સુરત : ફઈની દીકરીને પ્રેમજાળમાં ફસાવી, શારીરિક સંબંધો બાંધી તરછોડી, આવ્યો પોલીસના સકંજામાં


Updated: September 30, 2020, 3:29 PM IST
સુરત :  ફઈની દીકરીને પ્રેમજાળમાં ફસાવી, શારીરિક સંબંધો બાંધી તરછોડી, આવ્યો પોલીસના સકંજામાં
ગઈકાલે યુવતીએ મામાના દીકરા સામે જાહેરમાં ફરિયાદ કરી હતી.

યુવતીને લગ્નની લાલચ આપી અને બાદમાં કહ્યું કે 'આપણા સંબંધ વિશે વાત કરીશ તો મેં ઉતારેલ વીડિયો વાયરલ કરી દઈશ'

  • Share this:
સુરતમાં પ્રેમ-શારીરિક સંબંધ, લગ્નની લાલચ (Love, Affair and cheating) અને વિશ્વાસઘાતનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જોકે, આ કિસ્સામાં ભોગ બનનાર યુવતીને અન્ય કોઈ નહીં પરંતુ તેના મામાના દીકરાએ (Cousin brother) જ છેતરી હોવાનો આક્ષેપ છે. યુવતીનો આક્ષેપ છે કે તેના મામાના દીકરાએ લગ્નની લાલચ આપી અને તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યો (Physical Relation) હતો અને બાદમાં પરિવારને જાણ થતા લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. આ મામલે તેની ફરિયાદ ન લેતા તે સામાજિક કાર્યકર્તાઓ સાથે જાહેરમાં આવી હતી અને વિરોધ કર્યો હતો. અંતે પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કર્યાના અંતે કતારગામ પોલીસમાં તેની ફરિયાદ નોંધાઈ હતી. જો કે પોલીસે આજે આરોપી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..

કતારગામ વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતીને તેના મામાના છોકરાએ પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતીનો આક્ષેપ છે કે તેને લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર શારીરીક સંબંધો બાંધી તેનો વીડીયો બનાવ્યો હતો. ત્યારબાદ યુવતીને લગ્ન કરવાની ના પાડી તેમના સંબંધ અંગે કોઈને જાણ કરી તો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી તેણીને તરછોડી દીધી હતી.

આ પણ વાંચો :  સુરત : યુવકે કોવિડ કેર સેન્ટરમાંથી મોતની છલાંગ લગાવી આપઘાત કર્યો, ભાગવાનો કર્યો હતો પ્રયાસ

કતારગામ ધ્રુવતારક સોસાયટીમાં રહેતા 24 વર્ષીય હેમંત પાલા ધારૈયા તેના ફોઈની 25 વર્ષીય દીકરીને પ્રેમજાળમાં ફસાવી હતી. હેમંતે યુવતીને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી વિશ્વાસ ભરોસો આપી છેલ્લા સાત મહિનાથી અવાર નવાર તેની શારીરીક સંબંધો બાંઘ્યા હતા. અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો.

આ પણ વાંચો :  સુરત : પોલીસ કમિશનરનો પરિપત્ર, 4 કે તેથી વધુ લોકો એકઠા નહીં થઈ શકે, ભંગ કરનાર સામે થશે કાર્યવાહીજાકે પાછળથી તેમના પ્રેમસંબંધની જાણ પરિવારને થઈ ગઈ હોવાની વાત કરતા ક્યાં લગ્ન કરવાની વાત ક્યા થઈ હતી આપણે બંનેએ બધુ મરજીથી કયું હતું. અને હવે જા તું કોઈને આપણા સંબંધ વિશે વાત કરીશ તો મેં ઉતારેલ વીડિયો વાયરલ કરી દઈશ હોવાની ધમકી આપી તેણી સાથે સંબંધ તોડી નાખ્યાં હતા. આ  બનાવ અંગે પોલીસે યુવતીની ફરિયાદ લઈ હેમંત ધારૈયા સામે ગુનો નોધી  તેની ધરપકડ કરી હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
Published by: Jay Mishra
First published: September 30, 2020, 3:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading