સુરત (Surat news)માં હવે સતત સોશિયલ મીડિયાના ક્રાઇમ (Cyber Crimje)ની ઘટના વધી રહી છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયાના ફેસબુક ઉપર ફેક એકાઉન્ટ બનાવી એક યુવકના ફોટા ઉપર ફેસ મોર્ફ કરી કોઇ છોકરી સાથેનો અશ્લીલ ફોટોગ્રાફ બનાવી તે ફોટોગ્રાફ યુવકના સગા સંબંધીઓને મોકલી તેને બદનામ કરવાનો પ્રયાસ કરતા યુવકે આ મામલે સુરત સાયબર ક્રાઈમ (Surat Cyber Crime)માં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે એક મહિલા સહિત તેના મિત્રની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં સતત સોશિયલ મીડિયાના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે. સામાન્ય બાબતે ખોટું લાગી આવતા સામેવાળી વ્યક્તિને બદનામ કરવા માટે કેટલાક લોકો દ્વારા અલગ-અલગ રીતે સોશિયલ મીડિયા પર ગુના આચરવામાં આવતા હોય છે ત્યારે જ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. સુરતમાં રહેતા યુવકના સગા સંબંધીઓને છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયાના ફેસબુકના એકાઉન્ટ દ્વારા યુવક સાથે અન્ય એક યુવતીના ફોટા મોકલી તેને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. જોકે આ મામલે આ યુવકે સૂરતના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. ત્યારે સોશીયલ મીડીયા ફેસબુક ઉપર ફેક ફેસબુક આઇ.ડી. બનાવી તેમાંથી આ યુવકના તાજેતરમાં લગ્ન થયાં હતા ત્યારે યુવકના સગા સંબંધીઓને ફેસ મોર્ફ કરી કોઇ છોકરી સાથેનો અશ્લીલ ફોટોગ્રાફ બનાવી તે ફોટોગ્રાફ મોકલી બદનામ કરવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે આ મામલે મુળ રહે.ગામ- મોટા ગુંદા તા.ભાણવડ જી.દેવભુમી દ્વારકા અને હાલમાં 104, વેરોના રેસિડેન્સી, વ્રજ ચોક પાસે સરથાણા , સુરત ખાતે રહેતા. એકાઉંટન્ટ તરીકે નોકરી કરતાવિમલકુમાર સુભાષભાઇ ઘેટીયા અને તેમની મિત્રમુળ રહે.ગામ મોટી રાજસ્થળી તા.પાલીતાણા જી.ભાવનગર હાલમાં 29 , યમુના દર્શન સોસાયટી, યમુના ચોક, મોટા વરાછા ખાતે રહેતી સુમિતા વિનુભાઇ સુતરિયા પોલીસે ધરપકડ કરી હતી.
જોકે મહિલાની પૂછપરછ કરતા જે યુવકે ફરિયાદ નોંધાવી હતી તે યુવક યુવતીને લગ્ન માટે જોવા આવ્યા બાદ રીજેક્ટ કરી હતી. જેને અદાવત રાખીને સુમિતા સુતરીયાએ પોતાની સાથે બનેલી ઘટના પોતાના મિત્ર વિમલ ગેડિયાને કરી હતી અને બદલો લેવા માટે તેને આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરતાં પોલીસે બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર