રાજકોટ : online શોપિંગ કરતી મહિલાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, ડ્રેસ ખરીદતા છેતરપિંડી


Updated: June 20, 2020, 3:59 PM IST
રાજકોટ : online શોપિંગ કરતી મહિલાઓ માટે ચેતવણીરૂપ  કિસ્સો, ડ્રેસ ખરીદતા છેતરપિંડી
પ્રતિકાત્મક તસવીર

કેટલાક કપડાં પસંદ પડતાં કોમલબેને એ ગ્રૂપમાં વાતચીત કરી હતી અને તેમને એક મોબાઇલ નંબર આપવામાં આવ્યો હતો તેમાં રૂપિયા જમા કરાવવાનું કહ્યું હતું.

  • Share this:
લોકડાઉન બાદ દિવસે ને દિવસે ઓનલાઈન ચિટિંગ ના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સાઇબર ઠગ અલગ અલગ માધ્યમો થી લોકોને ઓનલાઈન છેતરી રહ્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે રાજકોટમાં ફરી વખત એક મહિલા ઓનલાઈન ચિટિંગ નો ભોગ બન્યા છે.રાજકોટના સાધુવાસવાણી રોડ પર રહેતા કોમલબેન રસિકભાઇ મહેતાના મોબાઇલ નંબરને એક વવ્યક્તી એ વ્હોટ્સએપના ફેશન ટ્રેન્ડ નામના ગ્રૂપમાં એડ કર્યા હતા.

જે ગ્રૂપમાં ડ્રેસ અને કુર્તી સહિતના કપડાં વેચવા માટે મુકવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક કપડાં પસંદ પડતાં કોમલબેને એ ગ્રૂપમાં વાતચીત કરી હતી અને તેમને એક મોબાઇલ નંબર આપવામાં આવ્યો હતો તેમાં 799 રૂપિયા જમા કરાવવાનું કહ્યું હતું. મહિલાએ પૈસા જમા કરાવ્યા હતા પરંતુ તેમને આપેલા ઓર્ડરનું પાર્સલ ન મળતાં કોમલબેનને તેની સાથે છેતરપિંડી થઈ હોવાની શંકા જતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો :  સુરત : બૉયકોટ China અભિયાનની શરૂઆત, ઉદ્યોગપતિએ Alibaba સાથેનો 11 વર્ષ જૂનો કોન્ટ્રાક્ટ તોડ્યો


આ પણ વાંચો :  રાજકોટ : 'વિજય રૂપાણી CM બન્યા બાદ મેં મંત્રીપદની આશા છોડી દીધી હતી'

પોલીસે મોબાઈલ નમ્બર ને આધારે તપાસ કરતાં છેતરપિંડી કરનાર અમદાવાદના ઘોડાસરમાં રહેતો વિપુલ સુથાર હોવાનું ખુલતાં પોલીસની ટીમ વિપુલને અમદાવાદથી ધરપકડ કરી છે. પોલીસે વિપુલની અલગ અલગ મુદ્દાઓ પર પૂછપરછ હાથ ધરી છે.મહત્વનું છે કે જે રીતે સાઇબર ક્રાઈમ ની ઘટનાઓ માં વધારો જોવા મળી રહ્યો છે ઘણા કિસ્સાઓમાં ઓટીપી આવે અને રૂપિયા કપાઈ જાય છે તો ઘણા કિસ્સાઓમાં કોઈ લિંક આવ્યા બાદ રૂપિયા કપાઈ જવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે.
First published: June 20, 2020, 3:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading