સુરત : લૉકડાઉન વચ્ચે સૌરાષ્ટ્રના જાણીતા ડાયમંડ ઉદ્યોગપતિને જાનથી મારી નાખવાની ધમકી મળતા ખળભળાટ


Updated: April 29, 2020, 1:37 AM IST
સુરત : લૉકડાઉન વચ્ચે સૌરાષ્ટ્રના જાણીતા ડાયમંડ ઉદ્યોગપતિને જાનથી મારી નાખવાની ધમકી મળતા ખળભળાટ
સૌરાષ્ટ્રના અને સુરતના હીરાઉદ્યોગમાં જેમની ખૂબ નામના છે એવા ગજેરાએ આ મામલે પોલીસ ફરિયાદ કરી છે.

લૉકડાઉન અને કોરોના કહેરની વચ્ચે સુરતમાં જમીન અને સંપત્તિ માટે આખલા યુદ્ધ, હીરાઉદ્યોગ આલમમાં સમાચારથી ખળભળાટ

  • Share this:
સુરત :  કોરોના વાયરસ (Coronavirus)ને લઇને એક બાજુ લોકડાઉન (Lockdown) ચાલે છે ત્યારે તમામ વેપાર ઉધોગ સતત બંધ છે, ત્યારે આ સમયે સુરત (Surat) અને સૌરાષ્ટના (Saurashtra)ના જાણીતા ઉધોગપતિને ગતરોજ સુરતના એક જમીન પ્રકરણમાં જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.  એક અજાણ્યા યુવાન દ્વારા ફોન પર મારી નાખવાની ધમકી આપવામાં આવતા ખળભળાટ મચી ગયો  હતો.  જોકે આ ઉદ્યોગપતિ દ્વારા આ મામલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે ,જેને લઇને પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે

બનાવની વિગત એવી છે કે  કોરોના વાયરસને લઇને એક બાજુ લોકડાઉન ચાલી રહ્યુ છે ત્યારે શહેરમાં તમામ વેપાર ઉધોગ બંધ છે.  સુરતના અને સૌરાષ્ટના જાણીતા ઉદ્યોગપતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો મામલો સામે આવ્યો છે.

આ પણ વાંચો :   સુરત : ડાયમંડ બુર્સ ખાતે કામદારોનો હોબાળો, પથ્થરમારો કરી ઓફિસના કાચ તોડી નાખ્યા

કતારગામના જમીન પ્રકરણ મામલે ધમકી

આ મામલે સુરતના ડાયમંડ ઉધોગ સાથે જોડાયેલ વસંત ગજેરાએ કતારગામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ મહા નગરપાલિકાની કતારગામ ઝોન ઓફિસ નજીક રામજી કૃપા સોસાયટીને અડીને આવેલી સરવે નંબર 244 વાળી જમીન તેમણે રમણ ભવાનભાઈ ડાહીબેન, સુમનબેન, મણીબેન વગેરે પાસેથી ચુનીભાઈ ગજેરાના નામે ખરીદી હતી. પરંતુ કેટલીક સરકારી પ્રક્રિયાના કારણોને લઈને આ જમીન ચુનીભાઈ ગજેરાના નામ ઉપર ચડાવવામાં આવી નહોતી.

હાલ આ જમીનનો કબજો વસંત ગજેરા અને ચુની ગજેરા પરિવાર પાસે છે તથા તેમના માણસો આ જમીન ઉપર વસવાટ સાથે રખેવાળી પણ કરે છે. દરમિયાન ગત તારીખ 23ના રોજ સવારે પોણા દસ વાગ્યે એક અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો, તથા સર્વે નંબર 244 વાળી જમીન તેમણે જમીન માલિક પાસેથી ખરીદી લીધી હોવાનું જણાવી વસંત ગજેરાને પતાવટ કરી લેવાની ચેતવણી આપી હતી અને જમીન ઉપરથી માણસો  હટાવી લેવાની તાકીદ કરી હતી અને આમ કરવામાં નહીં આવે તો વસંત ગજેરાની હત્યા કરી નાખવાની ધમકી આપી હતી.આ પણ વાંચો :   સુરત : 24 કલાકમાં કોરોનાના વધુ 30 કેસ પોઝિટિવ, 4નાં મોત, વરાછા-Aમાં આવ્યા સૌથી વધુ કેસ

વસંત ગજેરાએ ટેલીફોનિક ધમકીની ગભીરતાને લઇ  કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી વસંત ગજેરાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ અજાણ્યા ઇસમે મોબાઈલ નંબર 9824297865 ઉપરથી ધમકી આપતો ફોન કર્યો હતો જોકે પોલીસે તાતકાલિક તેમની ફરિયાદ ના આધારે ગુનો નોંધી આરોપીને પકડી પાડવા માટે કવાયત હાથ ધરી છે.
First published: April 28, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading