સુરત: ડાયમંડ અને કાપડ ઉદ્યોગના કર્મીઓ બની રહ્યા Corona સ્પ્રેડર, નથી કોરોનાનો ડર - જોવા મળી બેદરકારી


Updated: June 29, 2020, 4:22 PM IST
સુરત: ડાયમંડ અને કાપડ ઉદ્યોગના કર્મીઓ બની રહ્યા Corona સ્પ્રેડર, નથી કોરોનાનો ડર - જોવા મળી બેદરકારી
પ્રતિકાત્મક તસવીર

અહીંયા નીતિ નિયમનું પાલન નથી થતું, તેવી વ્યાપક ફરિયાદો ઉઠી હતી.

  • Share this:
સુરત : ગુજરાતનું સુરત કોરોનાનું સુપર સ્પ્રેડર બન્યું છે. સુરતમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. કારણ કે સુરતના ડાયમંડ ઉધોગ અને કાપડ ઉધોગમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે, તેની પાછળનું મુખ્ય કારણ કર્મચારીઓમાં તકેદારીનો અભાવ જોવા મળી રહ્યો છે. હાલમાં વેપાર ઉધોગ શરુ થતા લોકો વતન તરફથી પરત ફરી રહ્યા છે, અને કોરોનાથી બચવા જેમ કે, માસ્ક પહેરવું, સાબુથી, સેનેટાઈઝથી હાથ ધોવા જેવી સામાન્ય તકેદારી રાખવામાં પણ આળસ જોવા મળી રહી છે.

ગુજરાતનું આર્થિક પાટનગર એટલે સુરત અહીંયા સૌથી મહત્વના બે ઉધોગો આવેલા છે. આ શહેરમાં અનેક રાજ્યના લોકો વસે છે. કોરોના સક્ર્મણને લઈને લોકડાઉનમાં મોટા પ્રમાણમાં સુરતમાં રહેતા અલગ-અલગ પ્રાંતના લોકો પોતાના વતન જતા રહ્યા છે. તો પણ અમદાવાદ બાદ સુરતમાં સતત કોરોના સંક્રમિતના કેસ વધી રહ્યા છે, તેની પાછળ અને કારણો જવાબદાર છે.

ખાસ કરીને ડાયમંડ ઉધોગમાં સતત દર્દીની સંખ્યા વધી રહી છે. કારણ કે અહીંયા આવેલા મોટાભાગના ડાયમંડ કારીગરો એસીમાં બેસીને કામ કરતા હોય છે, આ કારીગરો એક જ રૂમમાં વધુ સંખ્યામાં બેસતા હોય છે જેને લઈને એક કારીગર સંક્રમિત થાય તો તે અનેક લોકોને સંક્રમિત કરે છે. સુરતમાં સતત વધી રહેલા કેસને લઈ ડાયમંડ એસોસિયેશન અને મનપા કમિશનર સાથે એક મીટીંગ કરવામાં આવી હતી અને ડાયમંડ ઉધોગ શનિ અને રવિવારે બંધ કરવાની જાહેરાત કરવામાં આવી રહી. કારણ કે અહીંયા નીતિ નિયમનું પાલન નથી થતું, તેવી વ્યાપક ફરિયાદો ઉઠી હતી.

હીરાના કારખાનામાં એક ઘંટી પર બેની જગ્યાએ ચાર લોકોને બેસાડવામાં આવતા હોવાને લઈને સોશિયલ ડિસ્ટનનો ભંગ થતો જોવા મળ્યો હતો. આવા તમામ કારખાનામાં સમૂહમાં લોકો ભોજન લેતા હતા જેથી સંક્રમિત થવાનો કતરો વધે તેમ હતો, જેથી તંત્ર દ્વારા આવી ભોજનની કેન્ટીન પણ બંધ કરાવી છે.

આ સિવાય ડાયમંડમાં કામ કરતા કર્મચારીઓ સૌરાષ્ટ તરફથી પાછા વળવા લાગ્યા છે, જેથી હવે હવે કતારગામ અને વરાછા ઝોનમાં આ લોકોની વસ્તી વધુ હોવાને લઈને સતત કેસોની સંખ્યા વધી રહી છે. જેને લઈને તંત્રની ચિંતા વધી છે.

બીજી બાજુ સુરતના રિંગરોડ પર આવેલ કાપડ માર્કેટમાં પણ ધીરે ધીરે કેસ વધી રહ્યા છે. અહીંયા પણ રાજસ્થાનથી કર્મચારીઓ આવી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે અને કેસમાં નિયંત્રણ આવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
First published: June 29, 2020, 4:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading