સુરતમાં દિવાળી ને માત્ર ગણા ગાંઠ્યા દિવસો બાકી છે ત્યારે એક વેપારીએ 30 વેપારીના કરોડો રૂપિયાના હીરા (Surat Diamond) સાથે ગાયબ થઇ જતા ફફડાટ મચી છે એક બાજુ કોરોના મહામારીના કરોડો (Diamond Broker Runaway with Diamonds) રૂપિયાનું નુશાન વેઠી ચૂકેલા હીરા ઉધોગમાં સતત ઉઠમણાં ચાલી રહ્યા છ તેવામાં વધુ એક વેપારીના ઉઠમણાંએ એ ભારે ચકચાર મચાવી છે. આ ફૂલેકામાં એક સૌરાષ્ટ્રનો (Saurashtra) હીરા દલાલ 30 વેપારીનો આશરે 15 કરોડ રૂપિયાનો (Broker cheating of 15 Crore rupees) તૈયાર માલ લઈને રફૂચક્કર થઈ ગયો હોવાની માહિતી બહાર આવી રહી છે.
કોરોના મહામારી વચ્ચે (Coronavirus) એક બાજુ ઉધોગ જેમ તેમ પાટા પર આવી રહ્યો છે. તેવામાં હીરા ઉધોગમાં સતત ઉઠમણાં અને છેતરપિંડીની ઘટના ઘટી રહી છે. આ સાથે જ આ ઉધોગ સાથે જોડાયેલા લોકોની ચિંતામાં સતત વધારો કરી રહી છે તેવામાં સુરતના હીરા બજારમાં હીરા દલાલ જાંગડ પર વેચવા આપેલા હીરાનાં પેકેટ લઈને ગાયબ થઈ ગયો છે. 2 દિવસ પૂર્વે જ હીરા વેપારીઓ પાસેથી વેચાણ માટે હીરાના પડીકા લઈને જનાર દલાલે રૂ.15 કરોડમાં ઉઠમણું કરી લીધું હોવાની ચર્ચા છે.
શહેરના હીરા ઉદ્યોગમાંથી મળતી માહિતી પ્રમાણે, એક સૌરાષ્ટ્રવાસી હીરા દલાલ તૈયાર હીરાના પાર્સલ સાથે ગાયબ થઈ ગયો છે. જેના કારણે 30થી વધુ વેપારીઓનાં રૂપિયા 15 કરોડથી વધુ ફસાયા હોવાની વાત છે.
આ પણ વાંચો : અરવલ્લી : મોડાસા ગ્રામ્ય પોલીસે 1.25 કરોડ રૂપિયાની ચાંદી ઝડપી, બે શખ્સોની અટકાયત
2 દિવસ પૂર્વે જ મહિધરપુરાનાં એક વેપારીએ રૂ.10 થી 15 લાખના હીરાનું પાર્સલ વેચાણ કરવા માટે આ દલાલને આપ્યું હતું. જોકે, તે કઈ પાર્ટીને વેચવામાં આવ્યું છે. તેની પણ જાણકારી નહીં હોવાના કારણે આવા નાના હીરા વેપારીઓની હેરાનગતિ વધી છે. ઘણાં ચિટર અને ઠગ લોકો હીરા દલાલનાં સ્વાંગમાં માર્કેટમાં ફરી એક્ટિવ થયા છે. જેના કારણે નાના હીરા વેપારીઓએ કોના પર વિશ્વાસ રાખીને વેપાર કરવો તે અઘરો થયો છે.
આ પણ વાંચો : સુરત : ડૉ.સંકેત 100 દિવસે Coronaને હરાવી પરત ફર્યા, દર્દીનો જીવ બચાવવા પોતાનું ઓક્સિજન માસ્ક કાઢી નાખ્યું હતું
અગાઉ પણ આવા ઘણાં કિસ્સાઓ બની ચુક્યાં છે. જેથી આવા સમયે પેમેન્ટની બાબતે દલાલનાં ભરોસે નહીં બેસી સીધું વેપારી પાસેથી પેમેન્ટ મેળવી લેવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, અંદાજે 30 જેટલા વેપારીઓનાં નાણાં આ દલાલને કારણે ફસાયા હોવાની પ્રાથમિક ચર્ચા છે. જોકે કોરોના મહામારી બાદ આ ઉધોગ શરૂ થતાની સાથે સુરત અને મુંબઈમાં મળીને અંદાજિત 500 કરોડ કરતા વધુનાં હીરા લઇને અલગ લાગે વેપારી ઉઠમણાં કરી ચૂકયા છે. ત્યારે સમી દિવાળીએ વધુ એક વેપારીનાં ઉઠમણાંને લઇને ભારે ચકચાર મચી જવા પામી છે.