સુરત: ડીંડોલીમાં અસામાજિક તત્વોનો આતંક, વાહનોમાં તોડફોડ કરી ફરાર

ડીંડોલીમાં અસામાજિક તત્વોના ટોળાએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે

News18 Gujarati
Updated: May 18, 2019, 7:58 AM IST
સુરત: ડીંડોલીમાં અસામાજિક તત્વોનો આતંક, વાહનોમાં તોડફોડ કરી ફરાર
રસ્તા પર પડેલાં વાહનોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું
News18 Gujarati
Updated: May 18, 2019, 7:58 AM IST
પ્રજ્ઞેશ વ્યાસ, સુરત: શહેરના ડીંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ડીંડોલીમાં અસામાજિક તત્વોના ટોળાએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. 20થી 25 જેટલા લોકોએ વાહનોમાં તોડફોડ કરી હતી.

આ ઘટના ડીંડોલીના નવાગામ ગાયત્રીનગરની છે, જ્યાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. અહીં રસ્તા પર પડેલાં વાહનોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આટલું જ નહીં, ગાડીઓના કાચ પણ તોડી નાંખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: વલસાડઃ પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ

હાલ આ ઘટના પાછળનું કારણ જાણવા મળ્યું નથી. પરંતુ વાહનોમાં ભારે તોડફોડ કર્યા બાદ આ લોકો ફરાર થઇ ગયા હતા. જે અંગે ડીંડોલી પોલીસે તપાસ શરૂ કરી છે.
First published: May 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...