સુરતમાં ડૉક્ટરે બેંક સાથે કરી 36 લાખની ઠગાઈ, જાણો શું છે આખો કિસ્સો


Updated: June 27, 2020, 1:54 PM IST
સુરતમાં ડૉક્ટરે બેંક સાથે કરી 36 લાખની ઠગાઈ, જાણો શું છે આખો કિસ્સો
પ્રતિકાત્મક તસવીર

બેન્ક દ્વારા આ મામલે તબીબ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે

  • Share this:
સુરતના એક તબીબે પોતાની હૉસ્પિટલ માટે સાધનો ખરીદવાનું કહીને લોન લઇને રૂપિયા 36 લાખ પોતાના અંગત ઉપયોગ વાપરી નાખ્યા હતા. જોકે આ તબીબ દ્વારા લોનના હપ્તા નહિ ભરતા બેંકે રિકવરી કરતા  ખબર પડી હતી કે આ તબીબે  અમદાવાદની કંપનીના દસ્તાવેજો રજૂ કરી રૂ.36 લાખની લોન લીધા બાદ અમદાવાદની કંપનીના નામે બોગસ ખાતું ખોલાવી રકમ જમા કરી ઉપાડી લઇ અંગત ખર્ચ માટે વાપરી કાઢી હતી. જોકે, બેન્ક દ્વારા આ મામલે તબીબ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે

બેંક ઠગ લોકો છેતરપિંડી કરતા હોય તેવું તો જોવા મળતું હોય છે ત્યારે તબીબ સુધીના અભ્યાસ કરતા અને પોતાની ક્લિનિક ચલાવતા તબીબ દ્વારા છેતરપિંડી સાથે ઠગાઈની એક ઘટન સામે આવી છે. સુરતના વરાછા વિસ્તાર  જોલી એન્કલેવ, ત્રિકમનગર સામે, લંબે હનુમાન રોડ, રહેતા અનેે  વરાછા રોડ હીરાબાગ સારથી કોમ્પ્લેક્ષ એફ/11મા ગજેરા ડેન્ટલ ક્લિનિકના નામે પ્રેક્ટીસ કરતા ડૉ.કૌશીક ભગવાનભાઇ ગજેરા વિરુદ્ધ સુરત લાલ દરવાજા સ્થિત ધી સુરત ડીસ્ટ્રીકટ કો.ઓ.બેન્ક દ્વારા ફરિયાદ  નોંધવામાં આવી છે.  ડૉ.કૌશીક ભગવાનભાઇ ગજેરા  એ ક્લિનિક માટે વિવિધ સાધનો ખરીદવા માટે રૂ.42 લાખની લોન માટે અરજી કરી હતી. અરજી સાથે  અમદાવાદની એશિયન ડેન્ટલ ઇકવીપમેન્ટનું ક્વોટેશન આપ્યું. બેન્કે ફેબ્રુઆરી 2017માં રૂ.36 લાખની લોન કેટલીક શરતોને આધીન મંજુર કરી હતી. જોકે, તે સમયે  ડૉ.કૌશીકે તફાવતની રકમ રૂ.4 લાખ એશિયન ડેન્ટલ ઇકવીપમેન્ટમાં ભર્યાની રસીદ બેન્કને આપી હતી. તેમાં પ્રોપ્રાયટર એસ.બી.ચુડાસમાની સહી પણ હતી. ડૉ.કૌશીકે બાદમાં બેન્કમાં લોન એકાઉન્ટ ખોલાવતાં  બેન્કે એપ્રિલમાં એશિયન ડેન્ટલ ઇકવીપમેન્ટના નામે પે ઓર્ડર આપતા ડૉકટરે બીજે દિવસે કંપનીને પૈસા મળી ગયાની રસીદ પણ બેન્કને આપી હતી. ડૉ.કૌશીકે બાદમાં ફેબ્રુઆરી 2018 સુધી રૂ.2,26,420 હપ્તા પેટે ભર્યા બાદ હપ્તા ભરવાનું બંધ કરતા બેંકે રિકવરી શરૂ કરી હતી. ત્યારે ખબર પડી કે ડૉ.કૌશીકે સાધનો ખરીદયા જ નહોતા.

આ પણ જુઓ - 


આ પણ વાંચો - સુરત : 450 વર્ષ જૂનું ચોર આંબલાનું વૃક્ષ ધરાશાયી થતા 80 કિમી દૂરથી લાવીને વૃક્ષ રોપ્યું

બેન્કની કાર્યવાહીને પગલે ડૉકટરે બીજા રૂ.1.50 લાખ જમા કરાવ્યા પણ બેન્કની તપાસમાં બહાર આવ્યું કે, તેમણે પે ઓર્ડર અમદાવાદની કંપનીના વરાછા કો.ઓ.બેન્કના ખાતામાં જમા કરાવ્યો તે તેમની પત્ની મીતુ પ્રોપ્રાયટર હોવાનું જણાવી ખોલાવેલું હતું. અમદાવાદની કંપની પાસે માત્ર ક્વોટેશન લેવાયું હતું. આપેલી રસીદો બોગસ હોવાનો કંપનીએ ખુલાસો કર્યો હતો જોકે લોનના રૂપિયા આ તબીબ દ્વારા પોતાના અંગત ખર્ચ કરી નાખવામાં આવ્યાં છે. જેને લઈને બેન્ક સાથે તબીબ દ્વારા ખોટા પુરાવા રજુ કરીને લોન લઈને વાપરી નાખવામાં આવી હતી અને બેન્ક સાથે ઠગાઇ સાથે વિશ્વાસઘાત કરવામાં આવતા ધી સુરત ડીસ્ટ્રીકટ કો.ઓ.બેન્ક  સ્ટેશન રોડ શાખાના આસિસ્ટન્ટ મેનેજર શૈલેષકુમાર પ્રાણશંકર રાવલે આજરોજ ડૉ.કૌશીક ગજેરા વિરુદ્ધ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.
First published: June 27, 2020, 1:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading