સુરતમાં ચિંતા વધી: 24 કલાકમાં વધુ 271ને વળગ્યો Corona, ધારાસભ્ય પૂર્ણેશ મોદીના ભાઈનું કોરોનાથી મોત


Updated: July 30, 2020, 11:07 PM IST
સુરતમાં ચિંતા વધી: 24 કલાકમાં વધુ 271ને વળગ્યો Corona, ધારાસભ્ય પૂર્ણેશ મોદીના ભાઈનું કોરોનાથી મોત
સુરતમાં 217 જયારે ગ્રામીણ વિસ્તારમાં 54 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 13397 પર પહોંચી છે, જયારે આજે 10 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 586 પર પહોંચ્યો છે

સુરતમાં 217 જયારે ગ્રામીણ વિસ્તારમાં 54 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 13397 પર પહોંચી છે, જયારે આજે 10 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 586 પર પહોંચ્યો છે

  • Share this:
સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 271 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 217 જયારે ગ્રામીણ વિસ્તારમાં 54 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 13397 પર પહોંચી છે, જયારે આજે 10 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 586 પર પહોંચ્યો છે, તેવામાં આજે 245 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 271 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 217 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 10757 જયારે ગ્રામ્ય વિસ્તારમાં આજે વધુ 54 કેસ સાથે દર્દી સંખ્યા 2622 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 13379 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 10 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 586 થયો છે. જેમાંથી 104 મૃત્યુ જિલ્લાના છે અને 482 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 194 જ્યારે જિલ્લામાં આજે 56 દર્દીને રજા આપતા, કુલ 256 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 9136 જેમાં ગ્રામીણ વિસ્તારના 1749 દર્દી છે.

તમને જણાવી દઈએ કે, ધારાસભ્ય પૂર્ણેશ મોદીના ભાઈનું પણ આજે કોરોનાથી મોત થયું છે. દીપક મોદીને કોરોના પોઝિટિવ થતા ખાનગી હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. જ્યાં આજે સારવાર દરમિયાન મોત થયું છે. પૂર્ણેશ મોદીના પરિવારમાં અનેક લોકોને કોરોના થયો હતો. પૂર્ણેશ મોદી સુરત પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય છે.

આ પણ વાંચોસુરત: બાળકોને ઠપકો આપી રહેલા પિતાને, દાદાએ ઠપકો આપતા પુત્રએ વૃદ્ધ પિતાની હત્યા કરી દીધી

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?આજે સેન્ટ્રલ ઝોન 18, વરાછા એ ઝોનમાં 39, વરાછા બી 18, રાંદેર ઝોન 39, કતારગામ ઝોનમાં 28, લીબાયત ઝોનમાં 23, ઉધના ઝોનમાં 21 અને અથવા ઝોનમાં 31 કેસ નોંધાયા.

આ પણ વાંચોસુરત : લોહીલુહાણ ઝઘડો, સાળાને બચાવવા વચ્ચે પડેલા બનેવીની ચપ્પાના ઘા મારી કરી દીધી હત્યા

જોકે ગતરોજ કતારગામ ઝોનમાં અને વરાછા ઝોનમાં સક્ર્મણ પરમાણુ ઘટી રહ્યુ છે, ત્યારે રાંદેર અને અઠવા ઝોનમાં સતત વધી રહ્યુ છે , ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે.

જિલ્લાની સ્થિતિ

જિલ્લામાં ચોર્યાસી 7, ઓલપાડ 5, કામરેજ 7, પલસાણા 9, બારડોલી 13, મહુવા 5, માંડવી 2, માંગરોળ 5 અને ઉમરપાડામાં 1 કેસ નોંધાતા જિલ્લામાં સતત કેસ વધી રહ્યા છે. જેને પગલે સુરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
Published by: kiran mehta
First published: July 30, 2020, 8:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading