સુરત : એકલી રહેતી બે દીકરીઓની મૃતક પિતાનાં મિત્રએ છેડતી કરતા ધરપકડ

News18 Gujarati
Updated: November 21, 2019, 2:22 PM IST
સુરત : એકલી રહેતી બે દીકરીઓની મૃતક પિતાનાં મિત્રએ છેડતી કરતા ધરપકડ
પ્રતિકાત્મક તસવીર

યુવતીએ આક્ષેપ કર્યો છે કે, પિતાના મૃત્યુ બાદ તેમનો આધેડ મિત્ર ઘરે આવીને વારંવાર છેડતી કરતો હતો.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : શહેરનાં કતારગામ વિસ્તારમાં રહેતી યુવતી પિતાનાં આધેડ મિત્ર મુકેશભાઈ ઈશ્વરભાઈ શર્મા વિરુદ્ધ છેડતીની ફરિયાદ કરી હતી. જેમાં પોલીસે આ આધેડની ધરપકડ કરી છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે, પિતાના મૃત્યુ બાદ તેમનો આધેડ મિત્ર ઘરે આવીને વારંવાર છેડતી કરતો હતો.

આ મામલે મળતી માહિતી પ્રમાણે, સુરતનાં કતારગામ વિસ્તારમાં રહેતી એક યુવતીએ પિતાના મિત્ર વિરુદ્ધ પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ નોંધાવી છે. જોકે, આ ફરિયાદ નોંધાવી છે તે આધેડ આ યુવતીનાં પિતા સાથે રત્નકલાકાર તરીકે કામકારતો હતો. જોકે, પિતાની પાંચ વર્ષ પહેલા મૃત્ય થયા બાદ પિતાનો મિત્ર વારંવાર પોતાના ઘરે આવજા કરતો હતો. યુવતીની એકલતાનો લાભ લઈને તેની છેડતી કરતો હતો. હદ ત્યારે થઇ કે જ્યારે આ યુવતીની નાની બહેની પણ આ આધેડે ગતરોજ છેડતી કરી હતી. આ દરમિયાન આ યુવતીએ પોતાની આંખે આધેડને પોતાની નાની બહેનની છેડતી કરતા જોતા તેનાં પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.

આ પણ વાંચો : સુરતમાં સિટી બસની અડફેટે ત્રણનાં મોતમાં પરિવારે ન સ્વીકાર્યો મૃતદેહ, સરકારી નોકરીની માંગ

યુવતીએ પોતાની 15 વર્ષની નાની બહેનની છેડતી મામલે આ યુવતી તાતકાલિક કતારગામ પોલીસ મથકે દોડી જઈને આ આધેડ મુકેશભાઈ ઈશ્વરભાઈ શર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે મુકેશ નામના આધેડની ધરપક્ડ કરી હતી. તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
First published: November 21, 2019, 11:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading