સુરત : ગુજરાતમાં (Gujarat) અસામાજિક તત્વોની દાદાગીરીથી (Crime) દિવસેને દિવસે વધી રહી છે તેવી ઘટનાઓ સતત બનતી હોય તેજ રીતે વધુ આવક ઘટના સામે આવી છે. સુરતમાં (Surat) પૈસાની લેતીદેતીમાં અસામાજિક તત્વોએ સુરતના મોટા વરાછા (Mota Varacha Surat) વિસ્તારમાં એક ડેરી (Dairy) સંચાલક ની ઓફીસ પર હુમલો કરી દીધો હતો. જોકે લાકડીના ફટકા વડે સંચાલકને મારવામાં આવ્યા હતા મારા મારી ની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં થવા પામી હતી (CCTV) પોલીસે તપાસ શરૂ કરી છે
ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતું સુરત શહેરમાં સતત ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે અસામાજીક તત્વોમાં જાણે પોલીસની બીક રહી નથી તે પ્રકારની પરિસ્થિતિ સુરતમાં નિર્માણ થયેલું જોવા મળે છે અસામાજિક તત્વો પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે સામાન્ય વ્યક્તિઓ ને જાહેરમાં મારવા સાથે પોતાની દાદાગીરી કરતા હોવાના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે ત્યારે વધુ એક વીડિયો વાયરલ થતાં ની સાથે જ પોલીસ દોડતી થઇ જવા પામી છે.
સુરતના વરાછા વિસ્તારમાં પૈસાની લેતી-દેતીમાં તેમની ડેરીમાં ઘૂસીને જોતજોતામાં તેની સાથે ઝઘડો કરી ડેરી સંચાલકને માર મારવાનું શરૂ કર્યું હતું જોકે આ ઘટનાને લઇને ડેરી માં કામ કરતા કર્મચારીઓ પોતાનો જીવ બચાવીને ભાગી છૂટયા હતા ત્યારે અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો હતો.
સુરતના મારામારીના આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સુરતમાં રોજ રોજ અસામાજિક તત્વો પડકારી રહ્યા છે ત્યારે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આર્થિક પાટનગર સુરતમાં શું હવે વેપારીઓએ પણ ખાનગી પ્રોટેક્શન લેવું પડશે એવા સવાલો સર્જાઈ રહ્યા છે.
સુરતનો આ વીડિયો મોટા વરાછા વિસ્તારનો હોવાની ઘટના સામે આવતા પોલીસ કાર્યવાહી શરૂ થઈ છે ત્યારે કેટલા દિવસોમાં આ લુખ્ખા તત્વો પકડાય છે અને તેની સામે શું કાર્યવાહી થાય છે તે હવે જોવું જ રહ્યું.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર