Surat crime : સુરતમાં નોકરીની શોધમાં આવેલી સગીરા સાથે દુષ્કર્મ, આસરો આપનાર જ બન્યો હેવાન
Surat crime : સુરતમાં નોકરીની શોધમાં આવેલી સગીરા સાથે દુષ્કર્મ, આસરો આપનાર જ બન્યો હેવાન
Surat Rape : સુરતમાં આસામની 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ
Surat News : સુરતમાં નોકરીની (Surat) તલાશમાં રોજ અનેક લોકો આવે છે. જોકે, 16 વર્ષીય સગીરાને (Minor Girl) આશરો આપનાર વ્યક્તિએ જ દુષ્કર્મનો શિકાર (Rape) બનાવી, પોક્સો (POCSO) અને દુષ્કર્મની ફરિયાદ
Surat News : સુરત શહેરમાં દુષ્કર્મ અને પોક્સ એક્ટ હેઠળ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કામની શોધમાં સુરત આવેલી એક સગીરા સાથે દુષ્કર્મ થતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઘટનાની વિગતો એવી છે કે સુરત શહેરમાં નોકરીની તલાશમાં આવેલી આસામની 16 વર્ષીય સગીરા દુષ્કર્મનો શિકાર બની હતી. પાંડેસરામાં જે યુવકે ઘરમાં આશરો આપ્યો હતો તેણે મારપીટ કરી ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે બળાત્કાર અને પોક્સો ઍક્ટ અન્વયે ગુનો નોંધી યુવક અને તેના મિત્રની ધરપકડ કરી હતી
સુરતમાં સતત નાની બાળાઓ સાથે કિશોરીને લગ્નની લાલચ આપી અથવા તો અન્ય રીતે લાવે છે તેમની સાથે બળાત્કારની ઘટનાઓ સતત બની રહી છે. ત્યારે વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.મૂળ આસામની 16 વર્ષીય સગીરા મહિના પહેલાં સુરત શહેરમાં નોકરીની તલાશ માટે આવી હતી.
સગીરા સાથે ઍક યુવક અને યુવતી પણ આવ્યા હતા. તેઓ પાંડેસરામાં મિલન પોઇન્ટ પાસે જયઅંબે નગરમાં રહેતા અવિનાશ સિંગના ઘરે રોકાયા હતા. થોડા દિવસ રહયાં બાદ સગીરા સાથે આવેલા યુવક-યુવતીને અહીં માફક નહિ આવતા તેઓ ચાલ્યા ગયા હતા.
અવિનાશનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો
જોકે, સગીરા અવિનાશના ઘરે જ રહેતી હતી. દરમિયાન ગત તા. 13મીએ અવિનાશનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. જેથી ઉશ્કેરાઇને અવિનાશે પત્ની અને આસામની સગીરાને ઘરમાંથી કાઢી મૂકી હતી. અવિનાશની પત્ની અને સગીરા નજીકમાં રહેતા માનેલા ભાઇના ઘરે રહેવા ગઇ હતી. જે અંગેની જાણ થતા અવિનાશે ત્યાં જઇ બંનેને ઘરે લઇ આવ્યો હતો.
અવિનાશે ગાળાગાળી કરી પત્ની અને સગીરાને માર માર્યો
અવિનાશે ગાળાગાળી કરી પત્ની અને સગીરાને માર માર્યો હતો અને બાદમાં ઘરમાં ગોંધી પણ દીધા હતા. ત્યારબાદ તા. 15મીઍ સગીરા અવિનાશની પત્ની સાથે પાંડેસરા પોલીસ મથકે પહોંચી હતી. સગીરાઍ પોલીસ સમક્ષ ઍવી ફરિયાદ કરી હતી કે, અવિનાશે મારપીટકરી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.