'તું મારી સાથે ફરવા ચાલ, જોતું નહીં આવે તો તારા મા-બાપને જાનથી મારી નાંખીશ'

News18 Gujarati
Updated: February 17, 2019, 9:49 AM IST
'તું મારી સાથે ફરવા ચાલ, જોતું નહીં આવે તો તારા મા-બાપને જાનથી મારી નાંખીશ'
પ્રતિકાત્મક તસવીર

સુરતના લિંબાયતમાં રહેતી અને ઇંગ્લિસ મીડિયમમાં અભ્યાસ કરનારા ગોડાદરાના હવસખોર આરોપીને કોર્ટે 10 વર્ષની કેદની સજા ફટકારી છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ સુરતના લિંબાયતમાં રહેતી અને ઇંગ્લિસ મીડિયમમાં અભ્યાસ કરનારા ગોડાદરાના હવસખોર આરોપીને કોર્ટે 10 વર્ષની કેદની સજા ફટકારી છે. ત્રણ વર્ષ અગાઉ લિબાયત પોલીસ મથકમાંસગીરા સાથે દુષ્કર્મ કરવાનો પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. સાડીવર્કનું કારખાનું ચલાવતા પરિવારની 14 વર્ષીય દીકરી ગોડાદરા વિસ્તારની એક શાળામાં અંગ્રેજી માધ્યમમાં ધોરણ 8માં અભ્યાસ કરતી હતી.

આ વિદ્યાર્થીનીને ગોડાદરા સ્થિત મંગળપાંડે હોલની સામે આવેલી અષ્ટવિનાયક રેસિલેન્સીમાં રહેતો ગુરુપ્રિતસિંહ ઉર્ફે અમન હરજીતસિંહ ભટ્ટી નામનો યુવાન અવારનવાર પરેશાન કરતો હતો. સગીરાને તેની જાળમાં ફસાવવા સ્કૂલ ટ્યુશન અને ઘરની આસપાસ બાઇક ઉપર આંટાફેરા મારતો હતો. ગુરુપ્રિત દ્વારા થઇ રહેલી આ હરકતની જાણ સગીરાના પરિવારને પણ હતી.

બનાવને દિવસે સાંજે સગારી તેના ઘરની બહાર ઊભી હતી. તે સમયે ગુરુપ્રિત તેની મોટરસાઇકલ લઇ કિશોરી પાસે આવ્યો હતો. અને કહ્યું હતું કે, તું મારી સાથે ફરવા ચાલ, જોતું નહીં આવે તો તારા મા-બાપને જાનથી મારી નાંખીશ. આ ધમકી મળતા જ સગીરા ડરી ગઇ હતી. કોઇને કહ્યા વિના તે ગુરપ્રિત સાથે બાઇક ઉપર બેસી ગઇ હતી.

સગીરાને બેસાડી ગુરુપ્રિત ભેસ્તાન ફાટકથી સચિન તરફ જતા રોડ ઉપર આવતા એક ખેતરમાં લઇ ગયો હતો. ખેતરની ઓરડીમાં લઇ જઇ ફરી જાનથી મારી નાંખવાની ધમકી આપી સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ તે સગીરાનેતેના ઘરે અગાશી ઉપર લઇ ગયો હતો. દુષ્કર્મ બાબતે કોઇને કઇ નહીં કહેવા ફરી ધમકાવી હતી.

આ પણ વાંચોઃ-સુરતઃ દેહવેપાર કરતી મહિલાની લૂંટના ઇરાદે હત્યા, બે હત્યારા UPથી ઝડપાયા

પરિવારજનોએ કિશોરીને આ બાબતે પૂછતાં તેણીએ પોતાની સાથે બનેલી દુષ્કર્મની આપવીતી જણાવી હતી. જેથી પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી હતી.આ કેસમાં શનિવારે અત્રેની કોર્ટમાં ચાલી ગયો હતો. સરકાર પક્ષે એપીપી દિગંત તેવારે સગીરાની જિંદગી બરબાદ કરનારા આરોપી ગુરુપ્રિત હરજીત ભટ્ટીએ કડકમાં કડક સજા કરવા દલીલો કરી હતી. જે કોર્ટે ગ્રાહ્ય રાખી ગુરુપ્રિત ભટ્ટીને 10 વર્ષની સખત કેદની હુકમ કર્યો હતો. સાથો સાથ 10 હજારનો દંડ પણ ફટકાર્યો હતો.
First published: February 17, 2019, 9:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading