સુરતની RTO દંડની બોગસ રસીદ કાંડ બાદ ફરી વિવાદમાં આવી છે, આ વખતે મનપા નકલી સિક્કા મારી રજીસ્ટ્રેશન પહેલા ભરવામાં આવતો રોડ ટેક્સન ની ચોરી નું કૌભાંડ બહાર આવ્યુ છે જોકે આ કૌભાંડમાં અધિકારી સાથે એજન્ટો ની સંડોવણી બહાર આવી છે જોકે છેલ્લા એકે વર્ષથી મનપા ને કરોડો રૂપિયાનો ચૂનો લગાવામાં આવ્યો છે જોકે એક અધિકારી નજર પડતા સિક્કા ને લઈને સમગ્ર મામલો સામે આવ્યો છે, ત્યારે હવે જો આ મામલે તપાસ કરવામાં આવે તો અનેક ઘટસ્ફોટ થઈ શકે છે.
આ કૌભાંડમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે સુરત મનપાનો નકલી સિક્કો મારી લાખો રૂપિયાનો આજીવન રોડ ટેક્સ ચોરી કરી કરોડો રૂપિયા ન ભરવાનું કૌભાંડ સામે આવ્યુ છે. નવી ખરીદીના વાહનની કિંમત ઉપર સરકારે નિયત કરેલો વાહનનો ટેક્સ ભરવો ન પડે તેથી વાહનના રજિસ્ટ્રેશન ફોર્મ ઉપર ટેક્સ પેઈડનો ડુપ્લીકેટ સિક્કો મારી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે .
આમ તો મનપાનો નકલી સિક્કો મારી સંખ્યાબંધ વાહન ટેક્સ ભર્યા વગર સુરતની આરટીઓમાં નોંધાઈ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે પરંતુ હાલ GJ-05-RK 8520 નંબરનું વેહિકલ પાલિકાનો ટેક્સ ભર્યા વગર આરટીઓમાં નોંધણી થયું હોવાનું બહાર આવ્યું છે . શહેરના પાલનપોર વિસ્તારના સરનામે દીપક મરથક નામના વાહન માલિકના નામે ખરીદાયેલી કિયા સોનેટ પાલિકાનો ટેક્સ ભર્યા વિના રજિસ્ટર્ડ થઈ હોવાનું બહાર આવ્યું છે .
આ પણ વાંચો : નવસારી : બેફામ ટ્રક ચાલકે રસ્તે ચાલતા યુવકને કચડ્યો, મોતનો વિચલિત કરતો CCTV Video
મહાનગરના નિયમો મુજબ રોડ ટ્રાન્સપોર્ટ વિભાગનો આ ટેક્સ સુરત શહેર તથા શહેરની પેરીફેરીમાં 10 કિલોમીટર કિલોમીટરમાં ખરીદાઈને નોંધણી પામતા તમામ વાહનો પાસેથી રોડ ટેક્સ વસૂલવામાં આવે છે . જોકે, આ ટેક્સની ચોરી કરવાનો કિમીયો પણ ઠગ લોકોએ શોધી કાઢ્યો હોય તેવું લાગી રહ્યું છે જ્યાં સુરત મહાનગર પાલિકાનો નકલી સિક્કો મારી અને વાહનને બારોબાર ટેક્સ ભરાયેલા વાહનની શ્રેણીમાં મૂકી દેવાય છે.
આ પણ વાંચો : સુરત : PSI અમિતાની આજે મેરેજ એનિવર્સરી હતી, ડાયરીમાં વ્યથા લખી કર્યો આપઘાત
છેલ્લા કેટલાય સમયથી આ ગઠિયાઓ ગુજરાત બહારથી ખરીદવામાં આવેલી કારનો ટેક્સ ચોરી કરવા નકલી સિક્કાનો ઉપયોગ કરી રહ્યા હોવાની સ્ફોટક વિગતો સામે આવી રહી છે. ખાસ કરીને મોંઘદાઠ લાખો રૂપિયાની લક્ઝૂરિયસ કારનો ભરવાનો થતો લાખો રૂપિયાનો ટેક્સ બચાવી અને આડકતરી ચોરીમાં નકલી સિક્કાનો ઉપયોગ થઈ રહ્યો છે. જાણકારોને આ મામલે મસમોટું કરોડોનું કૌભાડ આચરાયું હોવાની ગંધ આવી રહે છે.