સુરત : વરાછાનો હીરા દલાલ 15 કરોડનો પોલિશ્ડ માલ લઈને ગાયબ, વેપારીઓને પડ્યા માથે પાટું


Updated: July 3, 2020, 12:07 PM IST
સુરત : વરાછાનો હીરા દલાલ 15 કરોડનો પોલિશ્ડ માલ લઈને ગાયબ, વેપારીઓને પડ્યા માથે પાટું
સુરત : Diamond જગતમાં ચકચાર મચાવતું ફૂલેકું

હીરાના વેપારીઓને પડ્યા માથે પાટું, એક જ મહિનામાં ઉઠમણાનો આંકડો 75 કરોડ રૂપિયાએ પહોંચ્યો

  • Share this:
સુરતના (surat) વરાછા (varacha) વિસ્તારનો એક હીરા દલાલ (Diamond broker) ગુરૂવારે રૂ.15 કરોડના (Diamond worth of 15 crores)  પોલિશ્ડનો માલ વેપારીઓ અને મેન્યુફેક્ચરર્સ પાસેથી મેળવીને, ફરાર (Flew) થઇ ગયો છે. વાસ્તવમાં, વેપારીઓ અને મેન્યુફેક્ચરર સાથે સીધેસીધી છેતરપિંડી (Cheating) કરવામાં આવી છે. દલાલે પોલિશ્ડ સસ્તામાં રોકડેથી વેચીને અને જૂની ચિઠ્ઠીઓ કપાવીને પૈસા મેળવ્યા છે. જોકે કોરોના (corona) બાદ ફૂલેલા માર્કેટ બાદ સતત હીરા માલ લઇને ગુમ થવા અથવા ઉઠમણાં કરવાની સિલસિલો ચાલુ થયો છે અંદાજિત તેનો આંકડો 75 કરોડ અજુબાજુ પહોંચ્યો છે.

કોરોનાવાઇરસને (Coronavirus) લઈને ચાલેલા લાંબા લોકડાઉન (Lockdown) બાદ હીરા ઉધોગ (Diamond Industry) શરુ થયા છે, પણ તેમાં પણ વેપારીઓ રડવાનો વારો આવ્યો છે. કારણકે આ ઉધોગ વિશ્વાસ પર ચાલતો હોય છે. ત્યારે કોરોનાને લઈને હાલમાં પાલિકા દ્વારા મહિધરપુરા હીરા બજારને કલસ્ટર જાહેર કર્યુ હોવા છતાં હજુ પણ બજારમાં ગતિવિધિ જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપાર ખોરવાતા હીરા ઉદ્યોગને માઠી અસર પડી છે.

લોકડાઉનમાં ઉદ્યોગ ધંધા બંધ કરાવી દેવાતા જૂની ઉઘરાણી પણ સલવાઈ હતી. હવે ધીરે ધીરે ગાડી પાટે ચઢાવવા ઉદ્યોગ મથામણ કરી રહ્યો છે ત્યારે ઉઠમણાંના પ્રકરણો પ્રકાશમાં આવવા માંડયા છે. જૂની ઉઘરાણી શરૂ કરાતા કોરોનામાં કાચા પડેલા દલાલો અને કારખાનેદારો ભૂગર્ભમાં સરી ગયા છે.


આ સ્થિતિને કારણે સુરત જ નહીં મુંબઈના હીરાબજારમાં પણ ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે તેવામાં સુરત ના હીરા બજારમાં મૂળ સૌરાષ્ટ્રવાસી હીરા  .15 કરોડનો માલ જાંગડ પર વેચવા લીધો હતો. મંગળવારથી બજાર બંધ થતાં આ દલાલ ગાયેબ થી ગયો છે. આ હીરા દલાલ  મેન્યુફેક્ચર્સ અને વેપારીઓને વિશ્વાસ બેસે તે માટે જૂની ચિઠ્ઠીઓનું પણ પેમેન્ટ કરાવી આપવાનો વિશ્વાસ આપી હોવાનું જૂની ચિઠ્ઠીઓ મેળવી લીધી હતી. જેઓએ ચિઠ્ઠી ઉપરાંત પોલિશ્ડનો માલ આપ્યો હતો.

આ પણ વાંચો :  સુરત : બિચારા ખેડૂતની કઠણાઈ, બટાકા વેચવા છેક બનાસકાંઠાથી આવ્યો, માલના પૈસા રીક્ષામાં ચોરાઈ ગયાજો આ દલાલે માલ  બધો માલ બજારમાં સસ્તામાં વેચી પૈસા ગજવે ઘાલ્યા છે. જૂના સોદાઓના પૈસા અપાવવાની લાલચ આપીને ચિઠ્ઠીઓ મેળવીને પણ નાણાં ઉઘરાવી લીધા છે અને ગાયબ થઈ જતા દલાલ હાલ ક્યાં છે તે કોઇને ખબર નથી. પણ ભોગ બનેલા વેપારીઓ અને મેન્યુફેકચરર્સ દોડતા થઇ ગયા છે. જોકે છેલ્લા થોડા દિવસ માં આજ રીતે  અઠવાડિયે જ એક વેપારી રૂપિયા 6 કરોડમાં ઉઠમણું કરીને નાસી ગયો હતો.

આ પણ વાંચો :  સુરત : દિયરના લગ્નની વાત ભંગાવવા માટે ભાભીએ તમામ હદ વટાવી, પોલીસ તપાસમાં ખુલ્યું રહસ્ય

જૂનમાં એન્ટવર્પમાં વેપાર કરતાં અને સુરત-મુંબઈના હીરા બજાર સાથે સંકળાયેલા એક વેપારીએ રૂ.40 કરોડમાં ત્યારબાદ બે વેપારીઓએ 10-10 કરોડમાં ઉઠમણું કર્યુ છે. આજદિન સુધી ઉઠમણાનો આંક રૂ.75 કરોડની પાસે પહોંચ્યો છે. ત્યારે હાલમાં હીરા બજારમાં ડર સાથે ભાઈનો માહોલ જોવા મળી રહીયો છે કારણકે કોરોના બાદ વેપાર નથી અને આવી રીતે માલ લઈને ડાલ્ડા ગૌબ અથવા ઉઠમણું કરો વેપારી ને રડવાના વારા સિવાય ટકોઈ છૂટકો નથી
First published: July 3, 2020, 12:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading