સુરતઃ ફોન બતાવવાના બહાને પડોશી યુવાનનું બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

સુરતના પાંડેસરા વિસ્તારમાં વધુ એક માસૂમ બાળકી નરાધમની હવસનો શિકાર બની હતી.

News18 Gujarati
Updated: February 7, 2019, 11:08 AM IST
સુરતઃ ફોન બતાવવાના બહાને પડોશી યુવાનનું બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: February 7, 2019, 11:08 AM IST
ન્યૂઝ18 ગુજરાતીઃ  ગત રવિવારે બપોરે પાંડેસરામાં નવ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થતાં થતાં રહી ગયું હતું આ વાતને હજી થોડા દિવસ પણ નથી થયા ત્યાં પાંડેસરા વિસ્તારમાં છ વર્ષની બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હતું. સુરતના પાંડેસરા વિસ્તારમાં વધુ એક માસૂમ બાળકી નરાધમની હવસનો શિકાર બની હતી. મોબાઈલ ફોન બતાવવાના બહાને પડોશી યુવાને છ વર્ષની બાળકીને પોતાની પાસે બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા ચકચાર મચી ગઈ હતી. પીડિત બાળકીના પરિવારે યુવાનને પોતાના ઘરે બોલાવ્યાં બાદ પોલીસને સોંપી દીધો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ માસૂમ બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ કરવાના આરોપસર પોલીસે 29 વર્ષના સંતોષ શ્રીરામ ગુપ્તા નામના યુવાનની ધરપકડ કરી હતી. મંગળવારે રાત્રે સંતોષે પડોશીમાં રહેતી છ વર્ષીય બાળકીને મોબાઈલ ફોન જોવાના બહાને પોતાની પાસે બોલાવી હતી. ત્યારબાદ ગેલેરીમાં લઈ જઈ ચાદર પાથરી ખોળામાં બેસાડી હતી. સંતોષે ઠંડીનું બહાનું કરી કામળ ઓઢી લઈ માસૂમ સાથે દુષ્કર્મ કર્યું હતું.

ત્યારબાદ ઘરે પહોંચેલી બાળકીએ માતાને ગુદાના ભાગે દુઃખાવો થતો હોવાની ફરિયાદ કરી સંતોષની હેવાનિયતની વાત કરી હતી. જોકે, માતાએ જે તે સમયે કોઈ હોબાળો કર્યો નહોતો. રાત્રે અગિયારેક વાગે નોકરી પરથી ઘરે આવેલા પતિને આખી વાત કરી હતી.

આ પણ વાંચોઃ-નર્મદાઃ યુવતીની છેડતી બાદ સમાધાન માટે બોલાવતા યુવકે કરી આત્મહત્યા

બુધવારે સવારે સંતોષને પોતાના ઘરે બોલાવી પીડિત બાળકીના પરિવારે ઠપકો આપ્યો હતો. બીજી બાજુ પોલીસને પણ જાણ કરી દેવાઈ હતી. પાંડેસરા પોલીસે સ્થળ પર દોડી જઈ સંતોષને ઝડપી પાડયો હતો. પીડિત બાળકીને સારવાર માટે સિવિલમાં ખસેડાઈ હતી.

 
First published: February 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...