સુરત : હીરાના કારખાના અને ઓફિસો 6 કલાક ચાલુ રાખવા ડાયમંડ એસો.નો નિર્ણય


Updated: May 25, 2020, 12:41 PM IST
સુરત : હીરાના કારખાના અને ઓફિસો 6 કલાક ચાલુ રાખવા ડાયમંડ એસો.નો નિર્ણય
ફાઈલ તસવીર

સવારે 8થી 1 વાગ્યા સુધી વેપાર ચાલુ રાખવા હિમાયત કરવામાં આવી છે.

  • Share this:
સુરત : કોરોના વાયરસને કારણે લોકડાઉનમાં આપવામાં આવેલી છુટછાટ બાદ આજથી નોન કન્ટેઇનમેન્ટવિસ્તારમાં દરરોજ 6 કલાક ફેકટરી અને ઓફિસ ખોલવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત ડાયમંડ એસોશિએશને ગત રોજ ઉદ્યોગકારો સાથે બેઠક કર્યા બાદ રવિવારે કારોબારીની બેઠક બોલાવી હતી. વેપારીઓ નિયમની ઐસીતૈસી કરી રહ્યા હોવાથી સવારે 8થી 1 વાગ્યા સુધી વેપાર ચાલુ રાખવા હિમાયત કરવામાં આવી છે. જયારે સરકારની સંપૂર્ણ ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે. તેવામાં સુરતનાં બંને મોટા હીરા બજાર હજુ બંધ છે.

કોરોના વાયરસના લૉકડાઉન વચ્ચે સરકાર દ્વારા ઉધોગોને છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે કેટલાક વેપારીઓ નોન કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં નિયમની ઐસીતૈસી કરી રહ્યા છે.  જેને કારણે ગતરોજ રોજ સુરત ડાયમંડ એસોસિએશનના કારોબારીની બેઠક બોલાવવામાં આવી હતી. આ અંગે એસોસિએશનના પ્રમુખ બાબુ કથીરીયાએ જણાવ્યું હતું કે, હજુ હીરાની ઘણી મર્યાદિત ઓફિસો અને કારખાના શરૂ થયા છે. આ તમામને નિયમો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે તાકીદ કરવામાં આવી છે. હજુ પણ કોરોનાનો ભય આપણી પર મંડરાય રહ્યો છે ત્યારે તકેદારી અત્યંત જરૂરી છે. તેવા સંજોગોમાં ઉદ્યોગકારો અને રત્નકલાકરો તથા કર્મચારીઓએ સાવચેતી કેળવવી આવશ્યક છે. બીજી તરફ લૉક્ડાઉન ક્યાં સુધી રહેશે તે અંગે અનિશ્ચિતતા છે. જેને પગલે હાલમાં માત્ર 6 ક્લાક માટે એકમો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેથી સવારે 8થી બપોરે 1 વાગ્યા સુધી જ એકમો શરૂ રાખે તેવો અનુરોધ પણ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, વરાછા વિસ્તારના કેટલાક કારખાના મોડે સુધી ચાલુ રહેતા હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે. જેથી આવા કારખાનેદારોને નિયમો પાળવા માટે તાકીદ કરવામાં આવી છે સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઇન અમલ કરવા સાથે તમામ એકમો આજથી શરૂ થયા છે. જેને કારણે ડાયમંડ ઉધોગમાં રોનક જોવા મળી છે. તેની વચ્ચે ડાયમંડના બે મોટા બજાર વરાછા અને મહિધરપુરા એકમો શરુ થયા છે પણ બજાર હજુપણ બંધ જોવા મળી રહ્યા છે.
First published: May 25, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading