સુરત : કરૂણ ઘટના! માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા દીકરીનો આપઘાત, ઉત્તરાયણે જ દવા પી જિંદગી ટૂંકાવી

સુરત : કરૂણ ઘટના! માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા દીકરીનો આપઘાત, ઉત્તરાયણે જ દવા પી જિંદગી ટૂંકાવી
મૃતક ખુશી પટેલની ફાઇલ તસવીર

માતાએ મીઠો ઠપકો આપતા એકની એક દીકરીએ ઝેરી દવા ગટગટાવી, લાડકવાયીના મૃત્યુથી પરિવાર માથે વજ્રાઘાત

  • Share this:
સુરત : ઑનલાઇન એજ્યુકેશનની (Surat) બાબતે માતાએ મીઠો ઠપકો આપતા દીકરીને માતાની (Daughter Suicide) જ વાતનું એવું લાગી આવ્યું કે ગતરોજ આપઘાત કરી લીધો હતો. સુરતની આ કરૂણ ઘટનાના પગલે મૂળ મહેસાણાના (Mahesana) પટેલ પરિવાર માથે વજ્રાઘાત પડ્યો છે. પરિવારે એકની એક લાડકવાયી ગુમાવતા આક્રંદ છવાઈ ગયો. મૃતક ખુશી પટેલ ધોરણ 10ની વિદ્યાર્થિની હતી અને તેણે આ પગલું ભરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

બનાવની વિગત એવી છે કે મૂળ મહેસાણાના વતની પ્રકાશભાઈ પટેલ પોતાના પરિવાર સાથે ડીંડોલીના આલોક રેસિડન્સી વિસ્તારમાં રહે છે. ગઈકાલે તેમનો પરિવાર ધાબા પર પચંગ ચગાવી રહ્યો હતો ત્યારે અચાનક તેમની પુત્રીએ ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતા પરિવારે ખુશીને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરી હતી પરંતુ તેનો પ્રાણ છુટી ગયો હતો.આ પણ વાંચો : રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે, CM રૂપાણીએ આપ્યું મોટું નિવેદન

મૃતક દીકરીના પિતા ઝેરોક્ષના વ્યવસાય સાથે સંકળાયેલા છે જ્યારે માતા ગૃહિણી છે. બનાવની વિગતો મુજબ માતાએ દીકરીની હાજરીમાં શિક્ષિકાને ફોન કરીને તેણે હોમવર્ક ન કર્યુ હોવાનો ઠપકો આપ્યો હતો. જોકે, આ ઘટના બાદ ગુસ્સાવાળો સ્વભાવ ધરાવતી દીકરીને એટલું માઠું લાગી આવ્યું કે તેણે જિંદગી ટૂંકાવી લેવાનું પગલું ભરી દીધું.

સમગ્ર પરિવારે કાલે જ્યારે ધાબા પર પતંગની મજા માણી રહ્યો હતો ત્યારે ખુશીએ ઝેરી દવા ગટગટાવી હતી. આમ પરિવારે પોતાની લાડકવાયી ગુમાવવાનો વારો આવ્યો છે. ઘટનાને પગલે માતા શોકમાં ગરકાવ છે જ્યારે ડિંડોલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :  અમદાવાદ : ખાડીયામાં ધાબા પર લાઉડ સ્પીકર વગાડનાર યુવકોની ઉત્તરાયણ બગડી, પોલીસે ગુનો નોંધ્યો

સંતાનોનો ગુસ્સો માબાપા માટે આફત

આ ઘટનામાં સૌથી ચોંકાવનારી હકિકત એવી આવી રહી છે કે મૃતક ખુશી પટેલનો સ્વભાવ ગુસ્સાવાળો હતો તેવું પરિવારે જણાવ્યું છે. આવા કિસ્સામાં બાળકોને માતાપિતા ઠપકો પણ ન આપી શકે તો શું કરવું તે વિષય મનોવૈજ્ઞાનિકો માટે પણ તપાસનો છે. સગીર દીકરા-દીકરીઓમાં સહનશીલતાનો એટલો અભાવ વધી રહ્યો છે કે તેઓ નાની નાની વાતમાં આત્મહત્યા કરતા અચકાતા નથી
Published by:Jay Mishra
First published:January 15, 2021, 14:32 pm

ટૉપ ન્યૂઝ