વુહાન સિવાયના શહેરોમાં કોરોના વાયરસ સંક્રમણની અસર ઓછી હોવાથી ચીનની સરકારે પણ જેમ્સ એન્ડ જવેલરીનું માર્કેટ પુનઃ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેને પગલે સુરત અને મુંબઇથી પોલિશ્ડ ડાયંમડનો એક્સપોર્ટ શરૂ થયો છે. લોકડાઉનના સમયગાળા દરમ્યાન સુરત હીરા બુર્સથી 3000 કરોડના હીરા હોંગકોંગ એક્સપોર્ટ કરવામાં આવ્યા હતા. મોટાભાગે હોંગકોંગ અને સિંગાપોરથી ચીનમાં પોલિશ્ડ ડાયમંડ અને ડાયમંડ જવેલરીનો વેપાર થાય છે. સુરત એસઇઝેડમાં પણ 8 જેમ્સ એન્ડ જવેલરી કંપનીઓ પ્રોડકશન કરી રહી છે.

આ પણ વાંચો -  ગુજરાતમાં આગામી બે દિવસ પવન સાથે ગરમીનો રહેશે કહેર

સુરત હીરા બુર્સને મળેલી પરવાનગીના કારણે સુરતથી 80થી વધુ હીરાના રૂ.1000 કરોડના પાર્સલ ઈમ્પોર્ટ થઈ ચૂક્યા છે. જ્યારે આવનારા 20 દિવસમાં રૂ.3000 કરોડના હીરા એક્સપોર્ટ થશે. જાન્યુઆરીમાં બેંક ગેરેન્ટી વગર સુરત હીરા બુર્સથી એક્સપોર્ટને મળેલી પરવાનગીથી સુરતનો હીરા એક્સપોર્ટનો ધંધો ધમધમી રહ્યો છે.

આ પણ જુઓ - 
Published by:News18 Gujarati
First published:May 11, 2020, 09:40 am

ટૉપ ન્યૂઝ