સુરત: હીરા બજારમાં વેપાર મંદ થતાની સાથે જ ફરીથી ઉઠામણાંનો દોર થરૂ થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે. સુરતના મીની બજારમાં વર્ષોથી દલાલી કરી રહેલો હીરાના દલાલ અચાનક 40 કરોડનું ઉઠામણું કરી જતાં અનેક લેણદારોન નાણાં ફસાઈ ગયા છે.
મહત્વનું છે કે આ પહેલા પણ સુરતના અનેક વેપારીઓએ કરોડોનું ઉઠામણું કરીને નાદારી જાહેર કરી દીધી હતી. ત્યારે સુરતમા અન્ય એક દલાલે 40 કરોડ રૂપિયાનું ઉઠામણું કરી લીધી. અને બાદમાં નાદારી જાહેર કરી લીધી. જેને લઈને અનેક વેપારીઓને અને દલાલોનાં કરોડો રૂપિયા ફસાઈ ગયા છે.
આ દલાલે બારોબાર હીરા વેચીને નાદારી જાહેર કરી દીધી છે. અને હીરા ખરીદનારોએ કંપનીઓને પેમેન્ટ ચૂકવવાનો ઇન્કાર કરી દીધો છે. જેને લઈને લેણદારો મુંઝવણમાં મુકાઈ ગયા છે. જોકે, આ ઉઠામણાંનો આકંડો વધે તેવી શક્યતા વર્તાય રહી છે.
Published by:Nisha Kachhadiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર