Home /News /south-gujarat /Gujarat bypoll: કોંગ્રેસ દ્વારા કરાયેલા સોમા પટેલના video અંગે સી.આર. પાટીલનો પલટ વાર, કોંગ્રેસનું ષડયંત્ર, કોંગ્રેસ માફી માંગે

Gujarat bypoll: કોંગ્રેસ દ્વારા કરાયેલા સોમા પટેલના video અંગે સી.આર. પાટીલનો પલટ વાર, કોંગ્રેસનું ષડયંત્ર, કોંગ્રેસ માફી માંગે

ફાઈલ તસવીર

કોગ્રેસ (cognress ) દ્વારા આજે એક વીડિયો જાહેર કરવાની સાથે ભાજપ (BJP) સામે ધારાસભ્યોને (MLA) ખરીદવામાં આવ્યા હોવાને આરોપ લગાવવામાં આવ્યો હતો.

સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Bypoll) પડઘમ આજે સાંજે શાંત પડવાના છે. આજે પેટાચૂંટણીના પ્રચારનો અંતિમ દિવસ છે. આ અંતિમ દિવસ પહેલાં કૉંગ્રેસના (Congress) લીંબડી બેઠકના પૂર્વ ધારાસભ્ય સોમા ગાંડાનો (Soma Ganda Viral Video) એક વાયરલ વીડિયો રજૂ કર્યો છે. કોગ્રેસ દ્વારા આજે એક વીડિયો જાહેર કરવાની સાથે ભાજપ (BJP) સામે ધારાસભ્યોને (MLA) ખરીદવામાં આવ્યા હોવાને આરોપ લગાવવામાં આવ્યો હતો. જેનો વળતો જવાબ ભાજપ પ્રદેશ અધ્યક્ષ (Gujarat BJP president) સી આર પાટીલ (C R patil) દ્વારા આપવામાં આવ્યો હતો. સી આર પાટીલે જણાવ્યું હતું કે પહેલાતો મારા નામનો ઉલ્લેખ કરાયો નથી. તેમજ સોમાંભાઇ પટેલ વીડિયોમાં (Soma patel Video) પણ કસ્સે દેખાતા નથી. કોગ્રેસ દ્વારા (congress) માત્ર લોકોને ભ્રમીત કરવામાં આવી રહ્યા છે. કોગ્રેસ ગુજરાતની જનતા પાસે માફી માંગવી જોઇએ.

કોગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરતાની સાથે ભાજપ પ્રદેશ પ્રમખ દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સની જાહેરાત કરવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા સંબોધનની શરૂઆતમાં જ જણાવવામાં આવ્યું હતું. કે આ વીડિયોમાં સોમા પટેલ દેખાતાજ નથી. કોગ્રેસ દ્વારા મનધડક આક્ષેપ કરવામાં આવયા છે.

સોમા પટેલને ચહેરો દેખાતો નથી. મારો ઉલ્લેખ મીત્ર તરીકેનો કરવામાં આવ્યો છે. કોગ્રેસ દ્વારા બે જવાબદારી પુર્ણ ઉલ્લેખ જયારે સોમા પટેલ ભાજપમાં જોડાયા ત્યારે હું  આ પદપર નહિ હતો..ભાજપ આગામી ચુંટણીમાં તમામ બેઠકો જીતશે. કોગ્રેસ જુઠાણા ચલાવે છે જુઠુ બોલવા ની જગ્યાએ લોકોના કામ કરવા જોઈએ . કોંગ્રેસ દ્વારા લોકોની માફી માંગવી જોઈએ માત્ર આક્ષેપ કરવાથી કઈ થતું નથી.

આ પણ વાંચોઃ-ઓક્ટોબરમાં ચાંદીના ભાવમાં રૂ.8000નું ગાબડું, જ્યાં સોનું સુધારા તરફ, શું Diwaliએ વધશે Goldના ભાવ?

અમિત ચાવડા દ્વારા ખોટી રીતે વિડ્યો રજૂ કરવામાં આવ્યો છેકોંગ્રેસની નેતા ગીરી નિષ્ફળ, કોંગ્રેસ દ્વારા માફી માંગવી જોઈએ. કાયદાકીય રીતે સલાહ લઇને પછી આગળ વધીશ.કોંગ્રેસ દ્વારા કોળી સમાજને બદનામ કરવાનો પ્રયાસ, સવાલ પૂછનારની ઓળખ નથી થઈ. ચોકસ વીડિયો બાબતે તપાસ થવી જોઈએ અને પોલીસે પણ કાર્યવાહી કરવી જોઈએ.

આ પણ વાંચોઃ-જૂનાગઢઃ ગિરનાર રોપ-વેમાંથી પ્રવાસીઓને જોવા મળ્યા સિંહ, પોતાની મસ્તીમાં હતા સિંહ, જૂઓ અદભૂત video

શું છે આખી ઘટના?
કૉંગ્રેસ દ્વારા કથિત રીતે રજૂ કરાયેલા આ વીડિયો પર ગંભીર સવાલ કરવામાં આવ્યા છે. આ વીડિયોમાં સોમા ગાંડા પટેલનું સ્ટિંગ ઑપરેશન કરવામાં આવ્યું છે. સ્ટીંગ ઑપરેશનમાં સોમ ગાંડા કથિત રીતે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે હિંદીમાં વાત કરી રહ્યા છે અને ધારાસભ્યોને પૈસા આપી ખરીદવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ છે. આ વીડિયો વાયરલ થયા બાદ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રમુખ મોઢવાડિયાએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે.

આ પણ વાંચોઃ-કચ્છઃ 21 મૃત સાંઢા સાથે મહિલા સહિત ત્રણ શિકારી ઝડપાયા, યૌન શક્તિવર્ધક તરીકે સાંઢાના તેલની બોલબાલા?

કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ આ વીડિયો વિશે કહ્યું કે વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે સોમા ભાઈ પૈસા લઈને રાજીનામું આપવાની વાતનો સ્વીકાર કરે છે. ભાજપ પ્રેરિત ભ્રષ્ટાચારનું આ ઉદાહરણ છે જેમાં રાજ્યસભાની ચૂંટણી પહેલાં રાજીનામા પૈસાના જોરે પડ્યા હોવાનો ઉલ્લેખ છે. આ ઘટનાની તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ.
" isDesktop="true" id="1041915" >

ટિકિટ અને પૈસાનો સોદો થયો મોઢવાડિયા
આ વાયરલ વીડિયો મુદ્દે અર્જુન મોઢવાડિયાએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્યોને પૈસા અને ટિકિટના જોરે ખરીદ્યા છે. એટલે સોમાભાઈ સાથે ફક્ત પૈસાની ડીલ થઈ હશે ટિકિટની ડીલ નહીં થઈ હોય એટલે એમને ટિકિટ નહીં આપી હોય બાકી અન્ય ધારાસભ્યોને ટિકિટ પણ આપવામાં આવી છે. એમને ક્યાંક બોર્ડ નિગમના ચેરમેન તરીકેની ઓફર આપવામાં આવી હશે.

આ વાયરલ વીડિયો બાદ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપના પ્રમુખ સી.આર. પાટિલ અને પક્ષ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. આ મુદ્દે સી.આર. પાટિલ જણાવ્યું હતું કે 'સોમા ગાંડાએ રાજીનામું આપ્યું ત્યારે હું પ્રમુખ નહોતો એટલે મારો આમા સમાવેશ હોવાનો કોઈ સવાલ જ નથી. બીજું કે પાર્ટીના પ્રમુખ તરીકે હું સ્પષ્ટ માનું છું કે આ વ્યક્તિ સોમા ભાઈ હોય તો પણ કૉંગ્રેસે તેમનો ચહેરો દેખાય તેવો વીડિયો વાયરલ કરવો જોઈએ. અમિત ભાઈએ કોળી સમાજના એક મોટા આગેવાનને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. અમિત ભાઈએ કોળી સમાજની માફી માંગવી જોઈએ. ગુજરાતની માફી માંગવી જોઈએ. કૉંગ્રેસ આત્મમંથન નથી કરતી એટલે જ 25 વર્ષથી હારી રહી છે અને આગામી 25 વર્ષ પણ હારે તેવી શક્યતા છે. ”

પાટિલે ફરી મોઢવાડિયાને જુઠવાડિયા કહ્યા
સી.આર. પાટિલે કહ્યું કે 'અમિત ભાઈ તેમની બાજુમાં બેસેલા જુઠવાડિયાના કારણે જુઠ્ઠું બોલતા હશે. બાકી આ વીડિયો સાથે મારે કઈ લેવા દેવા નથી. આ ગંભીર આક્ષેપ છે અને હું પણ માનું છું કે પોલીસે વીડિયોમાં કોણ છે તેની તપાસ કરવી જોઈએ અને વીડિયોમાં દેખાતા વ્યક્તિને પૂછવું જોઈએ. ”
Published by:ankit patel
First published:

Tags: CR Patil, Gujarat by elections, Gujarat Bypoll, Gujarat Congress, ભાજપ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन