Covid success story : 97 દિવસને લાંબી લડત પછી ઉમરાના આ વ્યક્તિને કોરોનાને હંફોવ્યો


Updated: October 31, 2020, 8:12 PM IST
Covid success story : 97 દિવસને લાંબી લડત પછી ઉમરાના આ વ્યક્તિને કોરોનાને હંફોવ્યો
કેતનભાઇ

ઉમરા ગામના ૪૧ વર્ષિય કેતનભાઈ ઉમરીગરના કેસમાં, કેતનભાઇએ 97 દિવસ સુધી કોરોના સામે સતત લડત આપી અને ભારે જહેમતભરી અને યોગ્ય સારવાર સાથે સ્વસ્થ થઇ તેમના સામાન્ય જીવનમાં પાછા ફર્યા.

  • Share this:
સુરતમાં લાંબા સમયથી સતત કોરોના કેસ વધી રહ્યા છે. પણ બીજી તરફ તેવી પણ અનેક ઘટના સામે આવી છે જ્યાં લોકોએ કોરોનાને હરાવ્યો હોય અને સ્વસ્થ્ય થયા હોય. આ તમામ પાછળ છેલ્લાં સાત મહિનાથી કોરોના પીડિત દર્દીઓની સારવારમાં વ્યસ્ત તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફે પણ મોટું યોગદાન છે. ત્યારે તેમની આવી જ મહેનત રંગ લાવી છે, ઉમરા ગામના ૪૧ વર્ષિય કેતનભાઈ ઉમરીગરના કેસમાં. કેતનભાઇએ 97 દિવસ સુધી કોરોના સામે સતત લડત આપી અને ભારે જહેમતભરી અને યોગ્ય સારવાર સાથે સ્વસ્થ થઇ તેમના સામાન્ય જીવનમાં પાછા ફર્યા. કેતનભાઈના પરિવાર માટે તેમનું સ્વસ્થ થવું એ ચમત્કારથી ઓછું નથી. તેમના મજબૂત ઈરાદા અને સિવિલના તબીબોની મહેનતના પરિણામે છેવટે કોરોના હાર્યો અને તે જીત્યા. તેમનો પરિવાર પણ આ ખબરથી ખૂબ જ ખુશ છે. આટલા લાંબા સમય પછી કેતનભાઇ પરિવાર સાથે ફરી મળીને ખુશ હતા.

કેતનભાઈને 27 જુલાઈએ તાવ સાથે શ્વાસ લેવામાં તકલીફ થતા સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. તપાસમાં આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યો. એચઆરસિટીમાં 50થી 60 ટકા જેટલું ફેફસામાં કોરોનાનું ઈન્ફેક્શન જણાયું. તેઓ જ્યારે દાખલ થયા ત્યારે હાલત અત્યંત ગંભીર હતી, અને તેમનું ઓક્સિજન લેવલ ઘટીને ૪૮ ટકા જેટલું થઈ જતા તાત્કાલિક આઈસીયુમાં લેવામાં આવ્યા હતા. તા.11 ઓગસ્ટે શ્વાસ લેવામાં વધુ તકલીફ થતા કેતનભાઈને નળી દ્વારા ઓક્સિજન અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા. કુલ મળીને પહેલા 32 દિવસ આઈસીયુમાં સારવાર દરમ્યાન ICMR અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ બે ડોઝ ટોસિલીઝુમાબ અને પ્લાઝમા પણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તબિયતમાં સુધાર જણાતા જનરલ વોર્ડમાં શિફ્ટ કર્યા. કેતનભાઈની સારવાર દરમ્યાન ફેફસામાં બેકટેરીયાનું ઈન્ફેક્શન થતા કોવિડની સાથે ઇન્ફેક્શનની સારવાર શરૂ કરી. સામાન્ય રીતે ઈન્ફેક્શનની સારવાર માટે ત્રણથી ચાર સપ્તાહનો સમય લાગે છે. તેમનું ઓક્સિજન લેવલ મેઈન્ટેઈન રહેતું ન હતું, એટલે સતત મોનિટીરિંગ હેઠળ ૧૦ લીટર ઓક્સિજન પર શિફ્ટ કર્યા. ૫૦ દિવસથી પણ વધુ સમય ઓક્સિજન સપોર્ટ પર રાખ્યા.કેતનભાઈના જુદા જુદા ૧૦૦ થી પણ વધારે રિપોર્ટ કરવામાં આવ્યા હતા. લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ માપવા દરરોજ બે ABGના રિપોર્ટ કરવામાં આવતા. આ સમયે કેતનભાઈ બ્લડ પ્રેશરની બિમારી જણાઈ આવી હતી. ધીરે ધીરે સારવાર બાદ તબિયતમાં સુધાર આવતા બાહ્ય ઓક્સિજનની માત્રા ઘટાડતા ગયા. છેલ્લા ૭ દિવસ નોર્મલ રૂમ એર પર રખાયા અંતે આજે ૯૭ દિવસની સંઘર્ષમય સારવારના અંતે સિવિલ તંત્રને ખુશી છે કે તેઓ કોરોનામુક્ત થયા છે.

તબીબી સ્ટાફ હંમેશા તેમનો ઉત્સાહ વધારી કહેતા કે, ‘તમે જલ્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફરશો અનેક દર્દીઓની સારવારમાં મહત્વની ભૂમિકા નિભાવનારા દ.ગુજરાતના નોડલ ઓફિસર ડો. અશ્વિન વસાવાએ ખુશીની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, કેતનભાઈ એક એવા દર્દી છે કે જેમની અમે કોવિડ સાથે સૌથી લાંબી સારવાર કરી છે. મારા મતે ગુજરાતના પહેલા એવા દર્દી હશે કે જેમની સૌથી લાંબી સારવાર ચાલી હોય. રાજ્યના આરોગ્ય વિભાગના સહકારથી સુરતના આરોગ્ય તંત્રએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં સિવિલની સંનિષ્ઠ તબીબોની સાથે નર્સિંગ સ્ટાફનો પણ એટલો જ ફાળો રહ્યો હોવાનું તેઓ જણાવે છે.

વધુ વાંચો : Blue Moon 2020 : હેલોવીન નાઇટમાં 'બ્લૂ મૂન'નો સુંદર નજરો, આ લિંક પર જુઓ Live

ઉમરાના નવસાર મહોલ્લામાં રહેતાં કેતનભાઈના પત્ની મિથિલાબેન પતિને સ્વસ્થ થયેલા જોઈને ખુશીના આંસુ રોકી શકતા નથી. તેમણે કહ્યું કે, 'તા.૨૭ જુલાઈનો દિવસ અમારા માટે સંકટભર્યો હતો. ઓક્સિજન ખૂબ ઓછું થઈ જતા મારા પતિની સ્થિતિ ગંભીર થઈ હતી. આવા કપરા સમયમાં સિવિલના તબીબો અમારા આધારરૂપ બન્યા. પતિની તબિયત વિષે તબીબો મને દરરોજ ફોન કરી માહિતી આપતા હતા. તેમના આશ્વાસનથી ખૂબ હિંમત મળી.

કેતનભાઈ પોતાની આ 97 દિવસની કોવિડ સફર અંગે કહ્યું કે, 'સિવિલ હોસ્પિટલમા વિતાવેલા ૯૭ દિવસ ક્યારેય ભુલાશે નહિ. આ સમયમાં સિવિલનો કોવિડ વોર્ડ મારૂ બીજું ઘર બન્યું હતું. અહીં તમામ કર્મચારીઓએ મને પરિવાર જેવો પ્રેમ સાથે સેવા સારવાર આપી છે. એક સમયે મને કોઈ સાથે વાત કરવાનું પણ ગમતું ન હતું, સિવિલની સારવારથી હું મૃત્યુના મુખમાંથી બહાર આવ્યું છે અને તે માટે તેમનો હું આભારી રહીશ.
Published by: Chaitali Shukla
First published: October 31, 2020, 7:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading