સુરતમાં રાજનાથસિંહે ઉચ્ચારી ચીમકી, પાકિસ્તાન સાથે આતંકવાદ સિવાય કોઇ વાત નહીં થાય

News18 Gujarati
Updated: September 15, 2019, 8:33 AM IST
સુરતમાં રાજનાથસિંહે ઉચ્ચારી ચીમકી, પાકિસ્તાન સાથે આતંકવાદ સિવાય કોઇ વાત નહીં થાય
સુરતમાં રાજનાથસિંહ

રાજનાથસિંહે (Rajnath Singh) કહ્યું, હવે જો પાકિસ્તાન (Pakistan) સાથે વાત થશે તો ફક્ત આતંકવાદ (Terrorism) ખતમ કરવા અને POK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર) પર જ થશે.

  • Share this:
પ્રજ્ઞેશ વ્યાસ, સુરત : ભારતનાં રક્ષામંત્રી રાજનાથ સિંહ શનિવાર રાત્રે સુરતનાં ઇનડોર સ્ટેડિયમમાં યોજાયેલા શહીદોનાં કાર્યક્રમમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે તેમના પરિવારજનોની સહાય માટે આયોજીત કાર્યક્રમમાં સંબોધન કરતા પાકિસ્તાન સામે લાલ આંખ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હવે જો પાકિસ્તાન સાથે વાત થશે તો ફક્ત આતંકવાદ ખતમ કરવા અને POK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર) પર જ થશે. પાડોશી દેશ પાકિસ્તાન આતંકવાદની પ્રવૃતિ બંધ નહીં કરે ત્યાં સુધી કોઇ વાતચીત ભારત તરફથી થશે નહીં.

ઇમરાનખાનને ચીમકી આપી

રક્ષામંત્રીએ ચીમકી ઉચ્ચારતા પાકિસ્તાનને કહ્યું કે, પાકિસ્તાન સાથે ફકત આતંકવાદના મુદ્દે જ વાત કરવા માટે ભારત ઉચ્છુક છે. અન્ય કોઇ મુદ્દે ચર્ચા થશે નહીં, પાકિસ્તાન સમગ્ર વિશ્વમાં કાશ્મીરી પ્રજાની ચિંતા કરે છે. પરંતુ પાકિસ્તાનમાં આંતર વિગ્રહ વકરી રહયો છે. બલુચી, પુખ્તન સહિતની મુસ્લીમ પ્રજા, શીખ, ઇસાઇ અને હિન્દુ પ્રજા કેટલી સુરક્ષિત છે, અન્ય કોમની પ્રજા પાકિસ્તાનમાં અસુરક્ષિત બની છે. પાકિસ્તાનના અગાઉ બે ટુકડા થયા છે, અને ભવિષ્યમાં મઝહબના નામે ઉશ્કેરણી કરશે, તો વધુ ટુકડા થશે એ વાત પણ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાન સાંભળી લે.

આ પણ વાંચો : રાજનાથ પાકિસ્તાન પર ભડક્યા : 'કાશ્મીર ક્યારે તમારું હતું, તો રડો છો?'

370ને ગણાવ્યો ઐતિહાસિક નિર્ણય

વધુમાં રક્ષામંત્રીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતુ કે, દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇએ કાશ્મીરમાંથી 370ની કલમ રદ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે ભારતની સાથે કાશ્મીરમાં એક જ કાયદો, રાષ્ટ્રધ્વજ ફરકશે. પરંતુ પાડોશી દેશને 370ની કલમ રદ કરવાની વાત પસંદ નથી. તેઓ કાશ્મીરની પ્રજાના વિકાસની બાબત પચાવી શકતા નથી. સંયુક્ત રાષ્ટ્ર, માનવઅધિકાર મંચ આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ પાડોશી દેશ ખોટો પ્રચાર અને રજુઆત કરી રહયો છે. પરંતુ દરેક બાબતમાં તેને જાકારો મળતાં તેઓ હવે વિશ્વ સામે ખુલ્લા પડી ગયા છે. વિશ્વનાં દેશો સત્યને જાણી ચુક્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન પીઓકેમાં સભાને સંબોધન કર્યુ હતુ. પરંતુ ભારતના વીર જવાનોને લીલી ઝંડી આપીશું તો શું હાલત થશે, એ અકલ્પનીય છે. કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે.


સુરતીઓને વીર ભામાશા તરીકે ઓળખાવ્યાં

મંત્રી રાજનાથસિંહે જણાવ્યુ હતુ કે સુરત શહેરના લોકોએ વીર ભામાશા જેવી ઓળખ આપી છે. મારુતિ વીર જવાન ટ્ર્સ્ટના સભ્યોએ અકલ્પનીય કાર્ય ભારતના શહીદો માટે કર્યું છે. ભામાશાએ ભારતની સુરક્ષા કાજે પોતાની તિજોરી ખુલ્લી મુકી દીધી હોવાનો ઇતિહાસ અમર છે. ત્યારે રાષ્ટ્રની સુરક્ષા દરમિયાન મોતને ભેટતા વીર શહિદ જવાનો માટે નનુ સાવલીયા, મથુર સવાણી, સી પી વાનાણી અને કરુણેશ રાણપરિયા સહિતે જહેમત ઉઠાવીને રૂ. 2.50 લાખની રકમનો ચેક એનાયત કરી રહયા છે. જે ભગીરથ કાર્યને સલામ છે. દેશનું સંરક્ષણ મંત્રાલયના દરવાજા પણ શહીદો માટે ખુલ્લા છે. પરંતુ સુરતના મારૂતિ વીર જવાન ટ્રસ્ટનાં કાર્યકરોની ખેલદીલીભીરી ભાવના છે. જે ભારતને દુનિયાની કોઇ તાકાત હરાવી શકશે નહીં. યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રાજનાથસિંહ અને રાજયપાલ આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે વીર 122 શહીદોનાં પરિવારને રૂ.2.50 લાખનો ચેક અને સન્માનપત્ર સાથે બહુમાન કર્યુ હતુ.

 

 
First published: September 15, 2019, 8:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading