સુરતઃ લોકોને દંડ ફટકારતી પોલીસના પુત્રો જ ગાઈડલાઈનનો ભંગ કરતા કેમેરામાં થયા કેદ, જુઓ video


Updated: September 30, 2020, 3:40 PM IST
સુરતઃ લોકોને દંડ ફટકારતી પોલીસના પુત્રો જ ગાઈડલાઈનનો ભંગ કરતા કેમેરામાં થયા કેદ, જુઓ video
વાયરલ વીડિયોની તસવીર

ઉમરા પોલીસ મથકથી માત્ર 50 મીટરે આવેલા પાર્ટી પ્લોટમાં ક્રિકેટ રમી રહેલા યુવાનો ઉપર પોલીસની ટીમ ત્રાટકી હતી. ક્રિકેટ રમી રહેલા હોઇ 100થી વધુ યુવાનોને ગ્રાઉન્ડમાં રોકી તેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

  • Share this:
સુરતઃ શહેરમાં કોરોના ગાઈડલાઈન (coronavirus Guideline) પ્રમાણે માસ્ક (Mask) વગર ફરતા લોકોને દંડ કરવામાં આવે છે. ત્યારે ખુદ પીપલોદ પોલીસ લાઈનમાં (Piplod police line) પોલીસ પુત્રો કોરોના ગાઈડલાઇન પાનલ નહીં કરી ક્રિકેટ (cricket) રમતા હોવાનો વીડિયો વાયરલ (video viral) થતા આ પોલીસ કર્મચારી પોતાના દીકરાઓને દંડ કરશે કે કેમ તે જોવાનું રહ્યું.

કોરોના મહામારી (coronavirus) વચ્ચે તંત્ર દ્વારા કોરોનાની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં લોકો એ ફરજિયાત માસ્ક સાથે સોશિયલ ડિસ્ટસિંગનું પાલન કરવાનું છે. ત્યારે 3 દિવસ પહેલા સુરતના ઉમરા પોલીસ મથકની (Umara police station) બાજુમાં આવેલા ગ્રાઉન માં 100 કરતા વધુ યુવાનો ક્રિકેટ રમતા હતા. અને તે લોકોએ માસ્ક ન પહેર્યું હોવાથી તેમના પાસેથી કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ 1 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ પોલીસ કર્મચારી પુત્રો આજે પીપલોદ પોલીસ લાઇનમાં વગર માસ્ક એ ક્રિકેટ રમતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે લોકો પાસે કોરોના ગાઈડ લાઇન તોડવાનો દંડ વસૂલતા આ પોલીસ કર્મચારી પોતાના પુત્રો પાસે દંડ અથવા જરૂરી કાર્યવાહી કરશે કે કેમ તેવા સવાલ ઉભા થવા પામ્યા છે.

આ પણ વાંચોઃ-સેલ્ફીના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સોઃ સેલ્ફી લઈ રહેલી ડોક્ટરની પત્ની ડેમમાં પડી, ડૂબી જતા મોત

તંત્ર ભલે લોકો પર કાર્યવાહી કરે પણ તેમાં 'દિવા તરે અંધારું' જોવા મળ્યું છે ત્યારે હવે આ મામલે કાર્યવાહી થશે કે મામલો આખો દબાવી દેવામાં આવશે તેવી લોક ચર્ચા ઉભી થવા પામી છે. ઉલ્લેખનીય છેકે શહેરમાં ગત રવિવારે સાંજે ઉમરા પોલીસ મથકથી (Umara police station) માત્ર 50 મીટરે આવેલા પાર્ટી પ્લોટમાં ક્રિકેટ રમી રહેલા યુવાનો ઉપર પોલીસની ટીમ ત્રાટકી હતી.

આ પણ વાંચોઃ-સુરતઃ રસ્તામાં ગાડીનું બોનેટ ચેક કરવા જવું કાપડના વેપારીને રૂ.5.84 લાખમાં પડ્યું, બાઈક સવાર રોકડા ભરેલી બેગ લઈ ફરારઆ પણ વાંચોઃ-મને અને નારણ રબારીને ઓળખતા નથી ગમે ત્યાંતી ઉપાડી લઈશું' : અમદાવાદમાં ફર્નિચરના વેપારીને મળી ધમકી

હાલમાં કોરોનાના (coronavirus) સમયમાં આ યુવાનો મોટી સંખ્યામાં ભેગા થઇને ક્રિકેટ (cricket) રમી રહેલા હોઇ 100થી વધુ યુવાનોને ગ્રાઉન્ડમાં રોકી તેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જોકે સુરતમાં તેમજ રાજયમાં અનેક જગ્યાએ રાજકિય કાર્યક્રમો થાય છે. ત્યારે પોલીસ ભાજપના નેતાઓ સામે કોઇ પણ પ્રકારની દંડનાત્મક કાર્યવાહી કરાવમાં આવતી નથી.સુરત સહિત રાજયમાં અનેક જગ્યાએ ભાજપ દ્વારા અનેક વખત રેલીઓ કાઢવામાં આવી છે. તેમ છતા મુક પ્રેક્ષકની જેમ પોલીસ દ્વારા કોઇ પગલા ભરવામાં આવ્યા નથી. ત્યારે આજે પણ ભાવનગરમાં સત્તાના નશામાં ચુર ભાજપ દ્વારા રેલી કાઢવાની સાથે ગરબા પણ કાર્યકરો સાથે રમવામાં આવ્યા હતા.
Published by: ankit patel
First published: September 30, 2020, 3:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading