Home /News /south-gujarat /

સુરતની 350 ખાનગી શાળાઓ હજી પણ વેકેશનના મૂડમાં, DEOએ ફટકારી નોટિસ

સુરતની 350 ખાનગી શાળાઓ હજી પણ વેકેશનના મૂડમાં, DEOએ ફટકારી નોટિસ

પ્રતિકાત્મક તસવીર

જિલ્લા શિક્ષણ અધિકારીએ સુરતમાં 164 કેમ્પસમાં આવેલી 350થી વધુ સ્કૂલોને નોટીસ ફટકારી છે. વેકેશન મુદ્દે સુરતની 164 ખાનગી શાળાઓ શિક્ષણ બોર્ડ સામે પડી હતી.

    પ્રજ્ઞેશ વ્યાસ, સુરત

    ગુજરાતમાં દિવાળી વેકેશન પુરુ થઇ ગયું છે ત્યારે દરેક નાની મોટી શાળાઓ શરૂ થઇ ગઇ છે. પરંતુ સુરતની કેટલીક શાળાઓ શરૂ ન થતાં જિલ્લા શિક્ષણ અધિકારીએ લાલ આંખ કરી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આવી ખાનગી સ્કૂલોને નોટિસ ફટકારી છે. અને શાળાઓ ન શરૂ કરવા માટેનો લેખીતમાં જવાબ આપવાનો આદેશ કર્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ સુરતમાં 164 કેમ્પસમાં આવેલી 350થી વધુ સ્કૂલોને નોટીસ ફટકારી છે. વેકેશન મુદ્દે સુરતની 164 ખાનગી શાળાઓ શિક્ષણ બોર્ડ સામે પડી હતી.

    શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નવરાત્રિ વેકેશનનો સુરતની શાળાઓએ બહિષ્કાર કર્યો હતો. નવરાત્રિમાં શિક્ષણકાર્ય ધમધમતુંરાખનારી ખાનગી શાળાઓએ 13ની જગ્યાએ 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કર્યું છે. શિક્ષણ બોર્ડ દ્વારા 19મીથી બીજું સત્ર શરૂ કરી દેવાના આદેશ સામે સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના નેજા હેઠળની ખાનગી શાળાઓએ 25 નવેમ્બર સુધી દિવાળી વેકેશન આપ્યું છે.

    આ પણ વાંચોઃ-નવરાત્રિ વેકેશનમાં સુરતની 400 કરતા પણ વધુ ખાનગી શાળાઓ ચાલુ રહી

    જેને પગલે સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ એક્શનમાં આવીને બંધ જણાયેલી 164 ખાનગી શાળાઓને નોટિસ ફટકારી દેવાઇ છે. તેમજ બે દિવસમાં ખુલાસો કરવાનો આદેશ કરાયો છે. બીજીબાજુએ શાળા સંચાલક મંડળનો ટેકો હોવાને કારણે શાળા સંચાલકો નિચિંદ હોય હજી વેકેશનના જ મૂડમાં છે.

    શિક્ષણાધિકારી ડો.યુ.એન. રાઠોડના જણાવ્યા પ્રમાણે બોર્ડ દ્વારા જાહેર કરાયેલું દિવાળી વેકેશન પુરું થઇ ગયું હોવા છતાં 164 ખાનગી શાળાઓ બંધ હોવાનું જણાયું છે. તેમને નોટિસ ફટકારીને બે દિવસમાં ખુલાસો કરવાની તાકીદ કરી છે. તેમના ખુલાસાને આધારે યોગ્સ રિપોર્ટ શિક્ષણબોર્ડને મોકલશે.
    First published:

    Tags: Navratri vacation, Schools, ગુજરાત, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन