Home /News /south-gujarat /

સુરતઃ ઉપરવાસમાં ભારે વરસાદથી તાપી નદી પરનો વિયર કમ કોઝ-વે બંધ કરાયો

સુરતઃ ઉપરવાસમાં ભારે વરસાદથી તાપી નદી પરનો વિયર કમ કોઝ-વે બંધ કરાયો

કોઝ-વેની ભયજનક સપાટી છ મીટર છે.

આ કોઝ-વેની ભયજનક સપાટી 6 મીટર છે. કોઝ-વેએ ભયજનક સપાટી વટાવી દેતા તેને બંધ કરી દેવામાં આવ્યો હતો.

    કિર્તેશ પટેલ, સુરત

    સુરત શહેરમાં રાંદેર-સિંગણપોર વિસ્તારને જોડતો વિયર કમ કોઝ-વે બંધ કરવાની ફરજ પડી છે. આ સિઝનમાં આ કોઝ-વેને બીજી વખત બંધ કરવામાં આવ્યો છે. તાપી નદીમાં પાણીની આવક વધવાને કારણે તંત્રએ કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે આ કોઝ-વેને બંધ કરી દીધો છે.

    શુક્રવારે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને ઉકાઉ ડેમમાંથી પાણીની આવક વધતા સુરતની તાપી નદી પર આવેલા વિયર કમ કોઝ-વેને સિઝનમાં બીજી વખત બંધ કરવાની ફરજ પડી છે. આ કોઝ-વેની ભયજનક સપાટી 6 મીટર છે. કોઝ-વેએ ભયજનક સપાટી વટાવી દેતા તેને બંધ કરી દેવામાં આવ્યો હતો. શનિવારે કોઝ-વેની સપાટી 6.06 મીટર થઈ હતી.

    ગત મહિને આઠમી જુલાઈના રોજ કોઝ-વે પરથી પાણી વહી રહ્યું હોવાથી તેને વાહનવ્યવહાર અને રાહદારીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. બાદમાં વરસાદે વિરામ લેતા અને પાણીની સપાટી ઘટતા તેને ચોથી ઓગસ્ટના રોજ ફરીથી ખોલી દેવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે ફરીથી આ કોઝ-વેને બંધ કરી દેવામાં આવ્યો છે.

    નોંધનીય છે કે ઉકાઈ ડેમથી સુરત સુધી તાપી નદી પર છથી વધારે કોઝ-વે આવેલા છે. જેમાં આ કોઝવે સૌથી ઓછી ઊંચાઇ પર આવેલો છે. તાપી નદીમાં પાણીની આવક વધતા આ કોઝ-વે ઓવરફ્લો થયો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Overflow, Surat City, Surat Rain, Tapi river, Ukai Dam, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन