સુરત : ધોરણ 10 અને 12ના વર્ગો 50 ટકા વિદ્યાર્થીઓ સાથે શરૂ કરવા શાળા સંચાલકોની માંગ


Updated: July 2, 2020, 11:44 PM IST
સુરત : ધોરણ 10 અને 12ના વર્ગો 50 ટકા વિદ્યાર્થીઓ સાથે શરૂ કરવા શાળા સંચાલકોની માંગ
પ્રતિકાત્મક તસવીર

કોરોના મહામારીના કારણે આડે પાટે જઇ રહેલી શિક્ષણ વ્યવસ્થાને ફરી પાટે ચઢાવવી અંત્યત જરૂરી બની ગઇ છે. ઓનલાઇન શિક્ષણ નિરર્થક સાબિત થઇ રહ્યું

  • Share this:
સુરત : કેરીયરના ટર્નીગ પોઇન્ટ સમાન ધોરણ-૧૦ અને ધોરણ-૧૨માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી ૫૦ ટકા હાજરી સાથે શાળાઓમાં ધોરણ ૧૦ અને ૧૨નાં વર્ગો શરૂ કરવાની માંગણી શાળા સંચાલકો દ્વારા કરવામાં આવી છે. રાજયના શિક્ષણમંત્રી સમક્ષ સુરતના શાળા સંચાલકો દ્વારા મહત્વના અભ્યાસક્રમના વર્ગો શરૂ કરવા ઉપરાંત વિદ્યાર્થીઓની બાકી ફી, અને શાળા છોડી જતા વિદ્યાર્થીઓની ફી મુદ્દે પણ સરકાર જરૂરી સ્પષ્ટતા કરે તેવી માંગ કરી હતી.

કોરોના મહામારીના કારણે આડે પાટે જઇ રહેલી શિક્ષણ વ્યવસ્થાને ફરી પાટે ચઢાવવી અંત્યત જરૂરી બની ગઇ છે. ઓનલાઇન શિક્ષણ નિરર્થક સાબિત થઇ રહ્યું હોય, અને તેમાં પણ ખાસ કરીને ધોરણ-૧૦ અને ધોરણ-૧૨નાં વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું હોવાથી સરકાર અને શિક્ષણવિદોએ આ મુદ્દે વિચારણા કરવી જરૂરી બની છે.

આ પણ વાંચોસુરત : સ્મીમેર હોસ્પિટલમાં માર્શલોની દાદાગીરી, RMO સાથે બોલાચાલી કરી રહેલા કર્મીને ઢોર મારમારી અધમૂવો કરી દીધો

આ અંગે સંચાલક મંડળ સાથે સંકળાયેલા વિદ્યાકુંજ સ્કૂલના મહેશ પટેલ, જગદીશ ચાવડા અને પ્રવીણ માળીએ શિક્ષણમંત્રીને લેખીત ફરિયાદ કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતુ કે, ‌‌ધોરણ-૧૦ અને ૧૨ વિદ્યાર્થીઓના ‌ભવિષ્ય માટે મહત્વનું ગણવામાં આવે છે, કોરોના મહામારી વચ્ચે પ્રથમ બે મહિનાનું શિક્ષણ કાર્ય લગભગ નિકળી ગયુ છે, અને આગામી સમયમાં પણ શાળાઓ કયારે શરૂ કરાશે તે કહેવું મુશ્કેલ છે. માટે વિદ્યાર્થીઓના ભવિષ્યના હિતને ધ્યાનમાં રાખી ધોરણ-૧૦ અને ૧૨નાં વિદ્યાર્થીઓ માટે ૫૦ ટકા હાજરી સાથે શાળાઓ શરૂ કરવાની મંજુરી આપવામાં આવવી જોઇએ.

વધુમાં રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતુ કે ધોરણ-૧૦ અને ૧૨ના વર્ગો શરૂ કરવા ઉપરાંત શિક્ષણમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે ઘણા વિદ્યાર્થીઓ કોરોનાના સમયગાળામાં શાળાઓ છોડી રહ્યા હોય તેમની ફી, અને બાકી ફી સંદર્ભે પણ સરકારે સ્પષ્ટતા કરવી જોઇએ. કારણ કે શાળાઓ વિદ્યાર્થીઓની ફી થકી જ શિક્ષકોના પગાર સહિતનો તમામ ખર્ચ ઉઠાવતી હોય છે. જેથી શાળાની વ્યવસ્થા પડી નહીં ભાગે તે માટે યોગ્ય સ્પષ્ટતા કરવામાં આવે તે જરૂરી છે.
First published: July 2, 2020, 11:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading