સુરત : “ પૈસાદારના છોકરા સાથે લગ્ન કરાવી, ડિવોર્સ લઇ રૂપિયા ઉઘરાવે છે”, પરિવારને FBમાં બદનામ કરવાનો પ્રયાસ


Updated: August 3, 2020, 11:53 AM IST
સુરત : “ પૈસાદારના છોકરા સાથે લગ્ન કરાવી, ડિવોર્સ લઇ રૂપિયા ઉઘરાવે છે”, પરિવારને FBમાં બદનામ કરવાનો પ્રયાસ
પ્રતિકાત્મક તસવીર

મોટા વરાછાના પરિવાર અને તેમની દીકરી વિશે ફેસબૂક પર ફેક આઇડી બનાવી અને બદનામ કરવાનું ષડયંત્ર, શર્મશાર કરતી ઘટનાથી ડઘાયેલા પરિવારે સાયબર ક્રાઇમનો સહારો લીધો

  • Share this:
સુરતના (surat) મોટા વરાછા વિસ્તારમાં (mota varacha) રહેતા મુસ્લિમ પરિવારની યુવતીના (Woman) નામે પાંચ દિવસ પહેલા ફેક ફેસબુક (Fake FB ID) આઇડી બનાવી પરિવાર વિરૂધ્ધ અભદ્ર અને અશ્લીલ (Defamation on Facebook) લખાણ વાળી પોસ્ટ કરનાર ભેજાબાજ વિરૂધ્ધ સાયબર ક્રાઇમે (Cyber crime) ગુનો નોંધાવતા પોલીસે શરુ કરી તપાસ, સુરતમાં મુસ્લિમ પરિવાવરની (Muslim family of varacha) યુવતી અને યુવક સાથે લગ્ન નહિ કરવાની (Facebook post about marriage) એક પોસ્ટ વાઇરલ થઈ હતી જોકે સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતી મુસ્લિમ સમાજની યુવતીના નામે આજથી પાંચેક દિવસ અગાઉએક ફેક આઈડી (Fake id of facebook) દ્વારા  તેના પિતરાઇ ભાઇ પર મેસેજ આવ્યો હતો. જેમાં યુવતીના  કાકાનો ફોટો સુરત હકાઇ મેમણ જમાતમાં વાયરલ કર્યો હતો. આ મામલે પરિવારના પિતરાઈને જાણ થતા પરિવારે તુરંત જ (Police complain in cyber crime) સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

બનાવની વિગત એવી છે કે સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા એક મુસ્લિમ પરિવારની યુવતી વિશે ફેસબૂકમાં ફેક આઇડી બનાવી અને તેના લગ્ન વિષયકની ખોટી માહિતીઓ મૂકવામાં આી હતી.  જેમાં પરિવાર કયાં રહે છે તે અને તેઓ સમાજના ઇજ્જતદાર અને પૈસાદારના ઘરે છોકરીના લગ્નનો પ્રસ્તાવ મુકે છે અને લગ્ન કરી ડિવોર્સ લઇ રૂપિયા ઉઘરાવે છે. આ રીતે તેમની બધી છોકરીના તલાક થઇ ગયા છે, છોકરાનું પાંચ ઠેકાણે નક્કી કર્યુ પરંતુ તેમની પાસેથી પણ પૈસા માંગતા તૂટી ગયું છે. જેથી આ ઘરની છોકરીના લગ્નનો પ્રસ્તાવ આવે તો ના પાડવી અને આ લોકો અન્ય ગેરકાનૂની ધંધો પણ કરાવે છે.'

આ પણ વાંચો :   'હું રાજકોટથી બોલું છું, મારી બહેનને મારી નાખશે, જલ્દી એની મદદ માટે જાઓ', 181એ બહેનની રક્ષા કરી


જેથી પિતરાઇ ભાઇએ તુરંત જ જે પરિવારની પોસ્ટ વાઇરલ થઈ હતી તે પરિવારની યુવતી અને તેના  ભાઇને જાણ કરી હતી અને તેણે ગતરોજ સાયબર ક્રાઇમમાં યુવતીના નામે ફેક આઇડી બનાવી પરિવાર વિરૂધ્ધ અભદ્ર અને અશ્લીલ લખાણ કરનાર ભેજાબાજ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો :  સુરત આઇસોલેશન સેન્ટરમાં રક્ષાબંધન : મહિલા દર્દીઓએ ધારાસભ્ય હર્ષ સંઘવીને બાંધી રાખડી 
Published by: Jay Mishra
First published: August 3, 2020, 11:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading