Covid-19 : સુરતમાં 61 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત, બિલ્ડીંગના 1200 રહેવાસીને ક્વૉરન્ટાઇન કરાયા

News18 Gujarati
Updated: April 5, 2020, 8:31 AM IST
Covid-19 : સુરતમાં 61 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત, બિલ્ડીંગના 1200 રહેવાસીને ક્વૉરન્ટાઇન કરાયા
પ્રતિકાત્મક તસવીર

પુત્ર મુંબઈથી આવ્યા બાદ બિમાર પડ્યો હતો, જોકે કોરોનાના શંકાસ્પદ લક્ષણો હોવા છતાં સામાન્ય સારવાર બાદ સાજો થઈ ગયો હતો.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : રાજ્યમાં (Gujarat)માં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના (Coronavirus) કારણે વધુ એક થયું છે. રાજ્યના સુરત શહેરમાં (Surat)માં પાલ વિસ્તારમાં રહેતી 61 વર્ષીય મહિલાનું કોરોના વાયરસના કારણે મોત (Death) થયું છે. મહિલાએ કોઈ પણ પ્રકારનો પ્રવાસ કર્યો નહોતો. પાલ વિસ્તારમાં રહેતી મહિલા રજનીબેન મનોહરલાલ લીલાણીનું મોત થતા પાલ વિસ્તારમાં આવેલા તેમના નિવાસ સ્થાન પ્લેટનિમ નક્ષત્ર બિલ્ડીંગના 250 પરિવારના 1200 લોકોને હોમ ક્વૉરન્ટાઇન કરી દેવાયા છે.

બનાવની વિગત એવી છે કે ગઈકાલે જ સુરતની મહિલા રજનીબેન લીલાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દર્દીની કેસ હિસ્ટ્રી કરતા આરોગ્ય વિભાગને જાણવા મળ્યું હતું કે તેમનો પુત્ર 8 માર્ચે મુંબઈ ગયો હતો અને 9મી માર્ચે પરત ફર્યો હતો. ત્યારબાદ તેમના પુત્રને કફની ફરિયાદ થઈ હતી. કફ ઉપરાંત તેને તાવ આવતા સામાન્ય ઓપીડીમાં સારવાર આપવામાં આવી હતી અને તે સાજો થઈ ગયો હતો.

આ પણ વાંચો :  Coronavirus : આજે રાત્રે 9 વાગ્યે વીજ પુરવઠો બંધ થઈ જશે? નીતિન પટેલે આપ્યું નિવેદન

પુત્રમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો હતા

મૃતક રજનીબેનના પુત્રની આરકેટી માર્કેટમાં પહેલા માળે દુકાન છે તે 20 માર્ચ સુધી ચાલુ હતી. અગાઉ આરકેટીમાં કામ કરતાં એક વ્યક્તિનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો તેની દૂકાન છઠ્ઠા માળે હતી. આ વિગતોને આધારે મુંબઈ અથવા તો આરકેટી માર્કેટની લિંકથી કોરોનાનો ચેપ લાગ્યો તેવી આશંકા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિપાનીએ વ્યક્ત કરી હતી. તેમના પુત્રમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો હતાં પણ 30 માર્ચના રોજ સાજો થઈ ગયો હતો.’

આ પણ વાંચો : લોકડાઉનની અસર! જલંઘરની અગાસીઓમાંથી 213 કીમી છેટા હિમાચલના બર્ફીલા પહાડો દેખાયા   નક્ષત્ર પ્લેટીનમ બિલ્ડીંગને ક્વૉરન્ટીન કરાઈ

દરમિયાન પ્રાપ્ત અહેવાલો મુજબ રજની બહેન લીલાણીનું અવસાન થતા તેઓ સુરતના પાલ વિસ્તારની જે બિલ્ડીંગમાં રહેતા હતા તે 250 ફ્લેટની આખી બિલ્ડીંગના 1200 લોકોને ક્વૉરન્ટાઇન કરાયા છે. અગાઉ ગઈકાલે સાંજે જ પાલિકાના ફાયર વિભાગ દ્વારા આ સમગ્ર બિલ્ડીંગને સેનિટાઇઝ કરાઈ હતી.
First published: April 5, 2020, 8:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading