સુરત : કોરોના વાઇરસને લઇને લોકડાઉન વચ્ચે સરકારે કોઈ પણ કર્મચારી પગાર નહીં કાપવા માટે આદેશ કર્યા હતા તયારે સુરતની એક હીરા કંપનીએ કારીગરોનો અડધો પગાર કાપી લીધો હતો. જોકે અનલૉક શરૂ થતાં આપેલ અડધો પાગર કંપની દ્વારા પરત માંગતા કંપનીમાંથી 10 જેટલા કારીગર છૂટા કરાયા હોવાની વાત સામે આવી છે.
કોરોના વાઇરસનું સંક્રમણ નહીં વધે તે માટે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જોકે આ સમયે વેપાર ઉધોગ બંધ હોવાને લઇને નોકરિયાત વર્ગને તકલીફ નહીં પડે તે માટે સરકાર દ્વારા પગાર નહીં કાપવાની સૂચના આપવામાં આવી હતી.
છતાંય સુરત ના વરાછા રોડ ગિતાંજલી પાસે આવેલી હીરાની અશ્વીન ડાયમંડ કંપની દ્વારા 200 જેટલા કર્મચારી 50 ટકા પગાર ચૂકવામાં આવ્યો હતો. જોકે કર્મચારી વિરોધ કર્યો ન હતો. બેંક ખાતામાં નાખેલ આ પગાર અનલૉક 1 શરૂઆત થતા આ હીરા કંપની શરૂ તો થઈ ગઈ પરંતુ અહીંયા કામ કરતા 200 કારીગર બેંક ખાતામાં નાખેલ પગાર પાછો માંગ્યો હતો.
જેને લઇને કર્મચારી દંગ રહી ગયા હતા. જોકે પગાર પરત માંગતા 200 માંથી 10 જેટલા કારીગરોએ વિરોધ નોંધાવતા કંપની દ્વારા આ કારીગરોને છુટા કરી નાખવામાં આવતા આ કારીગરોને અટવાઈ જવાનો વારો આવતા આ કારીગરો રત્નકલાકર સંઘ પાસે પોતાની ફરિયાદ લઇને પહોંચ્યા હતા. જોકે રત્નકલાકર સંઘ એ આ મામલે આ કારીગર ની કારીગરોએ પોલીસમાં અને લેબર ડિપાર્ટમેન્ટમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.