સુરત: મોબાઈલ સ્નેચરોના આતંકથી રોષ, ટોળાએ સ્નેચરનું બાઈક સળગાવી નાખ્યું

ટોળુ પાછળ પડતા સ્નેચરો ગભરાઈ ગયા અને બાઈક મુકી ભાગી ગયા, લોકોએ બાઈક સળગાવી નાખ્યું

News18 Gujarati
Updated: October 21, 2019, 10:53 PM IST
સુરત: મોબાઈલ સ્નેચરોના આતંકથી રોષ, ટોળાએ સ્નેચરનું બાઈક સળગાવી નાખ્યું
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: October 21, 2019, 10:53 PM IST
કિર્તેશ પટેલ, સુરત: સુરત સહિત રાજ્યભરના મોટા શહેરોમાં મોબાઈલ સ્નેચીગની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. પોલીસ દ્વારા આવા ગુનાઓમાં કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતી હોવાથી મોબાઈલ સ્નેચરો બેકાબુ બન્યા છે. ત્યારે આવી જ એક ઘટનામાં લોકોનો ગુસ્સો એટલી હદે ફૂટી નિકળ્યો કે, ફોન ઝૂંટવીને ભાગતા સ્નેચરો પાછળ લોકોનું ટોળુ દોડતા આ ઈસમો બાઇક મૂકીને નાઠા હતા, જ્યારે ગુસ્સે ભરાયેલા લોકોએ તેની બાઇક સળગાવી દીધાનો બનાવ અમરોલી પોલીસમાં નોંધાયો છે.

સુરતના મોટા વરાછા યમુના ચોક પાસે આવેલી મંત્ર રેસીડન્સીમાં રહેતા ધર્મેશ રમેશભાઈ સાવલીયા પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. દરરોજ પોતાના નિત્યક્રમ મુજબ સાંજે જમીને પોતાના ઘર નજીક વોક પર નીકળ્યા હતા. ત્યારે, બાઇક નં જીજે-5 - એસ.કે. 8662પર સવાર થઇને આવેલા બે શખ્સોએ તેમના હાથમાંથી મોબાઇલ ફોન ઝુંટવી ભાગતા જ ધર્મેશે ચોર ચોરની બુમો પાડવા લાગતા લોકો આ બંને પાછળ દોડ્યા હતા.

આ વિસ્તારમાં આવી ઘટના દરરોજ બને છે જેને લઈને લોકોમાં રોષ લાંબા સમયથી હતો, જેને લઈને લોકો પોતાની પાછળ આવતા હોવાને લઈને આ મોબાઈલ સનેચર ગભરાઈ ગયા હતા અને પોતાનો જીવ બચાવવા માટે તાપી નદી કિનારે જે બાઈક લઈને મોબાઈલ સ્નેચીંગ કરવા આવ્યા હતા તે બાઈક અને જે મોબાઈલ સ્નેચીંગ કર્યો હતો, તે નાખી ને ત્યાંથી ભાગી છૂટ્યા હતા.

જોકે ઉશ્કેરાયેલા લોકોએ આ બાઈકને આગના હવાલે કરી નાખ્યું હતું. ઘટનાની જાણકારી મળતા અમરોલી પોલીસ પણ બનાવ વાળી જગ્યા પર પહોંચી હતી અને ધર્મેશભાઈ પાસે મોબાઈલ સ્નેચીંગ મામલે ફરિયાદ લીધી હતી. આ સાથે બાઈક સળગાવી નાખી, તે મુદ્દે ટોળા સામે પણ અમરોલી પોલીસે ગુનો નોંધ્યો છે.
First published: October 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...