Home /News /south-gujarat /

સુરતમાં માથાભારે મહેબૂબ કાંદા-બટાકાવાળાની હત્યા, આવું કારણ આવ્યું સામે

સુરતમાં માથાભારે મહેબૂબ કાંદા-બટાકાવાળાની હત્યા, આવું કારણ આવ્યું સામે

તસવીર: ઘટના સ્થળે, આરોપી

શહેરના વરિયાવી બજાર ધાસ્તીપુરા ખાતે રહેતો મહેબૂબ કાંદા-બટાકા ઉર્ફ હસન પટેલ કરિયાણાની દુકાન ચલાવતો હતો.

સુરત: સુરત હત્યાની સતત (Surat murder cases) ઘટના સામે આવી રહી છે. સુરતનાં ધાસ્તીપુરા વિસ્તરમાં રહેતા મહેબૂબ કાંદા-બટાકાવાળા તરીકે ઓળખાતા અને વ્યાજ-વટાવ કરતા આધેડની પૈસાની લેતીદેતીમાં અજાણ્યા ઈસમે જાહેરમાં જ તીક્ષ્ણ હથિયારથી કરપીણ હત્યા (Murder) કરી નાખી હતી. હત્યાથી સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ સાથે હાહાકાર મચી જવા પામ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. આ કેસમાં પોલીસે ગણતરીનાં કલાકોમાં જ હત્યારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે. જેમાં સૌથી વધુ હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. ગતરોજ રાત્રે એક હત્યાની ઘટના બાદ વધુ એક હત્યા ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ જવા પામી છે. શહેરના વરિયાવી બજાર ધાસ્તીપુરા ખાતે રહેતો મહેબૂબ કાંદા-બટાકા ઉર્ફ હસન પટેલ કરિયાણાની દુકાન ચલાવતો હતો. તેણે સોમવારે સવારે ફોન ઉપર કોઈક સાથે ઝઘડો થયો હતો. જે બાદમાં તે 'તું વહીં જ રૂક, મેં આતા હું' કહીને નીકળ્યો હતો. બાદમાં હોડી બંગલા જીલાની બ્રિજના છેડે નટરાજ કોમ્લેક્સની પાસે એઝાઝ ઉર્ફે સમીરે તેને ચપ્પના ચારથી પાંચ ઘા ઝીંકી પતાવી દીધો હતો.

આ પણ વાંચો: રાજ્યમાં હોળી-ધૂળેટીના તહેવાર સંદર્ભે ગૃહ વિભાગની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરી શકાશે અને શું નહીં

જાણવા મળતી માહિતી મુજબ મહેબૂબે એઝાઝ પાસેથી 10 હજાર રૂપિયા લેવાના હતા. એઝાઝે અત્યાર સુધી 10 હજાર રૂપિયાની સામે 40 હજાર રૂપિયા ચૂક્વી દીધા હતા પરંતુ મહેબૂબ બાકી 10 હજાર માટે ગાળાગાળી કરતો હતો. દરમિયાન મહેબૂબનો એઝાઝની પત્ની સાથે પણ ઝઘડો થતાં તેને મહેબૂબને ચપ્પના ઘા ઝીંકી પતાવી દીધો હતો.

આ પણ વાંચો: નવસારી: રાત્રે ચાલુ ટ્રેનમાંથી બે વર્ષની બાળકી નીચે પડી, RPF જવાને પાટા પર ચાલીને શોધી કાઢી

હત્યા પછી કલાક સુધી મહેબૂબની લાશ પડી રહી હતી. ત્યારબાદ પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોસ્ટમોર્ટમ દરમિયાન મહેબૂબને પેટના ભાગે મારેલો ઘા આરપાર થઈ પીઠ પાસેથી નીકળો ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો: Barbeque Nation IPO: આઈપીઓ ભરતા પહેલા જાણી લો આ 10 વાત

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મહેબૂબ માથાભારે હોવાની સાથે વ્યાજનો ધંધો કરતો હતો. પોલીસે ઘટનાની વધારે તપાસ હાથ ધરી છે. જો કે પોલીસે ગણતરીનાં કલાકોમાં જ હત્યારા એઝાઝ ઉર્ફે સમીર સુપડુ શાહુંની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Surat police, ગુનો, પોલીસ, સુરત, હત્યા

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन