Home /News /south-gujarat /

સુરત : પરિણીતાને ફોન કરી કહ્યું, 'જાનું તારો પતિ ન હોય ત્યારે...' શરીર સુખની માંગણી કરી અશ્વલિલ તસવોરી મોકલી

સુરત : પરિણીતાને ફોન કરી કહ્યું, 'જાનું તારો પતિ ન હોય ત્યારે...' શરીર સુખની માંગણી કરી અશ્વલિલ તસવોરી મોકલી

Surat News : સુરતમાં પરિણીતાને ફોન કરી સીધી અભદ્ર માંગણી કરનાર શખ્સ પકડાયો

Surat News : સુરતના લિંબાયત વિસ્તારની ઘટના, પરિણીતા પાસે અઘટિત ઘટના માંગનાર શખ્સ મદ્રેસા માટે ફંડ ઉઘરાવાનું કામ કરતો હતો.

સુરત : સુરતના લિંબાયત (Limbayat Surat)  વિસ્તારમાં રહેતી પરિણીતાને કોલ અને મેસેજ (Message)  કરી  શરીરી સુખની (Physical Relation)  માંગણી કરનાર યુવક વિરુદ્ધ   કંટાળીને ફરિયાદ નોંધાવી હતી જોકે પોલીસે (Police) આરોપીને ઝડપી પાડયો હતો પકડાયેલો આરોપી મદ્રેસાના (Madrasa)  બાળકો માટે ફંડ ઉગ્રવાનું  કામ કરતો હતો પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે. આ પ્રકારના રોમિયોને પાઠ ભણાવવા માટે સુરત પોલીસ સહેજ પણ કચાશ રાખવા માંગતી નથી અને જો કોઈ આવી પજવણી કરે તો તેના આવા હાલ થાય છે તેવો મેસેજ પોલીસ આપી રહી છે.

બનાવની વિગતો એવી છે કે  લિંબાયત વિસ્તારમાં રહેતી 23 વર્ષીય પરિણીતાને ગત 11મી એપ્રિલે અજાણ્યા નંબર ઉપરથી કોલ આવ્યો હતો . કોલ કરનારે સીધું જ પરિણીતાને 'જાનુ' કહી સંબોધતાં તે ઉશ્કેરાઇ હતી . સામી વ્યક્તિએ આ પરિણીતાનું નામ પણ જાણતો હોવાનું અને તે પરિણીતા હોવાનો ઉલ્લેખ કરી સીધી જ શરીરસુખની માંગણી કરી હતી.

પતિ બહાર જાય ત્યારે ગુપચુપ ઘરે બોલાવવાનું કહી અશ્લીલ વાતો કરી

પતિ બહાર જાય ત્યારે ગુપચુપ ઘરે બોલાવવાનું કહી અશ્લીલ વાતો કરતા પરિણીતાએ આ નંબરને બ્લોક કરી દીધો હતો . જોકે , વિકૃત યુવકે બીજા નંબરથી કોલ કરી હેરાનગતિ ચાલુ રાખી હતી . પરિણીતાને સ્ત્રી - પુરુષોના અશ્લીલ ફોટો મોકલી સંબંધ નહિ રાખે તોપતિને તથા પરિવારને મારી નાંખવાની ધમકી આપતો હતો.

આ પણ વાંચો : સુરત : મજબૂર પિતાએ પુત્રને પાટે ચડાવવા કરાવ્યું અપહરણ, કારણ જાણીને ચોંકી જશો

આખરે કંટાળીને પરિણીતાએ ફરિયાદ આપતા લિંબાયત પોલીસે અજાણ્યા સામે આઇ.ટી.એક્ટ તથા છેડતીનો ગુનો નોંધી પોલીસે  તપાસ શરૂ કરી હતી . પીએસઆઇ મસાણી અને તેમની ટીમે ટેક્નિકલ સર્વેલન્સના આધારેઆરોપી તન્વીર આલમ સમીરૂદ્દીન શેખ ( ઉ.વ. ૨૫ , રહે . અમન સોસાયટી , મયૂર હોલ પાસે , લિંબાયત - મૂળ બિહાર ) ની ધરપકડ કરી હતી .

એકતરફી પ્રેમમાં પડી ગયો હતો

ફંડ ઉઘરાવવા જતી વેળા પરિણીતાને જોઈ તેના એકતરફી પ્રેમમાં પડી ગયો હતો. તેણીના ઘર પાસે આંટાફેરા મારી યેનકેન પ્રકારે નંબર મેળવી લીધો હતો .ગૂગલ પરથી અન્યનો વોટ્સએપ ઉપયોગ કરવાનું જ્ઞાન લીધું હતું આરોપી તન્વીર લિંબાયતની મદ્રેસાનાં બાળકો માટે ફંડ ઉઘરાવવાનું કામ કરે છે. તન્વીરને રિક્ષામાંથી એક મોબાઇલ મળ્યો હતો . જે મોબાઇલમાં પરિચિતના ઘરે જઇ તેના વોટ્સએપનો ઓટીપી મેળવી લીધો હતો.

આ પણ વાંચો : સુરત : આદિવાસી સમાજ વિશે અભદ્ર લખાણ, મહિલાઓએ કહ્યું, 'અમે સમાજમાં બેસવા લાયક નથી રહ્યા'

જે વોટ્સએપ નંબર પરથી પરિણીતાને રંજાડતો હતો અને અન્ય નંબર પરથી ધાકધમકી આપતો હતો . ગૂગલ પરથી તેને અન્યના વોટ્સએપ નંબરનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગેની ટેકનિક જાણી હતી
Published by:Jay Mishra
First published:

Tags: ગુજરાતી સમાચાર, તાજા સમાચાર, સુરત, સુરતના સમાચાર

આગામી સમાચાર