સુરત : કોરોનાના હૉટસ્પોટ બનેલા કતારગામમાં ફૂટપાથ પરથી યુવકની લાશ મળી


Updated: May 29, 2020, 4:09 PM IST
સુરત : કોરોનાના હૉટસ્પોટ બનેલા કતારગામમાં ફૂટપાથ પરથી યુવકની લાશ મળી
હત્યાની જાણકારી મળતા પોલીસ દોડી હતી.

કોરોના હૉટસ્પોટ એવા કતારગામમાં ફૂટપાથ પર ઊંઘી રહેલા ભિક્ષુક યુવકની પથ્થરના ઘા મારી હત્યા.

  • Share this:
સુરત : કોરોના વાયરસ (Coronavirus)ને લઇને લૉકડાઉન (Lockdown) ચાલી રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં કોરોનાના દર્દીઓ સતત વધી રહ્યા છે. સુરતનો કતારગામ વિસ્તારમાં હાલ કોરોના હોટસ્પોટ (Corona Hotspot Area) છે. આ વિસ્તરમાં તરણકુંડ રોડ પર આવેલા કોમ્યુનિટી હોલ પાસે આજે સવારે એક યુવાનની હત્યા કરાયેલી લાશ પડી હોવાની વિગત સામે આવતા કતારગામ પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે દોડી હતી. અહીં ફૂટપાથ (Footpath) પર રહેતા એક ભિક્ષુક યુવાનની પથ્થર મારી હત્યા કરાયેલી લાશ મળી આવતા  પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

કોરોના વાયરસને લઇને શહેર પોલીસ સતત કામગીરીમાં જોતરાયેલી છે. ત્યારે જ શહેરમાં લૉકડાઉન વચ્ચે છૂટછાટ મળતા શહેરમાં ફરી એકવાર ગુનાખોરી વધી રહી છે. લૉકડાઉન વચ્ચે સુરતના અલગ અલગ વિસ્તારોમાં હત્યાના આઠ જેટલા બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. સુરતના કતારગામ વિસ્તારમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે ત્યારે આ વિસ્તાર હાલ કોરોના હૉટસ્પોટ છે.

આ પણ વાંચો : સુરત : લૉકડાઉનમાં આર્થિક ભીંસ વધતા કાપડ દલાલનો આપઘાત

અહીં લોકો લૉકડાઉનની ગાઇડલાઇનનું પાલન કરે તે માટે પોલીસ સતત કામગીરી કરી રહી છે. આ દરમિયાન પોલીસને આજે સવારે માહિતી મળી હતી કે તેમના વિસ્તારમાં આવેલા તરણકુંડ પાસે આવેલા કોમ્યુનિટી હોલ પાસે એક યુવાની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે આ જગ્યા પર ફૂટપાથ પર એક ભિક્ષુક યુવકની લાશ મળી આવી હતી. ભિક્ષુક યુવાનની પથ્થર મારીને હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં માલુમ પડ્યું હતું.

આ પણ વાંચો : અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી કેદીની એક સેલ્ફી વાયરલ થતાં તપાસનો ધમધમાટ

35 વર્ષીય યુવાનનું હાલમાં નામ જાણી શકાયું નથી. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે ભિક્ષુકની ઓળખ કરવાની સાથે સાથે તેની હત્યાનું પગેરું શોધી કાઢવાના પણ પ્રયાસો શરૂ કર્યા છે.7 વર્ષ જૂના ઝઘડાની અદાવત રાખી બે યુવાનોને ચપ્પાથી એકબીજા પર હુમલો

સુરતના પીપલોદમાં 7 વર્ષ અગાઉ બે પરિવાર વચ્ચે થયેલા ઝઘડામાં પરિવારના યુવાનો ચપ્પુ સાથે ફરતા હતા. બંને યુવાનો ગતરોજ તાળી પીવા ગયા હતા અને ત્યાં જૂના ઝઘડાની અદાવત રાખીને એકબીજા પર ચપ્પુથી હુમલો કર્યો હતો. ભરત ઉર્ફે ચેનુ બાબુ રાઠોડ પીપલોદ વિસ્તારમાં આવેલ હળપતીવાસમાં રહે છે. અહીં જ રહેતા તેના મામા રમેશ છનાજી રાઠોડે 7 વર્ષ અગાઉ શની રાઠોડ નામના યુવાનના પરિવાર સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન રમેસ રાઠોડે શનીને ચપ્પુ મારી દેતા બંન્ને પરિવાર વચ્ચે દુશ્મનાવટના બીજ રોપાયા હતા. દરમિયાન ભરત રાઠોડ અને શનીના માસીનો દીકરા મનીષ રાજુ રાઠોડ બદલો લેવા માટે તકની રાહ જોઇ રહ્યા હતા.

ભરત અને મનિષ વચ્ચે પંદરેક દિવસ અગાઉ બોલચાલ શરૂ થઇ હતી. દરમિયાન ભરતે તાળી પીવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. જેને લઈને મનિષ અને ભરત તેમના અન્ય પાંચ મિત્રો સાથે બે મોટરસાઇકલ પર ઓએનજીસી બ્રિજ નીચે તાડી પીવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે ભરતે મનિષ પર ચપ્પાથી હુમલો કરી તેના છાતીના ભાગે એક ઘા કર્યો હતો. મનિષ પણ બદલો લેવા માટે ચપ્પુ સાથે રાખતો હતો અને તેણે પણ પોતાના ચપ્પુ વડે ભરત પર હુમલો કરી પેટમાં બે ઘા મારી દીધા હતા. જે બાદમાં પરિવારના લોકોએ બંનેને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડ્યા હતા.
First published: May 29, 2020, 3:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading