Home /News /south-gujarat /સુરત : કોરોના વચ્ચે એક સાથે 99 જુગારી ઝડપાતા મહિધરપુરાના PI ધવન સસ્પેન્ડ

સુરત : કોરોના વચ્ચે એક સાથે 99 જુગારી ઝડપાતા મહિધરપુરાના PI ધવન સસ્પેન્ડ

એકસાથે 99 જુગારી પકડાયા હતા.

મહિધરપુરા પોલીસ સ્ટેશનથી 500 મીટરના અંતરે કુખ્યાત આસીફ ગાંડાની જુગારની ક્લબ આવેલી હતી, જેના પર દરોડાં થયા હતા.

સુરત : મહિધરપુરા પોલીસ સ્ટેશન (Mahidharpura Police Station) હદમાં ત્રણ દિવસ પહેલા બેગમપુરા વિસ્તારના તુલસી ફળિયામાં ચાલતાં જુગારધામ (Gambling Den) પર દરોડા પાડવામાં આવ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell)ના આ દરોડામાં 99 જુગારી ઝડપાયા હતા. આ જુગારધામને લઈને બેદરકારીના કારણે મહિધરપુરા પોલીસ સ્ટેશનના પી.આઇ. એ. આર. ધવન (Police Inspector A.R. Dhavan)ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આ અંગે ડીજીપી શિવાનંદ ઝાએ ડાયરેક્ટ સસ્પેન્શનનો ઓર્ડર કર્યો છે. મહિધરપુરા પોલીસ સ્ટેશનથી 500 મીટરના અંતરે કુખ્યાત આસીફ ગાંડાની જુગારની ક્લબ આવેલી હતી. બાતમીના આધારે તેઓએ 16 જુલાઈના રોજ બપોર બાદ આસીફ ગાંડાની ક્લબ પર છાપો માર્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલે એસ.આર.પી.ની સુરક્ષામાં છાપો માર્યો હતો. જેમાંથી 99 જુગારીઓને મોનિટરિંગ સેલે ઝડપી પાડી 15 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ પણ વાંચો : ગાંધીનગર : આંખે પાટા બાંધવાની રમત રમવાના બહાને પત્નીએ પતિને યમલોક પહોંચાડી દીધો

દરોડ દરમિયાન ગંજીફાની કેટનો ઢગલો, ડાયરીઓ અને કોઈન કબજે કર્યા હતા. ઉપરાંત મુંબઈના આંકડા પર પણ જુગાર રમાતો હતો. પોલીસને આસીફ ગાંડો મળ્યો ન હતો. પરંતુ તેના પંટરો મળ્યા હતા.

આ ક્લબમાં કોઈ પણ જુગારી સીધો જુગાર રમવા આવી શકતો ન હતો. અંદર આવવા માટે એવી વ્યવસ્થા હતી કે અન્ય કોઈ જુગારી પહેલાથી ક્લબમાં આવતો હોય તે નવા જુગારીને કોડ આપે છે. આ કોડ ક્લબ પર જણાવવામાં આવે ત્યાર બાદ જ નવા જુગારીને એન્ટ્રી આપવામાં આવતી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા બાદ શહેર પોલીસની પોલ ઉઘાડી પાડી હતી.

આ પણ વાંચો : અમદાવાદ : રિવરફ્રન્ટ પર યુવકે યુવતીને માર્યો માર, લોકો એકઠા થતાં ઊભી પૂછડીયે ભાગ્યો

પોલીસે 99 જુગારીઓ સાથે આસીફ ગાંડાના જુગાર કલબમાંથી રૂ.15 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્યારબાદ રાજયના ડીજીપી શિવાનંદ ઝાએ મહિધરપુરાના ઇન્ચાર્જ પી.આઇ. એ.આર. ધવનને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. જોકે, હજુ સુધી શહેર પોલીસ કમિશ્નરે મહિધરપુરા પોલીસના કેશિયરને સસ્પેન્ડ કરતો ઓર્ડર રજુ કર્યો નથી તેમજ ડિસ્ટાફ વિસર્જન કરવામાં આવ્યુ નથી.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Shivanand Jha, Surat police, ગુનો, જુગાર, પોલીસ, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन