રૂપિયા કમાવવા ડાંગનો યુવક સુરત આવ્યો, TRB જવાનની માનવતા, ઘટના વાંચીને આંખમાંથી આવી જશે પાણી


Updated: September 25, 2020, 11:08 PM IST
રૂપિયા કમાવવા ડાંગનો યુવક સુરત આવ્યો, TRB જવાનની માનવતા, ઘટના વાંચીને આંખમાંથી આવી જશે પાણી
TRB જવાન અને યુવકની તસવીર

યુવકની ઈચ્છા મોબાઈલ લેવાની હતી. મોબાઈલ લેવા માટે તેની પાસે કે પરિવાર પાસે પૈસા ન હોવાથી તે સુરતમાં કમાણી કરીને મોબાઈલ (mobile) લેવાની ઇચ્છા ધરાવતો હતો.

  • Share this:
સુરતઃ ડાંગ જિલ્લાના આહવાના ગામના વતની 19 વર્ષનો યુવાન ઘરેથી કોઈને કહ્યા વગર બસમાં બેસીને આજે સુરત (surat) આવી ગયો હતો. તેની ઈચ્છા મોબાઈલ લેવાની હતી. મોબાઈલ લેવા માટે તેની પાસે કે પરિવાર પાસે પૈસા ન હોવાથી તે સુરતમાં કમાણી કરીને મોબાઈલ (mobile) લેવાની ઇચ્છા ધરાવતો હતો. આ  યુવાન ઘરેથી કહ્યા વગર આવી ગયો હતો. અને એની પાસે પૈસા ન હતા. જેથી તે ખાવાની શોધમાં આમ તેમ શહેરમાં ફરતા ફરતા મજુરાગેટ ખાતે પુલ પાસે પહોંચી ગયો હતો.

પુલ નીચેના ફરજ ઉપર હાજર ટ્રાફિક બ્રિગેડના જવાન લક્ષ્મણ નેપાળી પાસે ખાવાનું માંગ્યું. કંઈક ખાવાનું લઈ આપો તેમ જણાવ્યું. લક્ષ્મણ નેપાળીએ તેને પૂછ્યું ક્યાંથી આવ્યો છે તો તેને જણાવ્યું કે હું ઘરેથી કહ્યા વિના આહવા ખાતેથી અહીંયા કમાવા માટે આવ્યો છું. તેણે પોતાનું નામ સુરજ જયેન્દ્ર ભોયે હોવાનુ જણાવ્યુ.

અંતરિયાળ આદિજાતિ વિસ્તારમાંથી આવતો સુરજ ભોયેનામનો આ યુવાન શહેરી વિસ્તારથી અજાણ હોવાથી ટ્રાફિક જવાને શું કરવું તે બાબતે મહિલા અને બાળ મિત્રના સુરત શહેરના કોર્ડીનેટર પિયુષકુમાર શાહને ફોન કરીને યુવાન બાબતે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ-Video: સુરતના ભટારમાં સવારે પાંચ વાગ્યે યુવકની ચપ્પાના ઘા ઝિંકી કરાઈ હત્યા, કમકમાટી ભરી ઘટના CCTVમાં કેદ

પિયુષકુમારે તેને ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું કે તેના પરિવારના સભ્યોનો ફોન નંબર તેની પાસેથી લઈ ત્યાં પરિવારના જોડે વાત કરી આ બાળક સુરત આવી ગયો છે તેવી અને જાણ કરો પછી આગળની કાર્યવાહી કરી એ. પરિવાર ના એની માતા જોડે વાત થતાં માતાજી આજે સવારથી જ ક્યાંક ચાલ્યો ગયો છે.

આ પણ વાંચોઃ-સુરતઃ 28 વર્ષથી પોલીસને 'ખો' આપતો હુશેન મહંમદ યાસીન ઝડપાયો, પાડોશીની હત્યામાં થઈ હતી આજીવન કેદની સજાઆ પણ વાંચોઃ-સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રા સબજેલમાં મહિલા બેરકમાં લઈ જઈને એક કેદીનું બીજા કેદી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની કોશિશ

અમે સવારથી શોધખોળ કરી રહ્યા છીએ તમે મહેરબાની કરીને તેને ગામ પાછો મોકલવાની વ્યવસ્થા કરી આપો તેથી લક્ષ્મણ નેપાળી એ તેની પાસેના 200૦ રૂપિયા તેના મિત્ર ને આપ્યા હતા.

અને કહ્યું કે ભરપેટ જમાડી દેજો અને બાકીના રૂપિયાથી એને એના ગામમાં આહવા પહોંચી શકે માટે બસમાં બેસાડી એને ટિકિટ લઈ આપજો. આમ એક ઘરેથી ભાગીને આવેલા બાળકને ટીઆરબી જવાની સતર્કતાથી પાછો તેના ગામે હેમખેમ પહોંચાડી શકાયો હતો.
Published by: ankit patel
First published: September 25, 2020, 10:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading