લૉકડાઉન: હરિદ્વાર સપ્તાહમાં ગયેલા સુરત અને સૌરાષ્ટ્રના 210 વડિલો ફસાયા, મદદની અપીલ


Updated: March 25, 2020, 8:15 PM IST
લૉકડાઉન: હરિદ્વાર સપ્તાહમાં ગયેલા સુરત અને સૌરાષ્ટ્રના 210 વડિલો ફસાયા, મદદની અપીલ
વડીલોએ વીડિયો તૈયાર કરીને તંત્ર પાસેથી રેસ્ક્યૂ કરવાની અથવા તો હરિદ્રારમાં ખાધા ખોરાકી મળે તેવી માંગણી કરી છે.

સુરતના અને સૌરાષ્ટ્રના તળાજા જિલ્લાનો સંઘ કથાકાર ગણપત બાપાની ભાગવત સાંભળવા ગયો હતો. જોકે, હવે ખોરાક અને દવા વગર અટવાઈ ગયા

  • Share this:
સુરત : સુરત (Surat) સાથે જિલ્લા અને સૌરાષ્ટ્રનાં (Saurashtra) વડીલો  હરિદ્વાર (Haridwar) ખાતે ચાલતી  કથા સાંભળવા ગયેલા 210 વડીલો કોરોનાના લોકડાઉન ને (Lockdown)  કારણે ફસાઈ ગયા છે. 15મી માર્ચના રોજ વડીલો ટ્રેન મારફતે હરિદ્વાર પહોંચ્યા હતાં. જોકે કથા પુરી થઈને 22 તારીખે પરત આવતા પહેલા લોકડાઉન થઈ જતા જમવાની વ્યવસ્થા સાથે રહેલી દવા પુરી થઈ ગઈ છે ત્યારે આ વડીલો મુશ્કેલી મુકાય છે અને પોતે ક્યારે પરત થવાય તેની રાહ જોઈ રહ્યા છે

સુરત શહેર જિલ્લા અને ખાસ કરીને ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના હબૂકવડના વતની એવા વૃદ્ધ કથા સાંભળવા હરિદ્વારમાં આવેલા ભીમગોડા વિસ્તારમાં આવેલી પંજાબ સિંઘક્ષેત્રની ધર્મશાળામાં 55 રૂમ રાખીને ગુજરાતીઓ રહે છે. જેમાંના મોટા ભાગના ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના હબૂકવડ અને આજુબાજુના બાબરીયાત,મેઢા સહિતના ગામના છે જ્યારે સુરત વેલંજાના 25 લોકો પણ ટ્રેન મારફતે 15મીએ હરિદ્વાર પહોંચી ગયા હતાં.

આ પણ વાંચો : લૉકડાઉન : સુરતથી મજૂરો પગપાળા ઘરે જવા નીકળ્યા, 120 કિલોમીટર ચાલતા પગ છોલાઈ ગયા!

હરિદ્વારમાં કથાકાર ગણપત બાપાની ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાના ભય વચ્ચે અમારી રિટર્ન ટિકિટ 22મીની હતી. 21મી સાંજ સુધી અમને ટ્રેન ઉપડવાની ખાત્રી હતી. પરંતુ મોદીએ જાહેરાત કરી જનતા કર્ફ્યુની અને બાદમાં ટ્રેન બંધ થતાં સમગ્ર દેશ લોક ડાઉન થઈ જતા અમે અહીં ફસાઈ ગયા છે. જનતા કર્ફયુ થયુ અને ટ્રેનો તથા વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. જેથી આ તમામ શ્રોતાઓ માટે એક ધર્મશાળામાં ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે, વડીલોની ડાયાબિટીસ અને બીપી સહિતની દવાઓ થઈ રહી છે તેમજ કરિયાણું પૂરતું ન હોવાથી દિવસમાં એક જ વાર જમવાની વ્યવસ્થા થઈ રહી છે.

આ પણ વાંચો :  Coronavirus: સ્પેનમાં કોરોનાથી 24 કલાકમાં 738નાં મોત, દેશમાં 3434 મોત થતા ચીનનો રેકોર્ડ તૂટ્યો

210 લોકોમાં મોટા ભાગનાની ઉંમર 60થી લઈને 80 વર્ષ ઉપરની છે. આ લોકો પાસે હાલ દવાઓ થઈ રહી છે. મોટા ભાગનાને ડાયાબિટીસ અને બીપી સહિતની બીમારી છે. 10 દિવસ માટે ગયા હોવાથી એટલી જ દવા લઈને ગયા હતા હવે તેમને જમવાનું રાશન પણ ન મળતું હોય દિવસમાં એક જ વાર બનાવે છે. જયારે ડાયાબિટિસ વાળા સુકા નાસ્તા પર નિર્ભર રહે છે. તેમને પરિવાર પણ બહુ યાદ આવે છેફસાયેલા લોકોએ ગુજરાત,કેન્દ્ર અને હરિદ્વારની સરકારને અપીલ કરતાં કહ્યું છે કે, અમારી હાલ અત્યારે ખૂબ જ અહીં દોજખ ભરી છે. અમને અમારા વતન ગુજરાતમાં સહિ સલામત મોકલી આપવામાં આવે તે માટે સરકાર કંઈક વ્યવસ્થા કરે. કારણ કે હાલ વાહન વ્યવહાર બંધ હોવાથી તેમના સ્વાસ્થ્યને લઈને પણ તકલીફો ઊભી થઈ છે.
First published: March 25, 2020
વધુ વાંચો
अगली ख़बर