Home /News /south-gujarat /

Gujarat Assembly Elections 2022: સીઆર પાટીલે કહ્યું, 'ગુજરાતના લોકોને ખબર છે ઠગ કોણ છે, ગુજરાતીઓને મફતનું ફાવતું નથી'

Gujarat Assembly Elections 2022: સીઆર પાટીલે કહ્યું, 'ગુજરાતના લોકોને ખબર છે ઠગ કોણ છે, ગુજરાતીઓને મફતનું ફાવતું નથી'

CR Patil One Day One District Rally : કડોદરામાં પાટીલનો હુંકાર, પીએમ મોદીના અશ્વમેઘને કોઈ રોકી નહીં શકે

CR Patil Live One Day One District: આજથી ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલ (CR Patil) દ્વારા વન ડે વન ડિસ્ટ્રીક્ટ (One Day One Distirct) કાર્યક્રમ શરૂ થયો. નામ લીધા વગર પાટીલે આમ આદમી પાર્ટી અને કેજરીવાલનો ઉધડો લીધો

  Gujarat Assembly Elections 2022: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો ગરમાવો (Gujarat Assembly Elections 2022) થઈ રહ્યો છે. ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યની સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સીઆર પાટીલ (CR Patil) દ્વારા આજથી 'વન ડે વન ડિસ્ટ્રીક્ટ' (One Day One District) કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. આજે સીઆર પાટીલે સુરતના કડોદરામાં (Surat Kadodara)માં પેજ સમિતિના કાર્યકરોને સંબોધ્યા હતા. આ સભામાં પાટીલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને આમ આદમી પાર્ટી ( Aaam Adami Paty) પર આકરા પ્રહારો કર્યા હતા. પાટીલે કહ્યું કે 'ગુજરાત મહેનતું લોકોનું રાજ્ય છે. અહીંયા ધોમધખતા તાપમાં પણ મારા આદિવાસી ભાઈ બહેનો મહેનત કરી લેય છે અને પોતાની જાતે રળે છે પરંતુ કોઈના પાસે હાથ લંબાવતા નથી. ગુજરાતના લોકોને મફતનું ફાવતું નથી. મફતના નામે વોટ માંગનારો એ વ્યક્તિ ઠગ નહીં મહા ઠગ છે. પરંતુ ગુજરાતના લોકો જાણે છે કે કોણ ઠગ છે'

  આજે સુરત જિલ્લાથી વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમમાં સીઆર પાટીલે આગામી ચૂંટણીમાં ભાજપના સ્પષ્ટ વિજયની વાતને રજૂ કરતા ભાજપના કાર્યકરોને મુક્તમને પોતાના વિચારો રજૂ કરવા જણાવ્યું હતું. સીઆર પાટીલે આ કાર્યક્રમને ભાજપના કાર્યકરો અને સામાન્ય લોકો માટે સમર્પિત જણાવ્યો હતો.

  'ચોમાસામાં દેડકા ડ્રાઉ ડ્રાઉ કરતા આવે એમ આ ઠગ નહીં મહાઠગ આવે છે'

  સીઆર પાટીલે કહ્યું, કે જેવી રીતે ચોમાસું આવતા દેડકા ડ્રાઉ ડ્રાઉ કરતા આવી જાય છે એમ અમુક પાર્ટીના લોકો ચૂંટણી માટે દોડી આવે છે પરંતુ ગુજરાતમાં મફતના નામે વોટ મળવાના નથી. ગુજરાતના લોકો હાથ લંબાવે છે તો તો તે આપવા માટે લંબાવે છે લેવા માટે નહીં. ગુજરાતનો વ્યક્તિ બે ટાઈમ મહેનત કરીને ભોજન કરશે પરંતુ મફતનું લેવા હાથ નહીં લંબાવે. જે મળશે તેમાંથી પોતાનું પેટ ભરશે અને પોતાના બાળકને ખવડાવશે પરંતુ મફતનું નહીં લે. આ રાજ્યના  આદિવાસી ભાઈ બહેન હશે કે મજૂર વર્ગ હશે પરંતુ તે પણ ઈચ્છે છે કે મજૂરી કરીને કામ કરીને મહેનત કરીને ખાશે અને પોતાના પરિવારને ખવરાવશે. તે પોતાના બાળકને આળસું થવા દેવા માંગતો નથી. એટલે જ તે પોતાના બાળકોને મહેનતના સંસ્કાર આપે છે.'

  આ પણ વાંચો :  Gujarat Assembly Election 2022: BJP અધ્યક્ષ નડ્ડાએ કહ્યું, 'ગુજરાત ભાજપની પ્રયોગશાળા,' વિધાનસભા ચૂંટણી વિશે કરી મોટી વાત



  'ગુજરાતની સંસ્કૃતિ પર આક્રમણ ગુજરાત સાંખી નહીં લે'

  સીઆર પાટીલે કહ્યું, 'ગુજરાતની એક વિશિષ્ઠ સંસ્કૃતિ રહી છે. ગુજરાતીઓ આપવામાં માને છે. લેવામાં માનતા નથી. જોકે, અમુક પાર્ટીના લોકો મફતનું આપવાના નામે ગુજરાતની સંસ્કૃતિ પર આક્રમણ કરવા માંગે છે. પરંતુ ગુજરાત આ આક્રમણ સાંખી નહીં લે

  આ પણ વાંચો : Grishma Vekaria murder case: ગુજરાત પોલીસ તમારો મિત્ર છે, બદનામીનો ડર રાખ્યા વગર પોલીસ પાસે આવજો: હર્ષ સંઘવી

  'નરેન્દ્ર મોદી દેશના યુવાનોના જામીન બન્યા છે'

  પાટીલે ટાંક્યુ કે ' પોતાના યુવાનોને વગર ગેરેન્ટીએ લોન આપે એવો સમગ્ર વિશ્વમાં કોઈ એવો દેશ નથી , વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દેશના યુવાનોના જામીન  બન્યા છે. વડાપ્રધાન મોદીએ બેન્કોને કહ્યું, આ દેશનો યુવાન પ્રામાણિક છે, એને લોન  આપો એનો જામીન હું છું,વ્યવસાય કરવા માંગતા યુવાનો માટે આ વ્યવસ્થા આખા વિશ્વમાં ક્યાંય નથી'

  'માંડવી કૉંગ્રેસના હાથમાંથી ગઈ....'

  પાટીલે કહ્યું, 'આ સુરત જિલ્લામાં આપણને એક માંડવીની સીટ ખટકે છે પરંતુ આ વખતે ભાજપનો કાર્યકર્તા તૈયાર છે અને આ માંડવી સીટ કૉંગ્રેસના હાથમાંથી ગઈ. સુરત જિલ્લામાં આ વખતે કૉંગ્રેસનું ખાતું પણ નહીં ખુલે અને આ મહાઠગની પાર્ટીની ડિપોજીટ પણ ઝૂંટવાઈ જશે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: CR Patil, Gujarat Assembly Election 2022, ગુજરાત વિધાનસભા ચૂંટણી, ગુજરાતી સમાચાર

  આગામી સમાચાર