સુરતથી મુંબઇ હવે દરિયાના માર્ગે પણ જઇ શકાશે, ક્રુઝ સેવાનો પ્રારંભ

News18 Gujarati
Updated: November 15, 2019, 10:25 PM IST
સુરતથી મુંબઇ હવે દરિયાના માર્ગે પણ જઇ શકાશે, ક્રુઝ સેવાનો પ્રારંભ
સુરત થી મુંબઇ વચ્ચે ક્રુઝ સેવાનો પ્રારંભ થયો છે

ક્રુઝ સેવા હાલમાં સપ્તાહમાં એક દિવસ ચાલશે

  • Share this:
પ્રજ્ઞેશ વ્યાસ, સુરત : સુરતમાટે ફરી એક વખત આનંદના સમાચાર આવ્યા છે. સુરત થી મુંબઇ વચ્ચે ક્રુઝ સેવાનો પ્રારંભ થયો છે.  ક્રુઝ સેવા હાલમાં સપ્તાહમાં એક દિવસ ચાલશે. લોકો તેનો ભરપુર આનંદ માણી શકે તે માટે ક્રુઝને મુંબઇ પહોચતા 16 કલાકથી પણ વધુનો સમય લાગશે. આ ક્રુઝ સેવા હજીરાની જેટી પરથી શરૂ કરવામાં આવી છે. જે ઓવર નાઇટ દરિયાની સફર કરી મુંબઇ સી લિંક પહોચશે.

મુંબઇની એક ખાનગી કંપની દ્વારા આ ક્રુઝ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં 200 લોકોની કેપેસીટી છે. આરામ માટે રૂમ બનાવવામાં આવ્યા છે. સાથો સાથ આ ક્રુઝમાં એક બાર , રેસ્ટોરન્ટ , ડિસ્કો થેક સહિતની ઘણી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ગુજરાત દરિયાની સીમાં છોડયા બાદ જ મુસાફરો દારૂ ખરીદી શકશે. આ ક્રુઝમાં લોકો ઇન્જોય કરી શકે તે માટે ઓવરનાઇટ સમય રાખવામાં આવ્યો છે. આ ક્રુઝ શુક્રવારે સાંજે 4 વાગે સુરતથી નીકળશે અને શનિવારે સવારે મુંબઇ પહોંચશે. જયારે દર ગુરૂવારે મુંબઇથી ક્રુઝ નીકળી શુક્રવારે સવારે સુરત પહોચશે. મેરીટાઇમ બોર્ડની પરમિશન બાદ આજથી આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં એડલ્ટ માટે 5 હજાર અને બાળકો માટે 4 હજાર રૂપિયા ફેર રાખવામાં આવ્યો છે. આ તમામ માહિતી ફોર્મર મિસ ઇન્ડિયા પેસેફિક રનરઅપ ટવિન્કલ સેહગલ અને ક્રુઝ ઓપરેટર સંજીવ અગ્રવાલે આપી હતી.

આ પણ વાંચો - કેન્દ્રમાં BJP હોવાથી SCએ અયોધ્યા મામલે આપણી તરફેણમાં ચુકાદો આપ્યો : મનસુખ વસાવા

ક્રુઝના કેપ્ટન અરવિંદ તાંબેએ જણાવ્યું હતું કે આ ક્રુઝને હાલમાં ઇન્ટરનેશનલ બોર્ડર સુધી નહીં લઇ જવામાં આવે આ ક્રુઝ દરિયાની સીમાથી 10 થી 12 નોટીકલ માઇલ જ દુર ચાલશે. કોસ્ટલ એરીયામાંથી પસાર થશે. સુરતથી મુંબઇ દરિયામાં 130 નોટીકલ માઇલ જેટલું અંતર થાય છે. જે કાપવા માટે સાત થી 8 નોટીકલ માઇલ પર સ્પીડે ક્રુઝ ચાલશે. જે મુસાફરી પુર્ણ કરતા 16 થી 18 કલાક જેટલો સમય લાગશે. જે દરિયાય સફર ઇન્જોય કરવા માટે જ ખાસ આ સગવડતા ઉભી કરવામાં આવી છે.
First published: November 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com