સુરત : 'ધરમ કરતા ધાડ પડી', મહિલાએ મૃત શ્વાનને ખસેડવા ફોન કર્યો, 44,900 રૂપિયાની છેતરપિંડી થઈ

સુરત : 'ધરમ કરતા ધાડ પડી', મહિલાએ મૃત શ્વાનને ખસેડવા ફોન કર્યો, 44,900 રૂપિયાની છેતરપિંડી થઈ
પ્રતિકાત્મક તસવીર

ચોંકાવનારી છેતરપિંડી, ગુગલ પર ફ્રી એનિમલ એમ્બ્યુલન્સ સેવાના નામે કાર્યરત કરાયેલા પોર્ટલમાં આપવામાં આવેલા ફોન નંબર પર સંપર્ક કરતા મહિલા છેતરાઈ

  • Share this:
સુરત : સુરતમાં (Surat) ઓનલાઇન (Online) છેતરપિંડી (Cheating) ઘટનામાં સતત વધારો જોવા મળી  ઠગ લોકો અવનવી તરકીબ થી છેતરપિંડી કરતા હોવાનું સામેઆવી રહી છે ત્યારે સુરત માં હાલમાં નવી તરકીબ થી છેતરપિંડી કરતા હોવાની ફરિયાદ (Complain) નોંધાઈ છે. ગુગલ પર ફ્રી એનિમલ એમ્બ્યુલન્સ સેવાના નામે કાર્યરત કરાયેલા પોર્ટલમાં આપવામાં આવેલા ફોન નંબર પર સંપર્ક કરતા સંસ્થાના નામે નાણાંકીય મદદ કરવાની વાતે ઓનલાઈન માત્ર 10 રૂપિયા ટ્રાન્સફર કરાવી બેંક ખાતામાંથી મોટી રોકડ રકમ ઉપાડી છેતરપિંડી કરવામાં આવી રહી છે. જેનો ભોગ સુરતની મહિલા બની હતી

ઓનલાઇન છેતરપિંડી થવાની વાત તમે જાણો છો જોકેઆ ઠગ લોકો પહેલા એટીએમ ની પિન બાદ અનેક રીતે ઠગાઈ કરતા હોય છે પણ સુરત ના પોલીસ ચોપડે એક એવી ફરિયાદ નોંધાઈ છે તે જણાઈએં તમે પણ વિચારમાં પડી જશો ઓનલાઇન ઠગાઈ ની આ નવી તરકીબ સામેઆવી છે જેમાં એક મહિલા સાથે ઠગાઈ થતા તેને પોલીસ ફરિયાદ નોંધાવી છે.ગુગલ પર સર્ચ ભારે પડ્યું

સુરત ના પાર્લે પોઈન્ટ વિસ્તારનાં રૂદ્રરાજ એપાર્ટમેન્ટ ખાતે રહેતી કૃતીકાબેન ચૌધરીના એપાર્ટમેન્ટ બહાર એક કુતરો મરેલી હાલમાં હોય તેમણે મદદ મેળવવા સંસ્થાનો સંપર્ક કરવા માટે ગુગલ પર સર્ચ કરતા Free Animal Ambulance Services, Pets Care Helpline No 24/7 All Pets Ambulanceનું પોર્ટલ મળ્યું હતું જેમાં 24 કલાક ફ્રીમાં એમ્બ્યુલન્સ સેવા આપવા માટે કહેવાય છે.

આ પણ વાંચો : અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીમાં ABVP-પોલીસ વચ્ચે ઘર્ષણ, વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જનો આક્ષેપ

એમ્બ્યુલન્સની સેવા લેવા માટે અહીં એક મોબાઈલ નંબર આપવામાં આવ્યો છે. તેના પર ફોન કરીને સંપર્ક કરવાનું કહેવાય છે સંપર્ક કરનાર પાસે તેની કેટલીક અગત્યની માહિતીઓ મેળવવા સાથે જ ફ્રી એમ્બ્યુલન્સ સેવા લેવા બદલ સંસ્થાને દાન પેટે માત્ર 10 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરવાનું કહેવાય છે.

એનીડેસ્ક નામની એપ્લીકેશન થકી ઠગાઈ

તે 10 રૂપિયા એનીડેસ્ક નામની એપ્લીકેશન થકી ટ્રાન્સફર કરવાનું કહી બેંક ખાતા નંબર, આધાર કાર્ડ નંબર સાથેની અન્ય માહિતી મેળવી ઓનલાઈન 10 રૂપિયા ટ્રાન્સફર કરવા બદલ મળતી લીંક મેળવી સંપર્ક કરનારના બેંક ખાતામાંથી રોકડ રકમ44,900  ઉપાડી લઈને નાણાંકીય છેતરપિંડીકરવામાં આવી હતી.

આ પણ વાંચો :  ખેડૂતો સાવધાન! હવામાન વિભાગે કરી આગાહી, 10-11 માર્ચના રાજ્યમાં ફરી પડશે કમોસમી વરસાદ

સાઇબર ક્રાઇમ

જોકે જ્યારે બેંકના ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર થયા બાદ આવતા મેસેજથી છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યુ હતું જોકે નવી રીતે છેતરપિંડી ની ઘટના બનતા આ મહિલા દ્વારા આ મામલે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ  નોંધવામાં આવી હતી જોકે પોલીસે આ મહિલાની ફરિયાદ ના આધારે તપાસ કરતા આ નંબર ઓડિસા બાજુનો હોવાની વિગત મળી છે ત્યારે પોલીસે આ મામલે સાઇબર ક્રાઇમ ની પણ મદદ લીધી છે.
First published:March 09, 2020, 19:13 pm

टॉप स्टोरीज