સુરત : નિષ્ઠુર માતાનું શર્મજનક કૃત્ય, તાપીના કોઝવેમાંથી ભૃણ મળી આવ્યું, ત્યજેલી બાળકીનું મોત

સુરત : નિષ્ઠુર માતાનું શર્મજનક કૃત્ય, તાપીના કોઝવેમાંથી ભૃણ મળી આવ્યું, ત્યજેલી બાળકીનું મોત
પ્રતિકાત્મક તસવીર

બેટી બચાવો બેટી પઢાઓના નારા છતા પણ સામાજિક વિકૃતિની ચરમસીમાં, પોલીસે CCTVના આધારે શરૂ કરી તપાસ

  • Share this:
 સુરત :  કોઝવે પૂલ (Surat Cozway) તાપી નદીમાંથી ગઈકાલે મંગળવારે સાંજે પાંચેક વાગ્યે કોઈ અજાણી મહિલા દ્વારા બાળકીનો જન્મ છુપાવવા માટે ત્યજી દેવામાં આવેલ ત્રણ-ચાર દિવસની બાળકી મુત હાલતમાં મળી આવી હતી.પોલીસે અજાણી મહિલા સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા કેટલાક સમય થી સુરત માં તાજા જન્મેલા બાળકો અને ખાસ કરીને બાળકી ઓને ત્યજી દેવાની સતત ઘટના સામે આવી રહી છે.

કોઈ પણ યુવતી લગ્ન પહેલાં સબંધને લઇને ગર્ભવતી બની હોય અને તેને જે બાળક જન્મ આપ્યો હોય ત્યારે લગ્ન પહેલાં કરેલા પાપ છુપાવવા બાળક જન્મ્યા બાદ તેને તરછોડી દેતી હોય છે ત્યારે ગઈકાલે મંગળવારે સાંજે પાંચેક વાગ્યે કોઝવે પુલ તાપી નદીમાંથી ત્રણ-ચાર દિવસની બાળકી મરણ હાલતમાં મળી આવી હતી.આ પણ વાંચો :  સુરતની હ્રદય દ્વાવક ઘટના : 2.5વર્ષના બ્રેઇનડેડ જશના અંગોનું પરિવારે કર્યુ દાન,7 બાળકોને મળી નવી જિંદગી

અજાણી મહિલાએ બાળકીનો જન્મ છુપાવવા માટે બાળકીને તાપી નદીમાં ત્યજી દેતા તેનું મોત થયું છે જોકે બાળકી મળી આવાની ઘટના લોકો ધ્યાને આવતા કોઝવે ખાતે હજાર લોકો એ પોલીસ ને જાનકરી આપો હતી જેને લઇને પોલીસ તાત્કાલિક બનાવ વાળી જગ્યા પર પહોંચીને બાળકી લાશનો કબ્જો લઇને આ બાળકી કોણ છે અને તેને કઈ માતા આ રીતે જન્મ બાદ તરછોડી ગઈ છે તે દિશામાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : સુરત : તીનપત્તી રમવાના શોખીન યુવકની કરતૂત, વરાછાની મહિલાનું ફેસબૂક હેક કરી મહિલાઓને મોકલ્યા બીભત્સ મેસેજ

જોકે આ બાળકની ઓળખ કરવા માટે પોલીસે બાળકી મુતદેહ મળતા તે વિસ્તાર આવેલ મેં હૉસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયામાં જન્મેલા બાળકની માહિકી એકત્ર કરી હાલમાં જન્મેલા બાળકોમાં જે બાળક ગુમ છે. અથવા તેના પરિવાર દ્વારા ખોટા નામ અથવા  ખોટા સરનામું લખવામાં આવ્યું હોય તેજ પરિવાર આ બાળકી પરિવારનાં લોકો હોઈ શકે તે દિશમાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે જોકે સુરત માં 24 કલાક બીજી ઘટના છે.
Published by:Jay Mishra
First published:December 16, 2020, 22:20 pm

ટૉપ ન્યૂઝ