Home /News /south-gujarat /અરબી સમુદ્રમાં લૉ પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થયું, સુરતનાં દરિયાકાંઠેથી 920 કિ.મી. દૂર

અરબી સમુદ્રમાં લૉ પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થયું, સુરતનાં દરિયાકાંઠેથી 920 કિ.મી. દૂર

વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં તંત્ર એલર્ટ થઇ ગયું છે

વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં તંત્ર એલર્ટ થઇ ગયું છે

  સુરત  : ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યાં હવે વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે. દક્ષિણ પૂર્વ નજીક પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થયું છે. 1 જૂન સુધીમાં લૉ પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઇને ઉત્તર દિશા તરફ આગળ વધશે. આગામી 12 કલાકમાં ડિપ્રેશન પરિવર્તિત થઇને ડીપ ડિપ્રેશન બનશે. જે બાદ ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇને આગામી 24 કલાકમાં દરિયા કિનારા તરફ ધીમે ધીમે આગળ વધશે. 3 જૂનના રોજ ગુજરાતના દરિયાકિનારે પહોંચવાની શક્યતા છે. આ વાવઝોડું સુરતનાં દરિયા કિનારાથી 920 કિમી દૂર છે. વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં તંત્ર એલર્ટ થઇ ગયું છે. વાવઝોડા સામે રાજ્ય સરકાર તૈયારીઓ કરી રહી છે. આ સાથે NDRFની 11 ટીમો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતનાં દરિયાઇ કાંઠે મોકલવામાં આવી છે જે સાંજ સુધી પહોંચી જશે.

  માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

  રાજ્યમાં વાવાઝોડાના પગલે જૂનાગઢના માંગરોળ, જામનગરના રોજી બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. જ્યારે નવસારીમાં કાંઠાના તમામ સરપંચ-તલાટીઓને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે સુરત ખાતે વાવાઝોડાના પગલે NDRFની ટીમ ફાળવવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

  આ પણ વાંચો - શુ કોરોના મહામારી દરમિયાન રૂપાણી સરકાર અને ભાજપ સંગઠન વચ્ચે તાલમેલનો અભાવ છે?

  3 અને 4 જૂન ભારેથી અતિભારે વરસાદની આગાહી

  અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાતની હાલની સ્થિતિ પ્રમાણે સાઉથ ગુજરાત અને મુંબઇ વચ્ચે 3 જૂનના રોજ ટકરાવવાની સંભાવનાથી તંત્ર સજાગ થઇ ગયું છે. ચક્રવાતને લઇ સાઉથ ગુજરાતમાં ભારે વરસાદ અને પવન આગામી 3 અને 4 જૂન સુધી રહેવાની આગાહી છે. હવામાન વિભાગના મતે ચક્રવાતની ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાઇ કાંઠા વિસ્તારમાં અસર જોવા મળશે. હાલની સ્થિતિમાં ચક્રવાત લેન્ડ ફોલ થાય એવી કોઇ શક્યતા જણાતી નથી. સુરત શહેરમાં આગામી 2 જૂનના રોજ હળવાથી મધ્યમ અને 3 - 4 જૂન ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે.

  આ પણ જુઓ - 
  " isDesktop="true" id="986489" >
  First published:

  विज्ञापन
  विज्ञापन