સુરત : કતારગામમાં મામાના છોકરાએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી શારીરિક સંબંધો બાંધી તરછોડી દીધી


Updated: September 29, 2020, 4:43 PM IST
સુરત : કતારગામમાં મામાના છોકરાએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી શારીરિક સંબંધો બાંધી તરછોડી દીધી
પોતાની ફરિયાદ ન લેવાતા યુવતી સામાજિક કાર્યકરો સાથે જાહેરમાં આવી વિરોધ નોંધાવ્યો હતો.

કતારગામ વિસ્તારનો ચકચારી બનાવ, યુવતીના પરિવારે સામાજિક કાર્યકરો સાથે મળીને વિરોધ પ્રદર્શન પણ કર્યુ

  • Share this:
સુરત : સુરતમાં પ્રેમ-શારીરિક સંબંધ, લગ્નની (Love-physical Relation and Cheating)લાલચ અને વિશ્વાસઘાતનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જોકે, આ કિસ્સામાં ભોગ બનનાર યુવતીને અન્ય કોઈ નહીં પરંતુ તેના મામાના દીકરાએ જ છેતરી હોવાનો આક્ષેપ છે. યુવતીનો આક્ષેપ છે કે તેના મામાના દીકરાએ (Cousin brother) લગ્નની લાલચ આપી અને તેની સાથે અવારનવાર શારીરિક (Physical Relation) સંબંધ બાંધ્યો હતો અને બાદમાં પરિવારને જાણ થતા લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. આ મામલે તેની ફરિયાદ ન લેતા તે સામાજિક કાર્યકર્તાઓ સાથે જાહેરમાં આવી હતી અને વિરોધ કર્યો હતો. અંતે પોલીસ કમિશનર (Surat Police Commisiioner) કચેરીમાં રજૂઆત કર્યાના અંતે કતારગામ પોલીસમાં તેની ફરિયાદ નોંધાઈ હતી.

કતારગામ વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતીને તેના મામાના છોકરાએ પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતીનો આક્ષેપ છે કે તેને લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર શારીરીક સંંબંધો બાંધી તેનો વીડીયો બનાવ્યો હતો. ત્યારબાદ યુવતીને લગ્ન કરવાની ના પાડી તેમના સંબંધ અંગે કોઈને જાણ કરી તો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી તેણીને તરછોડી દીધી હતી.

કતારગામ ધ્રુવતારક સોસાયટીમાં રહેતા 24 વર્ષીય હેમંત પાલા ધારૈયા તેના ફોઈની 25 વર્ષીય દીકરીને પ્રેમજાળમાં ફસાવી હતી. હેમંતે યુવતીને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી વિશ્વાસ ભરોસો આપી છેલ્લા સાત મહિનાથી અવાર નવાર તેની શારીરીક સંબંધો બાંઘ્યા હતા. અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો.


આ પણ વાંચો :  અમરેલી : BJPના વધુ એક સાંસદ કોરોના પોઝિટિવ, INS વિરાટના કાર્યક્રમમાં હતા હાજર, માંડવિયા સાથે લીધી હતી સેલ્ફી

જાકે પાછળથી તેમના પ્રેમસંબંધની જાણ પરિવારને થઈ ગઈ હોવાની વાત કરતા ક્યાં લગ્ન કરવાની વાત ક્યા થઈ હતી આપણે બંનેએ બધુ મરજીથી કયું હતું. અને હવે જા તું કોઈને આપણા સંબંધ વિશે વાત કરીશ તો મેં ઉતારેલ વીડિયો વાયરલ કરી દઈશ હોવાની ધમકી આપી તેણી સાથે સંબંધ તોડી નાખ્યાં હતા. આ  બનાવ અંગે પોલીસે યુવતીની ફરિયાદ લઈ હેમંત ધારૈયા સામે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.
આકોરોપીની તસવીર સાથે ખુલ્લેઆમ વિરોધ કરીને યુવતીએ અને તેના પરિવારે ન્યાયની માંગણી કરી હતી.


આ પણ વાંચો :  રાણપુર : પગપાળા દર્શને જતા વૃદ્ધ દંપતીની જાત્રા 'અંતિમ યાત્રા' બની, હાઇવે પર અકસ્માત થતા મોત

કતારગામ પોલીસે ફરિયાદ ન લેતા યુવતી પહોંચી હતી પોલીસ કમિશનર કચેરી

આ મામલે યુવતીનો આક્ષેપ છે કે કતારગામ પોલીસે તેની દુષ્કર્મની ફરિયાદ ન લેતા તે પોલીસ કમિશનર કચેરી પહોંચી હતી અને રજૂઆત કરી હતી અને ત્યારબાદ તેની ફરિયાદ લીધી હતી. જોકે, સંબંધોમાં આવી રીતે એક હદ વટાવી અને લગ્નની લાલચ આપી જો કોઈ વ્યક્તિએ છેતરપિંડી કરી હોય તો ફરિયાદ નોંધાવી જોઈએ તે બાબતની રજૂઆતના અંતે યુવતીની ફરિયાદ લેવામાં આવી હતી
Published by: Jay Mishra
First published: September 29, 2020, 4:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading