સુરત: covid-19 હેલ્પલાઈન નંબર કરોનાની માહિતીની જગ્યાએ ગટર-પાણીની ફરિયાદોથી તંત્ર પરેશાન


Updated: April 5, 2020, 10:54 PM IST
સુરત: covid-19 હેલ્પલાઈન નંબર કરોનાની માહિતીની જગ્યાએ ગટર-પાણીની ફરિયાદોથી તંત્ર પરેશાન
ફાઈલ ફોટો

માનપા કમિશ્નર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે કોવિડ - 19 માટેના ટોલ ફ્રિ નંબર પર મહેરબાની કરી બીન જરૂરી કોલ નહિ કરવા.

  • Share this:
કોવિડ-૧૯ માટે મનપા દ્વારા વિદેશથી આવેલા લોકોની સ્પેશિયલ મોનિટરિંગ મારફતે માહિતી મળી શકે તે હેતુથી ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૧૨૩ ૮૦૦૦ જાહેર કરવામાં આવ્યો છે. જાકે, કોવિડ-૧૯ માટે મનપા દ્વારા જાહેર કરવામાં આવેલ ટોલ ફ્રી નંબર પર હવે નગરજનો તરફથી ડ્રેનેજ, પાણી, ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીઓ બાબતની ફરિયાદો મળી રહી છે.

કોવિડ-19 માટે શરૂ કરવામાં આવેલા આ ટોલ ફ્રિ નંબર પર વિદેશથી આવેલા લોકોની માહિતી તેમજ કોરોના રીલેટેડ માહિતી માટે છે. તેમ છત લોકો આવા ફોન કરશે છે જેનાથી એસએમસીનું પ્રશાસન પરેશાન થઇ ગયું છે.

મનપા તંત્ર દ્વારા કોવિડ-૧૯ અંગેની માહિતી બાબતે જ હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરવાની તથા મનપાની સુવિધા બાબતે કોઇપણ રજૂઆત ઓનલાઇન અથવા ૦૨૬૧-૨૪૧૧૯૧૩ પર કરવા માટેની અપીલ કરી છે. કોવિડ-૧૯ની ટોલ ફ્રી નંબરને નગરજનોએ અન્ય ફરિયાદો કરી મજાક બનાવી દીધી છે.

એક દિવસ નહિ પરંતુ અનેક વખત આવી ફરિયાદોના ફોન મનપાને કોવિડ-19 ના ટોલ ફિ નંબર પર મળી રહ્યા છે. સતત આવી ફરિયાદો મળવાને કારણે કોલ સેન્ટરના સભ્યો દ્વારા મનપા કમિશ્રને પણ ફરિયાદ કરવામાં આવી છે. જેથી માનપા કમિશ્નર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે કોવિડ - 19 માટેના ટોલ ફ્રિ નંબર પર મહેરબાની કરી બીન જરૂરી કોલ નહિ કરવા. જો આવનારા દિવસોમાં પણ આવી રીતે હેરાનગતિ ચાલુ રહેશે તો પાલિકા દ્વારા પગલાં લેવામાં આવશે.
First published: April 5, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading